Beauti Queen: ભારતના ઈતિહાસની 7 રમણીય રાજકુમારીઓ, જેમની સુંદરતા સામે વિશ્વસુંદરીઓ પણ પડે ફિક્કી
ભારતમાં અનેક રાજકુમારીઓ અને રાણીઓ થઈ ગઈ. જેની સુંદરતાથી દુનિયાભરના રાજવીઓ પણ કાયલ હતા. ત્યારે આ આર્ટિકલમાં આવત કરીશું એવી જ ભારતીય રાજકુમારીઓ વિશે. જેમની સુંદરતા સામે ભલભલી સુંદરીઓ પણ ભરે છે પાણી.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતનો ઈતિહાસ રાજવી પરિવારોના વૈભવશાળી જીવન અને સુંદરતાઓની કથાઓથી પરિપૂર્ણ છે. આ શાહી પરિવારોની રમણીય રાજકુમારીઓની લાંબી યાદી છે. જેમાંથી અમે તમને 7 સૌથી સુંદર રાજકુમારીઓ વિશે જણાવી રહ્યા છીએ. જોકે, તેમની સુંદરતાની સાથો-સાથ તેમના સાહસની કહાની પણ એટલી જ પ્રખ્યાત છે. તેમને ભારત જ નહીં પણ દુનિયાના યુદ્ધ ઈતિહાસમાં મહાનત્મ સ્થાન પણ પ્રાપ્ત થયેલ છે.
રાણી લક્ષ્મીબાઈ:
ઝાંસીના રાણીના નામથી જાણીતા રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર 1828માં વારાણસીમાં થયો હતો. તેમના પિતા મોરોપંત તાંબે અને માતા ભાગીરથી સાપરે હતા. તેમનું બાળપણનું નામ મનુ અને છબીલી હતું. તેમને શાસ્ત્રની શિક્ષાની સાથે શસ્ત્રોના શિક્ષણમાં રૂચિ હતી. તેમના લગ્ન ઝાંસીના મહારાજ ગંગાધર રાવ સાથે થયા. તે 1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામના વીરાંગના છે. 23 વર્ષની ઉંમરમાં અંગ્રેજ સેના સામે લડતાં તે યુદ્ધ ભૂમિમાં વીર ગતિને ભેટ્યા.
રાણી પદ્મિની:
રાણી પદ્મિની ચિતોડના રાજા રતનસિંહની રાણી હતી. ઈતિહાસકાર તેમનું અસ્તિત્વ મલિક મુહમ્મદ ઝાયસીન મહાકાવ્ય પદ્માવતના આધાર પર માને છે. પદ્માવતના અનુસાર તેના પિતા સિંહલ દ્વીપના રાજા ગંધર્વ સેન અને માતા રાણી ચંપાવતી હતા. રાણી પદ્મિની એટલી ખૂબસૂરત હતી કે એક દિવસ દિલ્લીના સુલ્તાન અલાઉદ્દીન ખિલજીની ખરાબ નજર તેમના પર પડી. અલાઉદ્દીન કોઈપણ ભોગે રાણી પદ્મિનીને હાંસલ કરવા માગતો હતો. જેના કારણે તેણે ચિતોડ પર હુમલો કરી દીધો. રાણી પદ્મિનીએ આગમાં કૂદીને જીવ આપી દીધો. પરંતુ પોતાની આન-બાન પર આંચ આવવા દીધી નહીં. આ ઘટના ઈતિહાસમાં રાણીના જૌહર તરીકે નોંધાયેલી છે.
વિજયા દેવી:
28 ઓગસ્ટ 1922માં જન્મેલી વિજયા દેવી યુવરાજ કાંતેરાવ નરસિંહા રાજા બડિયારની મોટી પુત્રી હતી. તે કર્ણાટક સંગીત, નૃત્ય અને વીણા વાદનમાં નિપુણ હતી. 1941માં કોટડા સાંગાણીના ઠાકોર સાહેબ સાથે તેમના લગ્ન થયા. તે ઈન્ટરનેશનલ મ્યૂઝિક એન્ડ આર્ટ્સ સોસાયટીના સંસ્થાપક અને અધ્યક્ષ હતા. 8 ડિસેમ્બર 2005માં બેંગલોરની એક ખાનગી હોસ્પિટલમાં તેમનું અવસાન થયું.
સીતા દેવી :
સીતા દેવી પીતમપુરાના મહારાજ રાજા રાવ વેંકટ કુમારા મહાપતિ સૂર્ય રાઉ અને રાણી ચિન્નામ્બાની પુત્રી હતી. તેમના પહેલા લગ્ન વાયુરુના જમીનદાર અપ્પારાવ બહાદુર સાથે થયા હતા. જેના કારણે તે 3 બાળકોની માતા બન્યા હતા. 1948માં મદ્રાસમાં ઘોડાદોડમાં તેમની મુલાકાત પ્રતાપ સિંહ ગાયકવાડ સાથે થઈ. જે તે સમયે દુનિયાના આઠમા સૌથી અમીર માણસ હતા. બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા. પોતાના પહેલા લગ્ન તોડવા માટે કાયદાની સલાહથી સીતા દેવીએ ઈસ્લામ ધર્મ અપનાવી લીધો અને પ્રતાપ સિંહ ગાયકવાડ સાથે લગ્ન કરી લીધા. જેનાથી તેમને એક પુત્ર થયો જેનું નામ સયાજી રાવ ગાયકવાડ હતું. 1956માં સીતા દેવીએ ગાયકવાડને છૂટાછેડા આપી દીધા અને લંડન ચાલ્યા ગયા. 1989માં સીતા દેવીનું અવસાન થઈ ગયું.
નિલોફર:
નિલોફર: તુર્કીના ઓટ્ટોમન રાજસી વંશની છેલ્લી રાજકુમારી નિલોફરને સુંદરતાની દેવી પણ કહેવામાં આવતી હતી. તેનો જન્મ 4 જાન્યુઆરી 1916માં તુર્કીની રાજધાની ઈસ્તંબુલમાં થયો હતો. નિલોફરના જન્મના સમયે તુર્કીનો રાજપરિવાર છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો અને તેમનું સામ્રાજ્ય ખતમ થવા લાગ્યું હતું. માત્ર બે વર્ષની ઉંમરમાં નિલોફરે પોતાના પિતાને ગુમાવી દીધા. સાત વર્ષની ઉંમરમાં તે પોતાની માતાની સાથે તુર્કી છોડીને ફ્રાંસમાં જીવન પસાર કરવા લાગી. નિલોફરે પોતાના જીવનમાં અનેક ઉતાર-ચઢાવ જોયા. પરંતુ નિલોફર નસીબની બળવાન હતી અને દુનિયાના સૌથી ધની રાજ પરિવાર હૈદરાબાદ નિઝામની વહુ બની. હૈદરાબાદના છેલ્લા નિઝામે પોતાના બીજા પુત્ર આઝમ ઝેહની સાથે લગ્ન માટે નિલોફરને પસંદ કરી. વર્ષ 1931માં નિલોફર હૈદરાબાદ આવી ગઈ. કહેવામાં આવતું હતું કે નિલોફર માત્ર સુંદર જ ન હતી. પરંતુ તેનામાં ગજબનું આકર્ષણ હતું.
----
નિલોફર ફેશન દીવા બની ગઈ: નિલોફર રાજસી પરિવારની સાથે ફેશન દીવા હતી. તેની પહેરેલી સાડીની તસવીરો ન્યૂયોર્ક ફેશન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં લાગેલી છે. નિલોફરની સાડીઓ બનાવવાનું કામ ફ્રાંસની એક મોટી ફેશન ફર્મ કરતી હતી. પરંતુ એક સમય એવો આવ્યો કે તેણે સાડી છોડીને પશ્વિમી પોશાક પહેરવાનું શરૂ કરી દીધું. 1948માં જ્યારે હૈદરાબાદને ભારતમાં ભેળવી દેવામાં આવ્યું. ત્યારે નિલોફર તે સમયે ફ્રાંસની યાત્રા પર હતી અને પેરિસમાં જ રહી ગઈ. નિલોફર જ્યારે ફ્રાંસથી હૈદરાબાદ પાછી ફરી નહીં ત્યારે તેના પતિએ બીજા લગ્ન કરી લીધા. વર્ષ 1952માં તેણે છૂટાછેડા લઈ લીધા. જેમાં તેને બહુ મોટી રકમ મહેર તરીકે મળી આ રકમનો મોટો ભાગ તેણે હૈદરાબાદમાં મહિલાઓ અને બાળકો માટે એક હોસ્પિટલ બનાવવામાં આપ્યો.
---
નિલોફર હતી દુનિયાની ટોપ ટેન ખૂબસૂરત મહિલા: નિલોફર પોતાના સમયની સુંદર મહિલાઓમાંથી એક હતી. અનેક વર્લ્ડ મેગેઝીને તો તેને દુનિયાની 10 ખૂબસૂરત મહિલાઓમાં તેની પસંદગી કરી. પોતાના પતિને છૂટાછેડા આપ્યા પછી તે ફ્રાંસમાં પોતાની માતા સાથે રહેવા લાગી. આ દરમિયાન નિલોફરને હોલિવુડમાંથી અનેક ફિલ્મોની ઓફર પણ મળી. પરંતુ તેણે તેને ફગાવી દીધી. થોડાક સમય પછી તેણે એક અમેરિકી યુવક એડવર્ડ પોપ સાથે લગ્ન કરી લીધા. વર્ષ 1989માં રાજકુમારી નિલોફરનું નિધન થયું.
મહારાણી મેહતાબ કૌર:
1782માં જન્મેલી મેહતાબ કૌર ગુરુબખ્શ સિંહ કન્હૈયા અને સાદા કૌરની પુત્રી હતી. તે શીખ સામ્રાજ્યના સંસ્થાપક મહારાજા રણજીત સિંહના પહેલા પત્ની હતા. તેમના ત્રણ પુત્ર હતા - શેર સિંહ, તારા સિંહ અને ઈશર સિંહ. 1841થી 1843 સુધી શીખ સામ્રાજ્યના સંસ્થાપક રહ્યા. મહારાણી મેહતાબનું અવસાન 1813માં અમૃતસરમાં થયું.
ઈન્દિરા રાજે:
ઈન્દિરા રાજે વડોદરાના રાજકુમારી હતા. તેમનો જન્મ 19 ફેબ્રુઆરી 1892માં થયો હતો. તેમના પિતા સયાજી ગાયકવાડ અને માતા મહારાણી ચિમની બાઈ હતા. તેમના લગ્ન કૂચ બિહારના રાજકુમાર જિતેન્દ્ર નારાયણ સાથે થયા હતા. જેમને તે દિલ્લી દરબારમાં મળી હતી. જિતેન્દ્ર નારાયણ સાથે લગ્ન કરવા માટે તેમણે ગ્વાલિયરના મહારાજા માધો રાવ સિંધિયા સાથેની સગાઈ તોડી નાંખી હતી. તેમણે 18 વર્ષની ઉંમરમાં આ સાહસિક પગલું ઉઠાવ્યું હતું. સગાઈ તૂટ્યા પછી તેમના માતા-પિતાએ તેમને ભારત છોડીને લંડન જઈને જિતેન્દ્ર નારાયણ સાથે લગ્ન કરવાની અનુમતિ આપી દીધી. તેમણે પોતાના જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો. મહારાણી ગાયત્રી દેવી તેમના પુત્રી હતા. ઈન્દિરા રાજેએ પોતાના જીવનનો અંતિમ સમય મુંબઈમાં પસાર કર્યો. સપ્ટેમ્બર 1968માં તેમનું નિધન થયું.
Trending Photos