હીટ સ્ટ્રોકની લાઈવ ઘટના કેમેરામાં કેદ થઈ, કેવી રીતે ગરમીમાં વ્યાકુળ થઈને યુવક ઢળી પડ્યો
Mehsana News મહેસાણા : અસહ્ય ગરમીને કારણે લોકો હીટ સ્ટ્રોકનો શિકાર બની રહ્યાં છે. ત્યારે મહેસાણામાં પાન પાર્લર પર પાણી લેવા આવેલો યુવક પાણી પીએ તે પહેલા જ ઢળી પડ્યો હતો. યુવકના તબિયત લથડ્યાની સમગ્ર ઘટના પાન પાર્લરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જે બહુ જ ભયાવહ બની રહી છે.
મહેસાણાના કડીમાં એક પાન પાર્લર પર બનેલી ઘટના સામે આવી છે. એક યુવક બાઇક લઇને પાણીની બોટલ લેવા આવ્યો હતો. પાર્લર સંચાલક પાણીની બોટલ લઈને આપે એ પહેલા યુવક નીચે પડી ગયો. જે બાદ તરર સ્થાનિક લોકોએ યુવકને પાણી છાંટતા 15-20 મિનિટમાં તબિયત સ્વસ્થ થઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી માં થઈ કેદ
અમદાવાદનાં ગરમીના દર્દી સતત વધી રહ્યાં છે. સોલા સિવિલ હોસ્પિટલના આસિ. આરએમઓ ડો.કિરણ ગોસ્વામીની માહિતી અનુસાર, ગત સપ્તાહે ૧૦૨૨૧ દર્દી ઓપીડીમાં નોંધાયા હતા. જે પૈકીના ૧૧૨૭ દર્દીને દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં હીટ સ્ટ્રોકના ૩ દર્દી સોલા સિવિલ ખાતે દાખલ છે. તો ડેન્ગ્યુના ૪૯ ટેસ્ટ કરાયા જે પૈકી ૮ પોઝિટિવ નોંધાયા છે. મેલેરીયાના ૧૫૫ ટેસ્ટ થયા અને ૧ પોઝીટીવ છે. ડાયેરીયાની બિમારીના ૩૮ દર્દીઓ નોંધાયા. દર્દીઓમાં મોટી ઉંમરના વડીલ અને બાળ દર્દીઓની સંખ્યા વધારે છે. રોજની ઓપીડીમાં ૧૦ ટકા હીટ સ્ટ્રોકના દર્દીઓ આવી રહ્યા છે.
ગરમીમા આ રીતે ધ્યાન રાખો
દિવસેને દિવસે વધતી જતી ગરમીના કારણે હાર્ટ એટેક, ડિહાઈડ્રેશનના કેસ વધી રહ્યાં છે. ગરમીમાં બેભાન થઈ જવું, હીટસ્ટ્રોક લાગવો, વોમેટિંગ સહિતના કેસ વધ્યા છે. અતિશય ગરમીને લોકો હવે સહન નથી કરી શક્તાં નથી. આ કાળઝાળ ગરમીમાં લોકો માટે બહાર નીકળવું મુશ્કેલીભર્યું બન્યું છે. તબીબોની સલાહ મુજબ, કામ વગર ગરમીમાં નીકળવાનું ટાળવું જોઈએ.
Trending Photos