Ishaan Kishan ની ગર્લફ્રેન્ડ છે બોલ્ડ અને બ્યૂટીફૂલ, જીતી ચૂકી છે સુપર નેચરલનું ટાઈટલ

ઝી બ્યૂરો, અમદાવાદઃ ઈંગ્લેન્ડ સામે પોતાની ડેબ્યુ મેચમાં તોફાની બેટિંગથી ભારતને જીત અપાવનારા ઈશાન કિશનનું નામ ઘણા સમયથી મોડલ અદિતિ હુડિયા સાથે જોડવામાં આવી રહ્યું છે.

ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ છે અદિતિ:

1/5
image

ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમ સામે પોતાની ડેબ્યુ મેચમાં જ અર્ધસદી ફટકારીને ટીમ ઈન્ડિયાને બીજી ટી-20માં જીત અપનાવાર ઈશાન કિશનનું નામ ઘણા સમયથી મોડલ અદિતિ હુંડિયા સાથે જાડાયેલું છે. અદિતિ પણ અવારનવાર ઈશાન કિશનના વખાણ કરતી જોવા મળી છે.

ક્યૂટ અંદાજમાં ઈશાનને આપી હતી શુભેચ્છા:

2/5
image

ઈંગ્લેન્ડ સામે બીજી ટી-20 મેચથી ડેબ્યુ કરનારા ઈશાનને અદિતિએ ખાસ અંદાજમાં શુભેચ્છા આપી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતાં લખ્યું હતું કે મુબારક હો મેરે ક્યૂટી.

આઈપીએલથી ચર્ચામાં આવી અદિતિ:

3/5
image

15 જાન્યુઆરી 1997માં રાજસ્થાનના જયપુરમાં જન્મેલી અદિતિ 2019ની આઈપીએલ ફાઈનલ દરમિયાન ચર્ચામાં આવી. જ્યારે મુંબઈએ ચેન્નઈને હરાવીને ટાઈટલ જીત્યું હતું. તેના પછી ઈશાનનુ નામ અદિતિ સાથે જોડાવા લાગ્યું.

ફેમિના મિસ ઈન્ડિયા રાજસ્થાન બની ચૂકી છે:

4/5
image

અદિતિએ પોતાની મોડલિંગ કારકિર્દીની શરૂઆત 2016માં એલિટ મિસ રાજસ્થાનથી કરી હતી. જેમાં તે રનર  અપ રહી હતી. તેના પછી તેણે ફેમિના મિસ ઈન્ડિયા રાજસ્થાનનું ટાઈટલ પોતાના નામે કર્યું. તે વર્ષે તે ફેમિના મિસ ઈન્ડિયા 2017માં ટોપ-15માં રહી.

2018માં જીતી ચૂકી છે મિસ સુપર નેચરલ:

5/5
image

અદિતિએ 2018માં મિસ સુપર નેચરલનું ટાઈટલ જીત્યું. તેના પછી તેને મિસ યુનિવર્સ 2018 પેઝેન્ટમાં ભાગ લેવાની તક મળી.