IND vs AUS: 30 વર્ષ બાદ ફરી ટીમ ઈન્ડિયાએ કર્યું ઈતિહાસનું પુનરાવર્તન, બનાવ્યો ગજબનો રેકોર્ડ

IND vs AUS 4th Test Match: ઐતિહાસિક શહેર અમદાવાદમાં અનેક ઈતિહાસ રચાયેલાં છે. એમાં ક્રિકેટની રમતના રેકોર્ડ પણ બાકાત નથી રહ્યાં. અમદાવાદના આંગણે ક્રિકેટના અનેક આંતરાષ્ટ્રીય કિર્તીમાન સ્થાપિત થયેલાં છે. ત્યારે અમદાવાદમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં આવો જ એક અજીબો ગરીબ રેકોર્ડ પણ નોંધાયો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય બેટ્સમેનોએ એક મોટી સિદ્ધિનું પુનરાવર્તન કર્યું છે. ભારતીય બેટ્સમેનોએ ટેસ્ટ મેચમાં આવું કારનામું કર્યું છે, જે અગાઉ 1993માં જોવા મળ્યું હતું.



 

1/5
image

ઓસ્ટ્રેલિયા સામેની આ મેચમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો વચ્ચે પ્રથમ 5 વિકેટ માટે 50 રન અથવા તેનાથી વધુની ભાગીદારી થઈ છે. ભારતીય ટીમના ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ માત્ર બીજી વખત જોવા મળ્યું હતું જ્યારે પ્રથમ 5 વિકેટ માટે 50 રન કે તેથી વધુની ભાગીદારી થઈ હતી.

2/5
image

અમદાવાદ ટેસ્ટમાં પ્રથમ 5 વિકેટ માટે 1 સદીની ભાગીદારી અને 4 અડધી સદીની ભાગીદારી જોવા મળી હતી. શુભમન ગિલ અને ચેતેશ્વર પુજારા વચ્ચે બીજી વિકેટ માટે સદીની ભાગીદારી થઈ હતી.

3/5
image

તમને જણાવી દઈએ કે 1993 પછી પહેલીવાર ભારતીય ટીમે પ્રથમ 5 વિકેટ માટે 50 રન અથવા તેનાથી વધુની ભાગીદારી નોંધાવી હતી. 1993માં મુંબઈમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ જોવા મળી હતી.

4/5
image

અમદાવાદ ટેસ્ટમાં રોહિત શર્મા અને શુભમન ગીલે પ્રથમ વિકેટ માટે 74 રન જોડ્યા હતા, જ્યારે શુભમન ગિલ અને ચેતેશ્વર પુજારાએ બીજી વિકેટ માટે 113 રનની ભાગીદારી કરી હતી.

5/5
image

ગિલ અને વિરાટ કોહલીએ ત્રીજી વિકેટ માટે 58 રન, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ ચોથી વિકેટ માટે 64 રન અને વિરાટ કોહલી અને કેએસ ભરતે પાંચમી વિકેટ માટે 84 રન ઉમેર્યા હતા.