અઢળક સંપત્તિના માલિક છે Mukesh Ambaniના ત્રણેય વેવાઈ, જાણો કોણ છે સૌથી વધુ અમીર

Mukesh Ambani: વિશ્વના 9માં સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની સંપત્તિમાં વધારો થયો છે. ફોર્બ્સની યાદી અનુસાર મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 82.6 અરબ ડોલર સુધી પહોંચી ગઈ છે. મુકેશ અંબાણી અને અંબાણી પરિવારના સભ્યો સતત ચર્ચામાં હોય છે જો કે માત્ર મુકેશ અંબાણી જ પરંતુ તેના વેવાઈ પણ અંબાણી જેવો જ દબદબો અને સંપત્તિ ધરાવે છે. મુકેશ અંબાણીના વેવાઈ દેશના જાણીતા ઉદ્યોગપતિઓ છે. તો ચાલો જાણીએ કે રસેલ મહેતા, અજય પીરામલ અને વીરેન મર્ચન્ટમાંથી કોણ સૌથી વધુ અમીર છે. 

અજય પીરામલ

1/3
image

ઈશા અંબાણીએ 12 ડિસેમ્બર 2018ના રોજ આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા હતા. થોડા મહિના પહેલા જ તેઓ ટ્વીન્સ બાળકોના માતા-પિતા બન્યા છે. ઈશા અંબાણીના સસરા અને આનંદ પીરામલના પિતાનું નામ અજય પીરામલ છે. ફોર્બ્સની યાદી અનુસાર અજય પીરામલની કુલ સંપત્તિ 24,825 કરોડ રૂપિયા છે.

રસેલ મહેતા

2/3
image

આકાશ અંબાણીએ 2019માં શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્ર છે જેનું નામ પૃથ્વી અંબાણી છે. શ્લોકા મહેતાના પિતાનું નામ રસેલ મહેતા છે. રસેલ દેશના ટોચના ડાયમન્ડના ઉદ્યોગપતિ છે. તેઓ રોઝી બ્લુ કંપનીના એમડી છે. રસેલ મહેતાની કુલ સંપત્તિ 3000 કરોડ રૂપિયાની આસપાસ છે. તેમની કંપનીનો બિઝનેસ 12 દેશોમાં ફેલાયેલો છે.

વિરેન મર્ચન્ટ

3/3
image

19 જાન્યુઆરી 2023 ના રોજ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી. રાધિકા મર્ચન્ટના પિતાનું નામ વિરેન મર્ચન્ટ છે. તેઓ એનકોર હેલ્થકેર કંપનીના સીઈઓ છે. તેમની કુલ સંપત્તિ 755 કરોડ રૂપિયા છે.