સિક્કિમ: ભારતીય સેનાનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન, 150 જેટલા પ્રવાસીઓને બચાવ્યાં, જુઓ PHOTOS
સાહસ, બહાદુરી અને શૌર્ય ઈન્ડિયન આર્મીનું બીજું નામ છે. ભારતીય સેનાએ ફરી એક વાર દિલધડક રેસ્ક્યુ આપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું. ભારતીય સૈન્યએ સિક્કિમની ભારે બરફવર્ષામાં ફસાયેલા 150 જેટલા પ્રવાસીઓને બચાવ્યા હતા.
આર્મીના જવાનો રેસ્ક્યુ કામગીરી શરૂ કરી તમામ સુધી પહોંચ્યા હતા અને બચાવ્યા હતા.
નોર્થ સિક્કીમમાં ભારે હિમવર્ષા થતા પ્રવાસીઓ ફસાયા હતા. પ્રવાસીઓના લોકપ્રિય સ્થળ પર બે કલાકમાં થયેલી ભારે હિમવર્ષાને કારણે પ્રવાસીઓ સંપર્કવિહોણા થયા હતા.
આર્મીના જવાનોએ તાણવાળા વિસ્તારોમાં પ્રવાસીઓને શોધવા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ હતું. તમામ પ્રવાસીઓને બચાવ્યા બાદ આર્મી કેમ્પ પર લાવવામાં આવ્યા અને ત્યાર બાદ તેઓને તબીબી સારવાર પૂરી પાડવામાં આવી હતી.
ક્વિક રિએક્શન ટીમે તમામ પ્રવાસીઓને સહિસલામત સ્થળ પર ખસેડ્યા હતા. પ્રવાસીઓમાં વૃદ્ધ, બાળકો પણ હતા.
ભારે બરફને કારણે ઘણા પ્રવાસીઓને શ્વાસ લેવાની તકલીફ પડી હતી, પરંતુ તેઓને તાત્કાલિક તબીબી સેવા આપવામાં આવી હતી. આર્મીનું આ ઓપરેશન મોડી રાત સુધી ચાલ્યું હતું.
આર્મીનું આ બીજું ઓપરેશન હતું જેમાં તેઓએ હિમવર્ષામાં ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા. 28 ડિસેમ્બરના રોજ 3000 જેટલા પ્રવાસીઓને બચાવવામાં આવ્યા હતા.
Trending Photos