ભારે પવન અને વરસાદથી ગિરનાર પરિક્રમાવાસીઓ અટવાયા, આમ-તેમ દોડ્યા ભક્તો
Junagadh News : ગુજરાતમાં કમોસમી વરસાદના આગમથી ચોમેર વરસાદ છે. ત્યારે હાલ ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન ગિરનાર પર્વત પર હજારો ભક્તો વરસાદથી હેરાન-પરેશાન થયા છે. એક તો ઠંડી, ઉપરથી વરસાદ. આવામાં રોપ-વે પણ બંધ છે. હજુ ત્રણ લાખ લોકો પરિક્રમા રુટ પર પરિક્ર્મા કરી રહ્યા છે.
સમગ્ર જુનાગઢ જિલ્લામાં વરસાદ
જુનાગઢ શહેરમાં ફરી વરસાદ શરૂ થયો છે. વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ આવી પડ્યો છે. તો બીજી તરફ, ધારી, સાવરકુંડલા, રાજુલા, ખાંભા સહિતના તાલુકામાં કમોસમી વરસાદ આવ્યો છે. સાવરકુંડલા, ખાંભા સહિતના શહેરમાં પણ વહેલી સવારે કમોસમી વરસાદ ખાબક્યો છે.
કેશોદ તાલુકામાં વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો છે. અનેક ખેડુતોના ઘાસચારા પલળી ગયા છે. વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ ગળુ નજીક ખોરાસા ગામ અને આસપાસના વિસ્તારમા વરસાદ પડ્યો છે. જૂનાગઢ નજીકના વડાલ અને કાથરોટા ગામમાં પણ વરસાદ આવ્યો છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સવારથી જ મેઘરાજાએ વરસવાનું શરૂ કરતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી. ખેડૂતોએ બાબતે કરેલ કપાસ, ધાણા, જીરું, તુવેર સહિતના જે રવિ પાકો તેમજ પશુઓ માટે વાવેતર કરેલ મકાઈ, જુવાર વગેરે ઘાસચારો ભારે પવનને કારણે ઢળી પડતા ખેડૂતોમાં ભારે નિરાશા જોવા મળી છે. નવા રવિ પાક માટે વાવેતર કરેલા બિયારણો પણ નિષ્ફળ જવાની પણ ખેડૂતોમાં ભિતી સિવાય રહી છે જ્યારે અમુક વાવેતર કરેલા પાકમાં પણ પાણી ભરાવાને લીધે પાક બળી જવાની પણ ખેડૂતોને ચિંતા કરાવી રહી છે.
ખેડૂતોએ મંડળીઓ અને બેંકોમાંથી ધિરાણ લીધેલા હોય તે ધિરાણ ભરવાના પૈસા પણ પૂરતા પ્રમાણમાં ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે ત્યારે ધિરાણ માફ કરવાની પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે તેમજ વહેલી તકે નવા ધિરાણ આપવામાં આવે તેવી પણ ખેડૂતોની ઉગ્ર માંગ રહી. અગાઉ પણ કૃષિ મંત્રી દ્વારા નુકસાનીના સર્વે કરાયા છે તેની પણ હજુ સુધી કોઈ ખેડૂતને સહાય મળી નથી તેઓ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે.
Trending Photos