Morbi Halvad Highway Car Accident: મોરબી હળવદ હાઈવે પર ભયાવહ અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે દોડતી કાર ડમ્પરમાં ઘુસી જતા 5 લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યામોત નિપજ્યા છે. તો 2ની હાલત ગંભીર છે. એક વ્યક્તિ બચાવવા માટે જઈ રહેલા 5 લોકો કાળનો કોળિયો બન્યા
Harsh Sanghvi Heart Winning Reply To BJP Worker: મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વામન કદના કાર્યકર્તાનો ઉત્સાહ વધારવા માટે પોતાના કદનું ઉદાહરણ આપ્યું હતું. તેમના આ જવાબે ભાજપના કાર્યકર્તાઓનું દિલ જીતી લીધું હતું. એમાં શું છે મારી હાઈટ પણ નાની છે, એવું કહીને તેઓએ ચૂંટણી પ્રચારમાં નવો જુસ્સો જગાવ્યો
મોરબી માળીયા સમસ્ત મચ્છુ કાંઠા (મજો કાંઠા) ભરવાડ સમાજની બેઠક મળી હતી જેમાં સમાજનું બંધારણ નક્કી કરવામાં આવ્યું છે અને તેમાં ખાસ કરીને સમાજમાં વધી રહેલા કુરિવાજો અને દૂષણોને ડામવા માટે બંધારણને તોડનારને 5 લાખનો દંડ નક્કી કરવામાં આવ્યો છે. જો બંધારણ તોડનાર વ્યક્તિ દ્વારા દંડ ભરવામાં ન આવે તો તેને નાત બહાર મૂકવામાં આવશે અને તેની સાથે વ્યવહાર બંધ કરવામાં આવશે. એટલું જ નહીં બંધારણના નિયમને તોડનારની માહિતી આપનારા સમાજના વ્યક્તિનું સન્માન કરીને તેને રોકડા 21 હજારનું ઈનામ આપવાનું સર્વાનુમતે નક્કી કરાયું છે.
Morbi News: શહેરના મધ્યમાં આવેલી અને નિરાધાર તથા અસ્થિર મગજના લોકો માટે આશીર્વાદ સમાન ગણાતી એક સેવાભાવી સંસ્થામાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. નિસ્વાર્થ ભાવે સેવા કરતી આ સંસ્થામાં બે નરાધમોએ દિવાલ કૂદી અંદર પ્રવેશી અસ્થિર મગજની બે મહિલાઓ સાથે દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
Morbi Lover Suicide : કરુણ ઘટના સામે આવી: મોરબીમાં સોશિયલ મીડિયામાં લાઈવ કરી યુવાને ફાંસો ખાઇ જીવાદોરી કાપી નાંખી
Gujarat Youth In Morbi : યુક્રેનમાં સરેન્ડર કરનારા મોરબીના યુવાને માતા સાથે વિડિયો કોલથી કરી વાત. દિપા જોસેફ નામના મહિલા એડવોકેટ હાલમાં યુક્રેન સાહિત માજોઠી પાસે ગયા છે. સાહિલના માતાએ કરી હતી વોટ્સએપ કોલથી વાત. રશિયામાં અભ્યાસ માટે ગયેલ યુવાન ડ્રગ્સ કેસમાં ફસાયા સાહિલને મોકલ્યો હતો યુક્રેનમાંયુદ્ધલડવામાટે
Morbi News:વર્તમાન સમયમાં ઘણી વખત સમાજ માટે ચિંતાજનક કહી શકાય તેવા બનાવો સામે આવે છે આવો જ એક બનાવ મોરબી તાલુકામાં આવેલ સિરામિક કારખાનામાંથી સામે આવેલ છે જેમાં લિવ ઇનમાં યુવાન સાથે રહેતી યુવતીને લાકડાના ધોકા અને પટ્ટા વડે માર માર્યો હતો. આટલું જ નહીં યુવતીને મોઢા, ગાલ સહિત શરીર ઉપર બચકામાં ભર્યા હતા જેથી યુવતીનું મોત નીપજયું હતું અને યુવાનને પૂછપરછ માટે પોલીસ સ્ટેશને લઈને આવ્યા ત્યારે તેનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું હતું. જે બનાવની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
Patidar Samaj : મોરબીમાં યોજાયો પાટીદાર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ. સામાજિક દૂષણોને દૂર કરવા મુદ્દે થઈ વાત. અલ્પિશ કથીરિયા, મનોજ પનારા સહિતના આગેવાન રહ્યા હાજર. પ્રેમલગ્ન માટે દીકરીઓના ઘર છોડવાનો મુદ્દો ઉઠ્યો...
Gujarat Farmers In Trouble : જસદણ અને મોરબીમાં ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચવામાં રજિસ્ટ્રેશન કરાવવામાં મુશ્કેલી. સેટેલાઈટ ઈમેજમાં મગફળી ન દેખાતા રજિસ્ટ્રેશન થયા રદ. ટેક્નિકલ ખામીના કારણે ખેડૂતોને હાલાકી
Jalebi-bhajiya Melo: મેળા તો તમે ઘણા જોયા હશે પરંતુ જલેબી-ભજીયાનો મેળાઓ તમે જોયો નહિ જ હોય...જો કે આ મેળાઓ માણવો હોય તો મોરબી જીલ્લાના વાંકાનેર ખાતે જવું પડે છે કેમ કે ત્યાં વાંકાનેર રાજ્યના રાજ પરિવારના ગુરૂ એવા નાગાબાવાજીના મંદિરે શ્રાવણ વદ નોમથી ત્રણ દિવસનો મેળો હોય છે જેમા વાંકાનેર અને તેની આસપાસના ગામોમાંથી માનવ મહેરામણ ઉમટે છે અને ખાસ કરીને મહાઆરતી પછી મંદિરે આવેલા દરેક ભગતોને પ્રસાદમાં ભજીયા જલેબી દેવામાં આવે છે જે પ્રસાદ લેવાથી લોકો વર્ષ દરમ્યાન બીમારી પડતા નથી તેવી માન્યતા છે જેથી હજારોની સખ્યામાં લોકો મેળાને માણવા માટે આવે છે.
Patidar Samaj Big Decisions : મોરબીમાં પાટીદાર બહેનો માટે 4 મહત્વના નિર્ણય લેવાયા, આજથી નવરાત્રિ માટેના ડિસ્કો દાંડિયા બંધ, અને ગરબા ક્લાસ શરૂ. મનોજ પનારાએ કહ્યું- નિયમ તોડનારને હાથ જોડી સમજાવીશું, નહીં માને તો કાર્યવાહી કરીશું
Morbi Accident : મોરબી કચ્છ હાઈવે પર કન્ટેનર-ટેન્કર અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો, જેમાં બે વાહનોમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં તહેવારોમાં વતન જઈ રહેલાં 2 વિદ્યાર્થી સહિત 4 જીવતા ભૂંજાયા
Accident News : રાજ્યમાં રફતારનો કહેર હજુ પણ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં અલગ અલગ 3 અકસ્માતમાં કુલ 8 લોકોના મોત નિપજ્યા છે.
AAP meeting in Morbi: મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં થયેલા લાફાકાંડ મામલે રાજકારણ ગરમાયું છે. ઘટના બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખે આરોપ લગાવ્યો કે, ભાજપના નેતાઓએ તેમના મળતિયાઓને મોકલીને આમ આદમી પાર્ટીની સભામાં ખલેલ પાડવાનો પ્રયાસ કર્યો. સાથે તેમણે એવો પણ દાવો કર્યો કે, વિસાવદરવાળી થવાના ડરથી ભાજપે આવું કર્યું. જેનો જવાબ આપતા ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું કે, ખોટું બોલવું અને ભ્રમ ફેલાવવો એ આમ આદમી પાર્ટીની માનસિકતા છે. કોઈ સવાલ કરે તો લાફા મારી દેવા તે યોગ્ય નથી.સરકાર આવી લાફા લાફી કરનાર ને નહિ છોડે.
Pravin Ram Challenge To BJP Gujarat : રાજીનામાની ચેલેન્જ વચ્ચે AAPના પ્રવિણ રામનો દાવો, ગોપાલ ઇટાલિયાએ ક્યાંય પણ રાજીનામાની વાત...'
Gopal Italia Vs Kanti Amrutiya : મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા મોરબીથી ગાંધીનગર માટે રવાના... રાજીનામું આપવા તૈયાર હોવાનો દાવો.. કહ્યું, મારા વચન પ્રમાણે ગોપાલ ઈટાલિયા રાજીનામું આપે એટલે હું પણ આપીશ રાજીનામું..
Gopal Italia Vs Kanti Amrutiya : મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની Z 24 કલાક સાથે વાતચીત... કહ્યું ચેલેન્જ સ્વીકારી આજે રાજીનામું આપવા જઈ રહ્યો છુ... આ કોઈ પાર્ટીની નહી પણ વ્યક્તિગત લડાઈ છે...ગોપાલ રાજીનામું આપવા નહી આવે તો હુ સતત પ્રયત્ન કરીશ કે તે રાજીનામું આપવા આવે... ગોપાલ રાજીનામું આપશે તો હું તરત જ આપી દઈશ રાજીનામું...
Gopal Italia Vs Kanti Amrutiya : મોરબી ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા આજે સમર્થકો સાથે પહોંચશે ગાંધીનગર... ગોપાલ ઈટાલિયાની સાથે પોતે રાજીનામું આપવાની કરી છે જાહેરાત... રાજીનામા બાદ મોરબીથી ચૂંટણી લડવાની ગોપાલ ઈટાલિયાને આપી છે ચેલેન્જ...
Gopal Italia Resignation : ગોપાલ ઈટાલિયા અને કાંતિ અમૃતિયાની ચેલેન્જ ગેમ વચ્ચે AAPની સ્પષ્ટતા... ઈસુદાને કહ્યું, ગોપાલ ઈટાલિયા લોકોના કામ કરશે, રાજીનામું નહીં આપે.. તો કોંગ્રેસ બોલી, આમઆદમી પાર્ટી છે ભાજપની બી ટીમ..
Gopal Italia Vs Kanti Amrutiya : ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની ચેલેન્જ સ્વીકારનાર ગોપાલ ઈટાલિયાને વિસાવદરની જનતાએ આપી મોટી સલાહ, જાણો શું કહ્યું સ્થાનિક જનતાએ
Gopal Italia Vs Kanti Amrutiya : કાંતિ અમૃતિયા અને ગોપાલ ઈટાલિયાના પડકાર વચ્ચે ઝી 24 કલાકે મોરબીના સ્થાનિક લોકો સાથે વાત કરી તો તેમણે ભાજપના ધારાસભ્ય પર રીતસરનો આક્રોશ વ્યકત કર્યો
Khodaldham Naresh Patel On Poltics : ખોડલધામના પાટીદારના અગ્રણી નરેશ પટેલને વારંવાર પૂછાય છે કે તેઓ રાજકારણમાં ક્યારે જોડાશે, ત્યારે તેમણે આખરે જવાબ આપી દીધો