જુનાગઢમાં મેઘતાંડવ : 10 ઈંચ વરસાદથી આખુ જુનાગઢ પાણીમાં ગરકાવ, PHOTOs
Gujarat Rain : ગુરુવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ભારે જોર જોવા મળ્યું. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 224 તાલુકામાં વરસાદ રહ્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢમાં 10.5 ઈંચ વરસાદ રહ્યો છે. 10 ઈંચ વરસાદથી આખુ જુનાગઢ પાણી પાણી થયું છે. હવામાનની આગાહીને પગલે જુનાગઢ જિલ્લામાં હજુ ત્રણ દિવસ ભારે વરસાદ પડવાની વકી છે. સમગ્ર ભેસાણ તાલુકામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ભેસાણની ઉબેણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ભેંસાણની જીવાદોરી સમાન ઉબેર નદીમાં પૂર આવતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. ખેડૂતો માની રહ્યા છે વાવણી પછીના પાકોમાં આ વરસાદથી ખૂબ જ ફાયદો થશે.
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10
Trending Photos