કેનેડામાં BABYMOON સેલિબ્રેટ કરી રહ્યો છે કપિલ શર્મા, તસવીરો વાઇરલ

હાસ્ય કલાકાર અને ફિલ્મ અભિનેતા કપિલ શર્માની પત્ની ગિન્ની ચતરથ પ્રેગ્નન્ટ છે અને કપિલ શર્મા જલ્દી પિતા બનવાના છે અને એમની પત્નીનું સ્વાસ્થય પણ ઘણું સારૂં છે. હાલમાં આ જોડી બેબીમૂન માટે કેનેડામાં છે અને તેની તસવીરો વાઇરલ થઈ રહી છે.

1/3
image

હાસ્ય કલાકાર અને ફિલ્મ અભિનેતા કપિલ શર્માની પત્ની ગિન્ની ચતરથ પ્રેગ્નન્ટ છે અને કપિલ શર્મા જલ્દી પિતા બનવાના છે અને એમની પત્નીનું સ્વાસ્થય પણ ઘણું સારૂં છે. હાલમાં આ જોડી બેબીમૂન માટે કેનેડામાં છે અને તેની તસવીરો વાઇરલ થઈ રહી છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહેલી તસવીરમાં ગિન્નીનો બેબી બંપ સ્પષ્ટ નજરે ચડે છે.

2/3
image

ગિની ડિસેમ્બરમાં પ્રથમ બાળકને જન્મ આપશે. કપિલના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો કપિલે હોલિવૂડ ફિલ્મ ‘એન્ગ્રી બર્ડ્સ 2’ના હિંદી વર્ઝનમાં અવાજ આપ્યો છે. આ ઉપરાંત કપિલનો શો ‘ધ કપિલ શર્મા’ ચાહકોમાં ઘણો જ લોકપ્રિય છે.

3/3
image

પત્ની ગિન્ની વિશે વાત કરતા કપિલે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે હંમેશા તે હોશમાં ડિસીઝન લેતી હોય છે. પોતાની અને ગિન્નીની પહેલી મુલાકાત અંગે કપિલે જણાવ્યું કે, ગિન્ની જાલંધરના એચએમવી કોલેજમાં અભ્યાસ કરતી હતી અને તેઓ એપીજે કોલેજમાં અભ્યાસ કરતા હતા. કપિલનાં પોકેટ મની માટે પ્લે ડાયરેક્શન ચાલુ કર્યું અને આ દરમિયાન એક ઓડિશનમાં 2005માં તેની મુલાકાત ગિન્ની સાથે થઇ હતી.  કપિલે પોતાના લગ્ન પછી મુંબઈ અને દિલ્હીમાં ભવ્ય રિસેપ્શન પાર્ટી આપી હતી.