મહેસાણા

વડવાઓના રસ્તે ચાલીને મહેસાણાનો ખેડૂત પરિવાર બન્યો સમૃદ્ધ, કમાણી છે લાખોમાં

મહેસાણા જિલ્લાના ખેડૂતો હાલ બાગાયતી ખેતી તરફ વળ્યા છે અને મહેસાણા જિલ્લાના એક નાનકડા ગામનો ખેડૂત પરિવાર આજે બાગાયતી ખેતી કરી લાખોની કમાણી કરે છે. 

Jan 9, 2022, 04:41 PM IST

આ લોકોને ભગવાન પણ માફ નહી કરે! એવી બનાવટી વસ્તુ બનાવતા હતા કે બાળકથી લઇ વૃદ્ધ થતા બરબાદ

જીલ્લાના ઉંઝા ખાતે બનાવટી જીરુ બનાવટી ફેક્ટરી પર ખોરાક અને ઔષધ નિયમન તંત્રના દરોડા પાડ્યા હતા. વરીયાળીનું ભુસુ, ક્રીમ કલરનો પાવડર અને ગોળની રસીને મીક્ષ કરી તડકામાં સુકવી જીરુના આકાર અને કલર જેવુ બનાવટી જીરુ બનાવાઈ રહ્યું હતું. સ્થળ પરથી રૂ.૮૪,૮૦૦ની કિંમતનો ૩,૨૦૦ કિલોનો જથ્થો જપ્ત કરી બનાવટી જીરુ બનાવવા માટે વપરાતા રો-મટીરીયલના નમુનાઓ જરૂરી પૃથ્થકરણ માટે પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા હતા. 

Dec 10, 2021, 07:05 PM IST

માતાના પ્રેમીએ કરી દીકરીની હત્યા, ફરવા લઈ જવાના બહાને સળગાવીને મારી નાંખી

મહેસાણા (Mehsana) બાયપાસ ખારી નદી નીચેથી યુવતીની લાશ મળવાનો મામલામાં હત્યારો પકડાયો છે. મહેસાણા પોલીસે 48 કલાકમાં હત્યા (murder) નો ભેદ ઉકેલી નાંખ્યો છે. જેમાં મૃતક યુવતીની માતાના પ્રેમીએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. માતાનો પ્રેમી યુવતીને ફરવાના બહાને લઈ ગયો હતો. જેના બાદ તેણે હત્યા કરીને તેની લાશ સળગાવી દીધી હતી. ત્યારે મહેસાણા પોલીસે ચાણસ્માથી હત્યારા (crime news) ની અટકાયત કરી છે.  

Dec 3, 2021, 02:27 PM IST

દિવસે મજૂર અને રાત્રે ચોરી : મહેસાણા LCB એ 19 ચોરીને અંજામ આપતી ટોળકી પકડી પાડી 

દિવસે મજૂર અને રાત્રે ચોરી. મહેસાણા એલસીબી પોલીસે દાહોદમાં મજુરનો વેશ ધારણ કરીને રેકી કર્યા બાદ ચોરીને અંજામ આપતી ગેંગ પકડી છે. આ ગેંગ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મંદિર અને ઘરફોડ ચોરીને અંજામ આપી ચૂકી છે. મહેસાણા જિલ્લાની 11 મળી કુલ આ ટોળકીએ હાલમાં 19 ચોરી કર્યાની કબૂલાત કરી છે. મહેસાણા એલસીબી પોલીસને આ ટોળકીને પકડવા સતત 10 દિવસ સુધી દાહોદ વિસ્તારમાં વેશ બદલીને ફરવુ પડ્યું હતું. પોલીસે હાલમાં કાયદાના સંઘર્ષમાં રહેલા એક કિશોર સહિત 4 ચોરને ઝડપી લઈ રૂપિયા 2 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. 

Oct 13, 2021, 03:08 PM IST

નવા મુખ્યમંત્રીએ અધિકારીઓને કહ્યું, ‘અહીં વિકાસ સારો કરજો આ ગામ મારું સાસરું છે’

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) હાલ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યાં છે. ત્યારે તેમનો રમૂજી સ્વભાવ સામે આવી રહ્યો છે. મહેસાણા (Mehsana) માં આજે મુખ્યમંત્રીએ અધિકારીઓને મોજીલા અંદાજમાં ટકોર કરી હતી. સાલડી ગામમાં સન્માન સમારોહમાં તેમણે કહ્યું, અહીં વિકાસ સારો કરજો આ ગામ મારું સાસરું છે. 

Oct 8, 2021, 01:33 PM IST
Sunday Special: Nitin Patel's Attack On Opponents PT7M20S
Sunday Special: superpowers came together to surround China PT5M

PM મોદીના જન્મદિવસની ઉજવણીમાં સવાયુ સાબિત થશે મહેસાણા, ક્યાંય નહિ થઈ હોય તેવી ઉજવણી થશે

પીએમ મોદી (PM Modi) નો આગામી 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ આવી રહ્યો છે. ત્યારે મહેસાણામાં પીએમ મોદીના જન્મદિવસની અલગ અંદાજમાં ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. મહેસાણા (Mehsana) ના એચએલ રાય ફાઉન્ડેશન અને રાજધાની ફાઉન્ડેશન દ્વારા પ્રધાનમંત્રીના 71 માં જન્મ દિવસ નિમિત્તે 71 ફૂટ ઊંચું અને 28 ફૂટ પહોળું સ્ટેચ્યુ તૈયાર કરવામાં આવી રહ્યું છે. 71 ફૂટ ઊંચા સ્ટેચ્યુ ફરતે પીએમ (Narendra Modi) ના જન્મ દિવસે 171 કપલ દ્વારા ભગવાન શ્રી રામની આરતી ઉતારવામાં આવશે. આ જ દિવસે આ બંને ફાઉન્ડેશન દ્વારા કોરોના મહામારીમાં અસહાય બનેલા પરિવારને મદદ રૂપ થવા એક એપ પણ લોન્ચ કરવામાં આવશે. સાથે જ 71 ગામમાં કૃષિ લક્ષી સાધનોનું પણ વિતરણ કરવામાં આવશે.

Sep 15, 2021, 11:52 AM IST

મહેસાણા : કાનમાં ઈયરફોન નાંખીને સેલ્ફી લેતા યુવકને પાછળથી આવતુ મોત ન દેખાયું, અને...

  • મહેસાણામાં યુવક સેલ્ફી લેતો હતો, ત્યાં અચાનક પાછળથી આવી ચઢેલી ટ્રેને તેને કચડી નાંખ્યો 
  • બંને ફોટો પાડવામાં એટલી મશગૂલ હતા કે, તેઓને મહિલાનો અવાજ પણ સંભળાયો ન હતો

Aug 22, 2021, 10:18 AM IST

મહેસાણા હાઈવે પર મોટી દુર્ઘટના ઘટી : સ્વીફ્ટ અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં 3 ના મોત

પાટણમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. ચાણસ્મા મહેસાણા હાઇવે પર લણવા ગામ પાસે સ્વીફ્ટ કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક માસુમ બાળકી સહિત કુલ ત્રણ લોકોના મોત નિપજ્યા છે.

Aug 12, 2021, 11:58 AM IST

વડનગર : ભાજપના પૂર્વ નગરસેવિકા બે સંતાનો સાથે થયા ગુમ 

વડોદરાના સ્વીટી પટેલ મિસિંગ કેસ જેવો કિસ્સો વડનગરમાં બન્યો છે. વડનગર પાલિકાનાં ભાજપનાં પૂર્વ નગરસેવિકા પુત્ર-પુત્રી સાથે ગુમ (Missing) થયા છે. 2 ઓગસ્ટના રોજ બપોરે પૂર્વ નગરસેવિકા બાળકો સાથે ઘરેથી નીકળી ગયા હતા. ત્યારે  પતિએ આ વિશે વડનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે. હાલ વડનગર પોલીસ સ્ટેશન દ્વારા તેમની શોધખોળ શરૂ કરાઈ છે. 

Aug 10, 2021, 12:10 PM IST

Mehsana: સુર્ય દેવ જ પોતાના મંદિરને ચમકતું રાખશે, સરકારે સૌથી મોટો સોલાર પ્રોજેક્ટ શરૂ કરશે

જિલ્લામાં આવેલા મોઢેરા ગામમાં સૂર્યમંદિરના કારણે દેશ અને વિશ્વમાં પોતાના બાંધકામને કારણે વિખ્યાત છે. સૂર્યમંદિરના કારણે દેશ તથા દુનિયાના લોકો મોઢેરા આવે છે. તેવામાં મોઢેરા ગામને વધારે એક ઓળખ આપવા માટે દેશનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ મોડેરામાં બનવા જઇ રહ્યો છે. હાલ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. મોઢેરામાં 69 કરોડનાં ખર્ચે દેશનો પ્રથમ સોલાર પ્લાન્ટ બની રહ્યો છે. આ પ્રોજેક્ટ થકી સમગ્ર મોઢેરા ગામ અને સુર્યમંદિર સૌરઉર્જાથી જ સંચાલિત થશે. 

Jul 15, 2021, 04:26 PM IST

નીતિન પટેલે કહ્યું, ‘કોરોનાની ત્રીજી લહેરના સપના આવે છે તો ઉઠી જાઉં છું’

  • તેમણે ત્રીજી લહેર આવવાની આશંકાએ નાગરિકોને કોરોનાના નિયમો પાળવા તાકીદ કરી
  • અંબાજી ખાતે જય જલિયાણ સદાવ્રતની મુલાકાત લઇ નાયબ મુખ્યમંત્રીએ માઇભક્તોને પોતાના હાથે ભોજન પણ પિરસ્યું

Jul 11, 2021, 08:24 AM IST

મહેસાણા પોલીસની કાબિલેદાદ કામગીરી : 6 મહિનામાં શોધી કાઢ્યા ગુમ થયેલા 65 બાળકો

  • એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે મહેસાણા જિલ્લાના ગુમ બાળકોને શોધ્યા
  • અપહરણ કરાયેલા અને ગુમ થયેલા કુલ 65 બાળકોને શોધી કાઢ્યા
  • રાજસ્થાન, યુપી, એમપી અને બિહારથી તમામ બાળકો મળી આવ્યા 
  • બાળકોના અપહરણમાં સંડોવાયેલ 70 આરોપીની અટકાયત કરાઈ 

Jul 9, 2021, 02:39 PM IST

મહેસાણાના ખેડૂતોને હવે રૂપિયા ખાતા વચેટિયાથી મળશે રાહત, ડાયરેક્ટ માલ વેચી શકશે

  • ખેડૂતોએ 53 સબ પોસ્ટ ઓફિસોમાંથી કોઈ પણ જગ્યા પર જઈ રજિસ્ટ્રેશન કરાવી પોતાના પાકની વિગત અને અપેક્ષિત કિંમત ભરી સબમિટ કરાવવાનું રહેશે
  • ખેડૂત સીધો ખરીદાર સાથે વાત કરી પોતાનો પાક વેચી શકશે અને આ પ્રોજેક્ટથી ખેડૂતોને વચેટિયા કમિશન લેતા લોકોથી રાહત મળશે

Jun 26, 2021, 12:32 PM IST

સુરત-મહેસાણા વિસ્તારમાં ધોધમાર વરસાદ, સ્થળ ત્યાં જળની પરિસ્થિતીથી લોકોને હાલાકી

શહેરમાં છેલ્લા 24 કલાકમાં 3 ઇંચ અને આજ સવારથી અત્યાર સુધીમાં વધારે 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. ડભોલી અને પુણા વિસ્તારમાં રસ્તાઓ પર નદીઓ વહેતી થઇ હતી. સુરતના ડભોલી, પુણાગામ, અર્ચના સ્કુલ, લિંબાયત ગરનાળા, કતારગામ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. 

Jun 18, 2021, 10:01 PM IST

પ્રેમ લગ્ન કરનારી બહેનનાં પરિવારને ઉઠાવી ભાઇએ માંગી 5 લાખ રૂપિયાની ખંડણી અને...

પ્રેમ લગ્ન સામાન્ય બાબત બની ચુકી છે. ત્યારે હજી પણ ગ્રામીણ વિસ્તારોમાં પ્રેમ લગ્ન સામાજિક દૂષણ સમાજ માનવામાં આવે છે. જો કે પુખ્ત વયનાં યુવક અને યુવતીઓ પોતાની મરજીથી લગ્ન કરવાની છુટ પરંતુ અનેકવાર આવા કિસ્સામાં પરિવારની મરજી ન હોવાથી ગુનાહિત કૃત્યો થઇ જાય છે. અનેકવાર કિસ્સામાં પરિવારની મરજી ન હોવાથી ગુનાહિત કૃત્યો પણ થતા હોય છે.

May 11, 2021, 08:23 PM IST

Mehsana: ઢોંગીં બગભગત બાબાએ સમાધિના નામે કોરોના કાળમાં નાગરિકોનાં જીવન સાથે કર્યા ચેડા

મહેસાણા (Mehsana) તાલુકાના છઠીયારડા (Chhathiyarda) ગામે રહેતા મહંત સપ્ત શુંલ (Mahant Sapt Sul) ઉર્ફે રાજુ ભાઈ (Rajubhai) જેમણે વર્ષ 2018 માં વાડજ (Vadaj) ખાતે સંતવાણી કાર્યક્રમમાં એક જાહેરાત કરી હતી. જેમાં 4 - 4- 2021 ના રોજ તેઓ તેમના આશ્રમ છઠીયારડા ખાતે રાત્રીના ભજનસંઘ્યા કાર્યક્રમમાં સમાધિ ( સહજ સુન સમાધિ ) લેશે. સમાધિ (Samadhi) માં સ્ટેજ ઉપર બેઠા-બેઠા દેહ ત્યાગ કરી દેવાનો દાવો કરવામાં આવ્યો છે. સત્ય સંશોધન કેન્દ્ર કબીર ધામના મહંતે અગાઉ આ જાહેરાત કરી હતી. જો કે આ તમામ દાવા પોકળ સાબિત થયા છે. 

Apr 4, 2021, 11:50 PM IST