IPL Auction 2019: જાણો કઈ ટીમ પાસે વધ્યા છે કેટલા પૈસા, કોણ ખરીદી શકે છે કેટલા ખેલાડી?

આવતીકાલે (18 ડિસેમ્બર) આઈપીએલની 12મી સીઝન માટે ખેલાડીઓની હરાજી થવાની છે. મંગળવારે જયપુરમાં ખેલાડીઓની બોલી લાગશે. મંગળવારે આ હરાજી જયપુરમાં થવાની છે. આ દરમિયાન કુલ 346 ખેલાડીઓના ભાગ્યનો નિર્ણય થશે, જેમાં 226 ખેલાડીઓ ભારતીય છે. 9 ખેલાડીઓએ તેની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા રાખી છે. તેમાં ઈંગ્લેન્ડનો સેમ કરન અને ક્રિસ વોક્સ, શ્રીલંકાનો લસિથ મલિંગા અને એન્જેલો મેથ્યુઝ, ન્યૂઝીલેન્ડનો બ્રેન્ડન મેક્કુલમ અને કોરી એન્ડરસન, ઓસ્ટ્રેલિયાના ડાર્સી શોર્ટ અને શોન માર્થ તથા દક્ષિણ આફ્રિકાના કોલિન ઇંન્ગ્રામ જેવા ખેલાડીઓ સામેલ છે. આઈપીએલમાં પોતાની ટીમને મજબૂત બનાવવા માટે ફ્રેન્ચાઇઝી મંથન કરવા લાગી હશે. તમામ ટીમ મોટા ખેલાડીઓને તેની સાથે જોડવા માટે જોર લગાવશે. અમે તમને જણાવી રહ્યાં છીએ કે, તમામ ટીમો પાસે કેટલા રૂપિયા બાકી છે અને કઈ ટીમની પાસે કેટલા ખેલાડીઓને ખરીદવાની લિમિટ છે. 


 

આઈપીએલની આગામી સિઝન માટે દિલ્હી ડેયરડેવિલ્સ ટીમે તેનું નામ બદલીને દિલ્હી કેપિટલ્સ કર્યું છે. 

દિલ્હી કેપિટલ્સ

1/8
image

રિટેન ખેલાડીઃ શ્રેયસ અય્યર, ઋષભ પંત, પૃત્વી શો, અમિત મિશ્રા, આવેશ ખાન, હર્ષલ પટેલ, રાહુલ તેવતિયા,  જયંત યાદવ, મંજૂત કાલરા, કોલિન મુનરો, ક્રિસ મોરિસ, કેગિસો રબાડા, સંદીપ લમિછાને, ટ્રેન્ટ બોલ્ટ. 

બાહર થયેલા ખેલાડીઃ ગૌતમ ગંભીર, ગ્લેન મેક્સવેલ, જેસન રોય, જુનિયર ડાલા, લિયામ પ્લેન્કેટ, મોહમ્મદ  શમી, સાયન ઘોષ, ડેનિયલ ક્રિસ્ટિયન, ગુરકિરત સિંહ માન, નમન ઓઝા. 

ટ્રાન્સફરઃ પોતાના ત્રણ ખેલાડી અભિશેષ શર્મા, વિજય શંકર અને શાહબાઝ નદીમને હૈદરાબાદ ટ્રાન્સફર કર્યા. તેના  બદલે શિખર ધવનને ટીમમાં લીધો. 

બાકી રહેલ સ્લોટઃ 7 ભારતીય અને ત્રણ વિદેશી ખેલાડી. 

બાકી રહેલ સેલેરી કેપઃ 25.50 કરોડ રૂપિયા. 

કોલકત્તા નાઇટ રાઇડર્સ

2/8
image

રિટેન ખેલાડીઃ દિનેશ કાર્તિક, રોબિન ઉથપ્પા, ક્રિસ લિન, શુભમન ગિલ, નીતીષ રાણા, રિન્કુ સિંહ, આન્દ્રે રસેલ,  સુનીલ નરેન, શિવમ માવી, કુલદીપ યાદવ, પિયુષ ચાવલા, કમલેશ નાગરકોટી, પ્રસિદ્ધ કૃષ્ણા. 

બાહર થયેલા ખેલાડીઃ મિશેલ સ્ટાર્ક, મિશેલ જોનસન, ટોમ કુરેન, કેમરન ડેલપોર્ટ, જેવન સિયરલેસ, ઈશાંક  જગ્ગી, અપૂર્વ વાનખેડે, વિનય કુમાર. 

બાકી રહેલ સ્લોટઃ 7 ભારતીય અને 5 વિદેશી ખેલાડી. 

બાકી રહેલ સેલેરી કેપઃ 15.20 કરોડ રૂપિયા.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર

3/8
image

રિટેન ખેલાડીઃ વિરાટ કોહલી, એ.બી. ડિવિલિયર્સ, પાર્થિવ પટેલ, યુજવેન્દ્ર ચહલ, વોશિંગટન સુંદર, પવન નેગી,  નાથન કોલ્ટર, મોઈન અલી, મોહમ્મદ સિરાઝ, કોલિન ડી ગ્રેન્ડહોમ, ટિમ સાઉદી, ઉમેશ યાદવ, નવદીપ સૈની,  કુલવંત ખેજોલિયા. 

બાહર થયેલા ખેલાડીઃ બ્રેન્ડન મેક્કુલમ, કેરી એન્ડરસન, મનદીપ સિંહ, ક્રિસ વોક્સ, સરફરાઝ ખાન. 

ટ્રાન્સફરઃ મંદિપ સિંહને બેંગલુરુમાં ટ્રાન્સફર કર્યો. તેના બદલે માર્ક્સચ સ્ટેઈનિસને લીધો. બેંગલુરુના ક્વિન્ટન ડી.  કોકને મુંબઈની ટીમમાં સામેલ કરાયો. 

બાકી રહેલ સ્લોટઃ આઠ ભારતીય અને બે વિદેશી ખેલાડી. 

બાકી રહેલ સેલેરી કેપઃ 18.15 કરોડ રૂપિયા. 

કિંગ્સ ઇલેવન પંજાબ

4/8
image

રિટેન ખેલાડીઃ લોકેશ રાહુલ, ક્રિસ ગેલ, એન્ડ્ર્યૂ ટાઈ, મંયક અગ્રવાલ, અંકિત રાજપૂત, મજીબ-ઉર-રહેમાન, કરૂણ  નાયર, ડેવિલ મિલર અને રવિચંદ્રન અશ્વિન.

બાહર થયેલા ખેલાડીઃ યુવરાજ સિંહ, આરોન ફિન્ચ, અક્ષર પટેલ, મોહિત શર્મા, બરિંદર સરન, બેન દ્વારશૂસ,  મનોજ તિવારી, અક્ષદીપ નાથ, પ્રદીપ સાહુ, મયંક ડાગર અને મંજૂર ડાર. 

ટ્રાન્સફરઃ માર્કસ સ્ટોઈનિસને બેંગલુરમાં ટ્રાન્સફર કર્યો. બદલામાં મંદીપ સિંહને પોતાની ટીમમાં સામેલ કર્યો.  

બાકી રહેલ સ્લોટઃ 11 ભારતીય અને ચાર વિદેશી ખેલાડી. 

બાકી રહેલ સેલેરી કેપઃ 36.20 કરોડ રૂપિયા. 

સનરાઇઝર્સ હૈદરાબાદ

5/8
image

રિટેન ખેલાડીઃ ડોવિડ વોર્નર, કેન વિલિયમસન, રાશિદ ખાન, શાકિબ અલ હસન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ  નબી, બસિલ થમ્પી, દીપક હુડ્ડા, મનીષ પાંડે, રિકી ભુઈ, સંદીપ શર્મા, સિદ્ધાર્થ કૌલ, શ્રીવત્સ ગોસ્વામી, ખલીલ  અહેમદ, યુસુફ પઠાણ, બિલી સ્ટેનલેક.

બાહર થયેલા ખેલાડીઃ રિદ્ધિમાન સાહા, ક્રિસ જોર્ડન, કાલ્રોસ બ્રેથવેઈટ, એલેક્સ હેલ્સ, બિપુલ શર્મા, મેંહદી હસન,  સચિન બેબી, તન્મય અગ્રવાલ. 

ટ્રાન્સફરઃ શિખર ધવનને દિલ્હી ટ્રાન્સફર કરાયો. તેના બદલે દિલ્હીના ત્રણ કેલાડી અભિશેષ શર્મા, વિજય શંકર,  શાહબાઝ નદીમને ટીમમાં સામેલ કરાયા. 

બાકી રહેલ સ્લોટઃ 3 ભારતીય અને બે વિદેશી ખેલાડી. 

બાકી રહેલ સેલેરી કેપઃ 9.70 કરોડ રૂપિયા. 

રાજસ્થાન રોયલ્સઃ

6/8
image

રિટેન ખેલાડીઃ અજિંક્ય રહાણે, બેન સ્ટોક્સ, જોસ બટલર, સ્ટીવ સ્મિથ, જોફરા આર્ચર, ઈશ સોઢી, કૃષ્ણપ્પા  ગૌતમ, સંજુ સેમસન, શ્રેયસ ગોપાલ, આર્યમન બિડલા, એસ મિથુન, પ્રશાંત ચોપડા, સ્ટુઅર્ટ બિન્ની, રાહુલ  ત્રિપાઠી, ધવલ કુલકર્ણી અને મહિપાલ તોમર. 

બાહર થયેલા ખેલાડીઃ જયદેવ ઉનડકટ, ડિઆર્સી શોર્ટ, બેન લોફલિન, હેનરિક ક્લાસેન, ડેન પેટરસન, જહીર ખાન,  દુષ્મંથા ચમીરા, અનુરીત સિંહ, અંકિત શર્મા, જતિન સક્સેના.

બાકી રહેલ સ્લોટઃ 6 ભારતીય અને ત્રણ વિદેશી ખેલાડી

બાકી રહેલ સેલેરી કેપઃ 20.95 કરોડ રૂપિયા

મુંબઈ ઈન્ડિયન્સ

7/8
image

રિટેન ખેલાડીઃ રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ઈશાન કિશન, આદિત્ય તારે, અનુકુલ  રોય, સૂર્યકુમાર યાદવ, મયંક મારકંડે, રાહુલ ચાહર, કિરોન પોલાર્ડ, મિશેલ મેક્લિંઘન, એવિન લુઈસ, બેન કટિંગ,  જેસન બેહર્નડોર્ફ, સિદ્ધેશ લોડ, ક્વિન્ટન ડિ. કોક અને એડમ મિલને. 

બાહર થયેલા ખેલાડીઃ જે.પી. ડુમિની, પેટ કમિન્સ, મુસ્તફિઝુર રહેમાન, અકિલા ધનંજય, સૌરભ તિવારી, પ્રદીપ  સાંગવાન, શરદ લુંબા, તજિંદર સિંહ ઢિલ્લોં, મોહસિન ખાન, એમ.ડી નિદ્ધેશ

ટ્રેડઃ ક્વિન્ટન ડિકોક (આરસીબી)

બાલી રહેલા સ્લોટઃ 6 ભારતીય અને એક વિદેશી ખેલાડી. 

બાકી રહેલ સેલેરી કેપઃ 11.15 કરોડ રૂપિયા. 

ચેન્નઈ સુપર કિંગ્સ

8/8
image

રિટેન ખેલાડીઃ એમ.એસ. ધોની, સુરેશ રૈના, ફાફ ડૂ-પ્લેસિસ, મુરલી વિજય, રવિન્દ્ર જાડેજા, સેમ બિલિંગ્સ, મિશેલ  સેન્ટનર, ડેવિડ વિલે, ડ્વેન બ્રાવો, શેન વોટ્સન, લુનગી એનગિડી, ઈમરાન તાહિર, કેદાર જાધવ, અંબાતી  રાયડુ, હરભજન સિંહ, દીપક ચાહર, કે.એમ. આસિફ, કર્ણ શર્મા, ધ્રુવ શૈરી, એન. જગદીશન, શાર્દુલ ઠાકુર, મોનુ  કુમાર, ચૈતન્ય બિશ્નોઈ. 

બાહર થયેલા ખેલાડીઃ માર્ક વૂડ, કનિષ્ક સેઠ, ક્ષિતિજ શર્મા

બાકી રહેલા સ્લોટઃ 2 ભારતીય અને એકપણ વિદેશી ખેલાડી નહીં. 

બાકી રહેલી સેલેરી કેપઃ 8.40 કરોડ રૂપિયા.