Second wave News

ગુજરાતમાં કોરોના સંપૂર્ણ રીતે કન્ટ્રોલમાં આવ્યો હોવાનો મુખ્યમંત્રી રૂપાણીનો દાવો
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સાયન્સ સિટીમાં બનેલી રહેલ એક્વેરિયમ પાર્ક અને મહાત્મા મંદિર ખાતે બની રહેલી કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જોકે, સાથે જ તેમણે ગુજરાતમાં કોરોના સંપૂર્ણ રીતે કન્ટ્રોલમાં આવ્યો હોવાનો દાવો કર્યો. તેમજ મહાત્મા મંદિર ખાતે શરૂ થનારી કોવિડ હોસ્પિટલ હાલ શરૂ નહિ થાય તેવું જણાવ્યું. સાથે જ તેમણે કહ્યું કે, ત્રીજા વેવનો એક્શન પ્લાન સરકાર બનાવીને જાહેર કરશે. બીજા વેવમાંથી અનુભવને આધારે એક્શન પ્લાન ઘડવામાં આવશે. રાજ્યમાં ૩૦૦ ટન ઓક્સિજન પ્લાન્ટ લગાડવાની તૈયારી કરવામાં આવી રહી છે. હવામાંથી સીધી જ રીતે ઓક્સિજન મેળવી શકાય એ માટેનો આ પ્લાન્ટ હશે. 
May 29,2021, 12:47 PM IST

Trending news