J&K: ભારે બરફવર્ષાથી પારો ગગડ્યો, માતા વૈષ્ણોદેવી મંદિરમાં જવા માંગતા શ્રદ્ધાળુઓ ખાસ જુઓ આ Video

બરફરવર્ષાના કારણે જે આહલાદક હવામાન જોવા મળી રહ્યું છે તેની એક્સક્લુઝિવ તસવીરો જુઓ....

નવી દિલ્હી: ઉત્તર ભારતમાં પહાડો પર થઈ રહેલી બરફવર્ષાથી મેદાની વિસ્તારોમાં ઠંડી વધી રહી છે. જમ્મુ અને કાશ્મીરમાં થયેલી તાજી બરફવર્ષાની સામાન્ય જનજીવન પર ખુબ અસર પડી છે. સતત બરફવર્ષાના કારણે જનજીવન ખોરવાયું છે. હવામાન ખરાબ હોવાના કારણે હાલ શ્રીનગર એરપોર્ટથી વિમાન સેવા પણ સ્થગિત કરવામાં આવી છે. ચારેબાજુ મકાનો અને વિસ્તારો જાણે બરફની ચાદરથી ઢંકાઈ ગયા હોય તેવું લાગે છે. જમ્મુમાં માતા વૈષ્ણોદેવી મંદિર ઉપર પણ બરફવર્ષો થઈ રહી છે. બરફરવર્ષાના કારણે જે આહલાદક હવામાન જોવા મળી રહ્યું છે તેની એક્સક્લુઝિવ તસવીરો જુઓ....
 

1/5
image

જમ્મુ અને કાશ્મીરમાં અનેક વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ. જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. રાજ્યના રાષ્ટ્રીય રાજમાર્ગ પર સતત વરસાદ અને બરફવર્ષાના કારણે વાહન વ્યવહાર પર અસર થઈ છે.   

2/5

કટરામાં માતા વૈષ્ણોદેવી મંદિરમાં પણ હેલિકોપ્ટર સેવા પ્રભાવિત થઈ છે. બેટરી કાર પણ ચાલી શકતી નથી. જો કે શ્રદ્ધાળુઓએ હજુ પણ માતાના દર્શન માટે મુસાફરી ચાલુ રાખી છે. કટરાની બરફવર્ષાનો વીડિયો એએનઆઈએ ટ્વિટર પર શેર કર્યો છે.   

3/5
image

4/5
image

5/5
image