mehsana

માતાના પ્રેમીએ કરી દીકરીની હત્યા, ફરવા લઈ જવાના બહાને સળગાવીને મારી નાંખી

મહેસાણા (Mehsana) બાયપાસ ખારી નદી નીચેથી યુવતીની લાશ મળવાનો મામલામાં હત્યારો પકડાયો છે. મહેસાણા પોલીસે 48 કલાકમાં હત્યા (murder) નો ભેદ ઉકેલી નાંખ્યો છે. જેમાં મૃતક યુવતીની માતાના પ્રેમીએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. માતાનો પ્રેમી યુવતીને ફરવાના બહાને લઈ ગયો હતો. જેના બાદ તેણે હત્યા કરીને તેની લાશ સળગાવી દીધી હતી. ત્યારે મહેસાણા પોલીસે ચાણસ્માથી હત્યારા (crime news) ની અટકાયત કરી છે.  

Dec 3, 2021, 02:27 PM IST

અમેરિકામાં રહેતા આધેડનું કરતૂત: યુવતીએ સંબંધ રાખવાની ના પાડતા અશ્લીલ ફોટા સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા

મૂળ મહેસાણાના આધેડ વ્યક્તિને અમદાવાદની યુવતી સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવ્યા બાદ યુવતીના ફોટા નીચે બીભસ્ત લખાણ લખ્યું હતું. આ અંગેની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાઇ હતી. જેના આધારે 10 વર્ષથી અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતા અને એક વર્ષ પહેલાં જ ભારત આવેલા આરોપી પંકજ પટેલની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે.

Dec 2, 2021, 06:38 PM IST

Gujarat માં ફરી આ ભયંકર બિમારીનો કેસ નોંધાતા ખળભળાટ, કોરોનાની બીજી વેવ વખતે મચાવ્યો હતો ભયંકર કહેર

મહેસાણા જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં મ્યુકર માઈકોસિસે કહેર મચાવ્યો હતો, હવે ફરીએકવાર મહેસાણા જિલ્લામાં મ્યુકર માઈક્રોસિસનો કેસ નોંધાતા ખળભળાટ મચ્યો છે.

Nov 24, 2021, 10:34 AM IST

મૂળ મહેસાણાના કમલેશ પટેલને ફ્લાઈટમાં કડવો અનુભવ: અમદાવાદથી અમેરિકા જતાં 8માંથી 7 બેગ ગુમ

કમલેશ પટેલે કડવા અનુભવ અંગે સોશિયલ મીડિયામાં બળાપો પણ ઠાલવ્યો છે. કિંમતી મત્તા સાથેની તેમની આ 7 બેગ ક્યારે મળશે તેની સામે મોટો પ્રશ્નાર્થ છે.

Nov 16, 2021, 10:44 AM IST

ટોક્યો પેરાઓલિમ્પિક વિજેતા ભાવિના પટેલનું માદરે વતનમાં ભવ્યાતિભવ્ય સ્વાગત, જુઓ તસવીરો

ટોક્યો પેરાઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મેળવી ગુજરાતની ભાવિના પટેલે ઇતિહાસ રચ્યો છે. ભાવિના પટેલ મૂળ વડનગર તાલુકાના સુંઢિયા ગામની વતની છે.

Nov 6, 2021, 05:48 PM IST

દિવાળી ટાણે જ ખેડૂતની દશા બેઠી! કડીની રંગપુરડા સીમમાં નર્મદા નહેરનું પાણી ડાંગરમાં ફરી વળ્યું

દિવાળીના પર્વમાં એક તરફ સૌ કોઈ તહેવારની ઉજવણી કરી રહ્યું છે. દિપ પ્રગટાવીને અજવાળું કરી રહ્યાં છે ત્યાં બીજી તરફ તંત્રને વાંકે ખેડૂતોના જીવનમાં અંધારું થયું છે. ખેડૂતના મોંઢે આવેલો અનાજનો કોળિયો છીનવાયો એવા ઘાટ ઘડાયા છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાની રંગપુરડા સીમમાં નર્મદા નહેરનું પાણી ડાંગરમાં ફરી વળતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Nov 2, 2021, 07:35 AM IST

Mehsana: દિકરીનું સગપણ જોઇ પરત ફરી રહેલા પરિવારને નડ્યો વિચિત્ર અકસ્માત, 2નાં ઘટના સ્થળે જ મોત

જિલ્લાના બુડાસણ ગામના એક પરિવારને નંદાસણ પાસે અકસ્માત નડતા કારના ડ્રાઇવર સહિત બે લોકોના મોત નિપજ્યાં છે. બુડાસણનો પરિવાર દીકરી માટે સગપણ જોઇને પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માતનો ભોગ બની હતી. બુડાસણનો પરિવાર દીકરી માટે સગપણ જોઇને પરત ફરી રહ્યા હતા. ત્યારે અચાનક સામેથી આવી રહેલી કારનું ટાયર ફાટતા પરિવારની ગાડી સાથે અથડાઇ હતી. જેમાં દીકરીની માતા અને કારના ડ્રાઇવરનું મોત નિપજ્યું હતું. અકસ્માત સમયે કારમાં પાંચ લોકો બેઠેલા હતા. 

Oct 29, 2021, 10:14 PM IST

દિવસે મજૂર અને રાત્રે ચોરી : મહેસાણા LCB એ 19 ચોરીને અંજામ આપતી ટોળકી પકડી પાડી 

દિવસે મજૂર અને રાત્રે ચોરી. મહેસાણા એલસીબી પોલીસે દાહોદમાં મજુરનો વેશ ધારણ કરીને રેકી કર્યા બાદ ચોરીને અંજામ આપતી ગેંગ પકડી છે. આ ગેંગ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મંદિર અને ઘરફોડ ચોરીને અંજામ આપી ચૂકી છે. મહેસાણા જિલ્લાની 11 મળી કુલ આ ટોળકીએ હાલમાં 19 ચોરી કર્યાની કબૂલાત કરી છે. મહેસાણા એલસીબી પોલીસને આ ટોળકીને પકડવા સતત 10 દિવસ સુધી દાહોદ વિસ્તારમાં વેશ બદલીને ફરવુ પડ્યું હતું. પોલીસે હાલમાં કાયદાના સંઘર્ષમાં રહેલા એક કિશોર સહિત 4 ચોરને ઝડપી લઈ રૂપિયા 2 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. 

Oct 13, 2021, 03:08 PM IST

નવા મુખ્યમંત્રીએ અધિકારીઓને કહ્યું, ‘અહીં વિકાસ સારો કરજો આ ગામ મારું સાસરું છે’

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) હાલ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યાં છે. ત્યારે તેમનો રમૂજી સ્વભાવ સામે આવી રહ્યો છે. મહેસાણા (Mehsana) માં આજે મુખ્યમંત્રીએ અધિકારીઓને મોજીલા અંદાજમાં ટકોર કરી હતી. સાલડી ગામમાં સન્માન સમારોહમાં તેમણે કહ્યું, અહીં વિકાસ સારો કરજો આ ગામ મારું સાસરું છે. 

Oct 8, 2021, 01:33 PM IST
Breaking News: Attack on police in Visnagar, Mehsana, watch video PT46S

અમને નગુણા લોકો બી મળ્યા જે કામ કરાવી જાય અને ઓળખતા ના હોય એવું વર્તન કરે: નીતિન પટેલ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી આજે કડી ખાતે પહોંચ્યા હતા. ત્યારે કડી ખાતે ભાગ્યોદય હોસ્પિટલમાં નીતિન પટેલે સર્વ રોગ નિદાન કેમ્પનું ઉદ્ઘાટન કર્યું હતું. જો કે, કડી ખાતે નીતિન પટેલનું ભવ્ય સ્વાગત કરાયું અને ત્યારબાદ ભવ્ય રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું

Sep 20, 2021, 04:01 PM IST
Sunday Special: Nitin Patel's Attack On Opponents PT7M20S
Sunday Special: superpowers came together to surround China PT5M

PM મોદીના જન્મદિવસની ઉજવણીમાં સવાયુ સાબિત થશે મહેસાણા, ક્યાંય નહિ થઈ હોય તેવી ઉજવણી થશે

પીએમ મોદી (PM Modi) નો આગામી 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ આવી રહ્યો છે. ત્યારે મહેસાણામાં પીએમ મોદીના જન્મદિવસની અલગ અંદાજમાં ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. મહેસાણા (Mehsana) ના એચએલ રાય ફાઉન્ડેશન અને રાજધાની ફાઉન્ડેશન દ્વારા પ્રધાનમંત્રીના 71 માં જન્મ દિવસ નિમિત્તે 71 ફૂટ ઊંચું અને 28 ફૂટ પહોળું સ્ટેચ્યુ તૈયાર કરવામાં આવી રહ્યું છે. 71 ફૂટ ઊંચા સ્ટેચ્યુ ફરતે પીએમ (Narendra Modi) ના જન્મ દિવસે 171 કપલ દ્વારા ભગવાન શ્રી રામની આરતી ઉતારવામાં આવશે. આ જ દિવસે આ બંને ફાઉન્ડેશન દ્વારા કોરોના મહામારીમાં અસહાય બનેલા પરિવારને મદદ રૂપ થવા એક એપ પણ લોન્ચ કરવામાં આવશે. સાથે જ 71 ગામમાં કૃષિ લક્ષી સાધનોનું પણ વિતરણ કરવામાં આવશે.

Sep 15, 2021, 11:52 AM IST

MAHESANA માં નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મહેસાણાનું પાણી પીધું છે એમ કોઇ હલાવી ન શકે

ગુજરાતના કાર્યકારી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ભાજપની કાર્યકારીની બેઠક પુર્ણ થતા જ સીધા મહેસાણા ખાતે પહોંચ્યા હતા. મહેસાણા ખાતે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા 62 કરોડના ખર્ચે બનેલા મહેસાણા- રાધનપુર રોડથી મોઢેરા રોડને જોડતા કમળ પથનું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ જાહેર સભા સંબોધી હતી. નીતિન પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, મને કોઇ કાઢી શકે તેમ નથી. જ્યાં સુધી હું લાખો લોકોનાં હૃદયમાં છું ત્યા સુધી મને કોઇ કાઢી શકે તેમ નથી. હું મહેસાણાનું પાણી પીધેલો અસલ પાટીદાર છું. એમ કોઇ મને કાઢી શકે તેમ નથી. 

Sep 12, 2021, 08:09 PM IST

ગુજરાતનું ગૌરવ વધારનાર ભાવિના પટેલનો Exclusive Interview, સરકારના સપોર્ટ વિશે કહી મોટી વાત

ટોકિયો પેરાલિમ્પિક (tokyo paralympics) માં મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કરનાર દીકરી ભાવિના પટેલ (bhavina patel) સાથે આપની ચેનલ ઝી 24 કલાકે ખાસ વાત કરી છે. દેશ માટે સિલ્વર મેડલ લાવનાર મહેસાણાના ભાવિના પટેલે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતના એક નાનકડા ગામથી આંતરરાષ્ટ્રીય સ્તરના રમતોત્સવ સુધી પહોંચવું એ ભાવિના માટે સરળ નહોતું. અનેક સંઘર્ષો કરી, તકલીફો વેઠી ભાવિના પટેલે આ સફળતા મેળવી છે. કેવી રહી ભાવિનાની આ સફર અને કેવી રીતે આ અડગ મનની યુવતીએ તમામ મુશ્કેલીઓને હરાવી. ઝી 24 કલાક સાથે તેમણે ખાસ વાતચીત કરી.

Sep 9, 2021, 09:52 AM IST

મહેસાણામાં PSIની બંદૂકથી અચાનક ગોળી છૂટી ગઈ અને પત્નીને વાગી! જાણો પછી શું થયું?

મહેસાણામાં પીએસઆઇની રિવોલ્વરમાંથી અચાનક ગોળી છૂટતા પત્નીને વાગવાની ઘટના સામે આવી છે. જો કે, પીએસઆઇની પત્ની પગના ભાગે વગાતા ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ તેમને મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

Sep 8, 2021, 01:51 PM IST

વેપારીને ધરમ કરતા ધાડ પડી: 20 લાખ રૂપિયા રોકડા અને ગાડી બંન્ને ગુમાવવા પડ્યાં

જિલ્લાના ઐઠોર નજીક ગાંધીનગરના એક વેપારીને બંધક બનાવી ત્રણ લૂંટારૂઓ રૂપિયા 20 લાખ અને ગાડી લૂંટી લીધી હતી. વેપારીની કારમાં મુસાફરના સ્વાગમાં બેઠેલા ત્રણેય લૂંટારૂઓએ વેપારીને રિવોલ્વર બતાવીને બંધક બનાવ્યા બાદમાં 20 લાખની રોકડ રકમ ભરેલો થેલો અને ગાડી લઇને ફરાર થઇ ગયા હતા. ગાડી ઉઠાવી ગયા હતા. જેથી વેપારીને ધરમ કરતા ધાડ પડી હતી. હાલ તો પોલીસે ગુનો દાખલ કરીને શોધખોળ આદરી છે. 

Sep 7, 2021, 06:27 PM IST