IAS Tina Dabi એ મેળામાં કરી ખૂબ મસ્તી, શોપિંગ કરી, કેક ખાધી અને ફોટા પણ પડાવ્યા

Tina Dabi UPSC Topper: જેસલમેર જિલ્લામાં કોરોનાકાળ બાદ દિવાળી ધામધૂમથી ઉજવી શકાય તે માટે જિલ્લા વહિવટીતંત્રએ શહેર પરિષદ અને પ્રવાસન વિભાગે સંયુક્ત તત્વાધાનમાં જિલ્લા કલેક્ટર ટીના ડાબીની પ્રેરણાથી ત્રણ દિવસના હસ્ત શિલ્પ મેળાનું આયોજન કરવામાં આવ્યું. 

1/5
image

તેમણે કહ્યું કે આ પ્રકારના હસ્તશિલ્પ મેળાના આયોજનથી જ્યાં સ્વર્ણનગરીમાં દીપોત્સવનો માહોલ ઝગમગશે તો બીજી તરફ હસ્તશિલ્પીઓને પોતાના ઉત્પાદનનું પ્રદર્શન તથા વેચાણ કરવાની તક મળશે. 

2/5
image

હસ્ત શિલ્પ ઉત્સવ મેળામાં હસ્ત શિલ્પ હોમ પ્રોડક્ટ્સ, નક્શીદારી, ખાદી પ્રોડક્ટ્સ, ચામડાની એંબ્રોડરી વગેરે સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. આ મેળમાં જિલ્લાની કલેક્ટર ટીના ડાબી પણ પહોંચ્યા હતા. 

3/5
image

ટીના ડાબીએ મેળામાં અલગ-અલગ સ્ટોલ્સ પર જઇને તેમના પ્રોડક્ટ્સ વિશે જાણકારી લીધી અને પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા. ટીના ડાબેરી એક વાદળી રંગની બેડશીટ પણ લીધી અને દુકાનદારને પૂછ્યું કે તેનો કલર તો ઉતરશે તો નહી તો તેના પર દુકાનદારે કહ્યું કે ધોયા બાદ સામાન્ય ફીકો પડશે પરંતુ ઉતરશે નહી. 

4/5
image

મેળામાં ટીના ડાબીએ સામાન્ય લોકો સાથે ફોટા પણ પડાવ્યા. ત્યાં બે છોકરીઓએ ટીના ડાબીને કેટલીક ભેટ આપની ઓફર કરી જેની સાથે ટીના ડાબીએ ફોટા પણ પડાવ્યા. 

5/5
image

મેળામાં જવાનું થાય અને કશું ન ખાઇએ તો પછી કેવો મેળો. ટીના ડાબીએ મેળામાં ચોકલેટ કપ કેક ખાધી અને ખાતા ખાતા બીજા લોકો સાથે ફોટા પણ પડાવ્યા.