વર્ષો જૂની છે ડાલ લેકમાં તરતી પોસ્ટ ઓફિસ, 2011માં મળ્યું આ નામ
આ પર્યટકોમાં પ્રસિદ્ધ છે, અહીના મુખ્ય આકર્ષણોમાંથી એક ડાલ લેક છે. જેની પોતાની પ્રાકૃતિક સુંદરતા પર્વતોની વચ્ચે પોતાનું એક અલગ સ્થાન ધરાવે છે
શ્રીનગર: દુનિયાની સૌથી મોટી પોસ્ટ સેવા ભારતમાં છે. પરંતુ શું તમે જાણો છો કે, ભારતમાં આજે પણ એક અસ્થાઇ પોસ્ટ ઓફિસ હાજર છે. જે પોતાનું કામ સારી રીતે કરી રહી છે. જમ્મૂ કાશ્મીર સર્વાધિક લોકપ્રિય અને સુંદર સ્થળમાંથી એક છે. આ પર્યટકોમાં પ્રસિદ્ધ છે. અહીના મુખ્ય આકર્ષણોમાંથી એક ડાલ લેક છે. જેની પોતાની પ્રાકૃતિક સુંદરતા પર્વતોની વચ્ચે પોતાનું એક અલગ સ્થાન ધરાવે છે.
ડાલ લેક પર ફ્લોટિંગ પોસ્ટ ઓફિસ
આજે અમે તેમને એક એવી પોસ્ટ ઓફિસ વિશે જણાવી રહ્યાં છે જે જાણીને તમે દંગ રહી જશો. અમે જે પોસ્ટ ઓફિસની વાત કરીએ છે તે ફ્લોટિંગ પોસ્ટ ઓફિસ છે જે કાશ્મીરના પ્રસિદ્ધ ડાલ લેક પર ઉપસ્થિત છે.
2011માં મળ્યું નામ
આમ તો આ અગ્રેજોના સમયથી પોસ્ટ ઓફિસ છે. પરંતુ આ પોસ્ટ ઓફિસને સ્થાઇ રૂપથી ઓગસ્ટ 2011માં ફ્લોટિંગ પોસ્ટ ઓફિસનું નામ મળ્યું છે. ત્યારથી આ દેશભરમાં પર્યટકોને આકર્ષિત કરે છે. જો કે, આ રાજ્યના પર્યટન માટે એક વરદાન છે. આ પોસ્ટ ઓફિસ એક વિશાળ બોટમાં બનાવવામાં આવી છે. જેને જોવા માટે લોકો દુર દુરથી આવે છે.
આ કારણથી પણ અલગ છે પોસ્ટ ઓફિસ
આ પોસ્ટ ઓફિસમાં તે બધા જ કામકાજ થયા છે, જે બીજી સામાન્ય પોસ્ટ ઓફિસમાં થયા છે. જોકે, આ પોસ્ટ ઓફિસ અન્ય પોસ્ટ ઓફિસથી થોડી અલગ છે. આ પોસ્ટ ઓફિસની ટપાલ સ્ટેમ્પ પર તારીખ તેમજ સરનામા સાથે નાવિકનો ફોટો હોય છે. પરંતુ તેને વર્ષ 2011માં નવું નામ ‘ફ્લોટિંગ પોસ્ટ ઓફિસ’ આપવામાં આવ્યું છે.
હાઉસબોટમાં પોસ્ટ ઓફિસ
ડાલ લેકના હાઉસ બોટમાં રોકાતા પર્યટકો અને ત્યાં ફરવા આવેલા પર્યટક તેમના મિત્રો-પરિવારજનોને પોસ્ટ મોકલવા માટે તેનો ઉપયોગ કરે છે. અહીં લોકો આ પોસ્ટ ઓફિસની બચત યોજનાઓનો લાભ પણ ઉઠાવે છે. તેમજ પોતાની મહેનતની કમાણી ભેગી કરે છે.
Trending Photos