How to Keep Your Home Cool in Extreme Heat: અનેક લોકો ફરિયાદ કરે છે કે, તેમનું હંમેશા ભઠ્ઠીની જેમ ગરમ રહે છે. ઘરમાં આવતા જ બેચેની કે ઉકળાટ અનુભવાય છે. પરંતું જો તમે ઘર બનાવતા સમયે ખાસ ટેકનિકનો ઉપયોગ કરો છો તો તમને ગરમીમાં ક્યારેય આવી સમસ્યા નહિ આવે. ગરમીમાં પણ તમારું ઘર શિયાળાની જેમ ઠંડુ રહેશે.
Human Heat Tolerance Limit: What Happens to the Body at 45°C? : જેમ જેમ ગરમી વધી રહી છે, તેમ તેમ તાપમાનનો પારો માણસો પર હાવી થઈ રહ્યો છે. દુનિયાભરમાં સામાન્ય રીતે તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર કરી જાય તો સાયન્ટિફીક રિસર્ચ પણ ચેતવણી આપે છે. માણસનું શરીર વધારામા વધારે કેટલી ગરમી સહન કરવાની ફિજિયોલોજિકલ લિમિટ ધરાવે છે. જો આ લિમિટ પાર થઈ ગઈ તો શરીરની અંદર શું બદલાવ આવે છે, હીટસ્ટ્રોક કેવી રીતે માણસના શરીર પર હાવી થઈ જાય છે, માનવ શરીર કેટલા ડિગ્રી તાપમાન સહન કરી શકે છે જાણો બધુ...
Youth dies due to heat in Gujarat : ગુજરાતના 9 થી વધુ શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. આવામાં સુરતમાં એક 28 વર્ષીય યુવકનું ગરમીથી મોત નિપજ્યું છે. ત્યારે હીટસ્ટ્રોકના લક્ષણો અને કેવી રીતે હીટસ્ટ્રોકથી બચી શકાય તે પણ જાણી લો
ambalal patel weather forecast gujarat heatwave update 2026
Gujarat Heatwave Alert : ગુજરાતમાં હીટવેવનો પ્રકોપ યથાવત છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં પણ ગરમીથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. અમદાવાદમાં મહત્તમ તાપમાન 44.3 ડિગ્રી સુધી પહોંચતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેરોમાં સામેલ થયું છે, જ્યાં તાપમાન 45.5 ડિગ્રી નોંધાયું તો કંડલા એરપોર્ટમાં પણ 45.4 ડિગ્રી તાપમાન નોંધાતા ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે. તંત્ર દ્વારા બપોર દરમિયાન બહાર નીકળવાનું ટાળવા અને પૂરતું પાણી પીવાની અપીલ કરી છે. રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નહીં, આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફારની શક્યતા છે. રાજ્યમાં 4 દિવસ કાળઝાળ ગરમી પડવાની હવામાનની આગાહી છે. ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી શકે છે. પશ્વિમી પવનો ફૂંકાતા ગરમીની અસર રહેશે.
Risks of Glass Hazard Buildings : ઝડપથી વિકસતા અમદાવાદ શહેરમાં હાઈરાઈઝ ઈમારતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેમાંથી અનેક ઈમારતોમાં બહાર કાચલગાવેલા જોવા મળે છે. ત્યારે સતત ગરમી વધી રહ્યા છે એવામાં આ ગ્લાસ કવર્ડ ઈમારતો મુશ્કેલીમાં વધારો કરી રહી છે. પરંતુ કેટલીક ગ્લાસ કવર્ડ બિલ્ડિંગો આ ગરમી વચ્ચે લોકો માટેમાથાનો દુખાવો સમાન બની છે. કેમ કે આવી બિલ્ડિંગો રિફ્લેક્ટ કરીને વધુ ગરમી ઉત્પન્ન કરે છે. તેમ જ આગ જેવી ઘટનાઓમાં પણ આવી બિલ્ડીંગોની ડિઝાઇન જોખમી રૂપ બનતીહોય છે. આ અમે નહીં પરંતુ વર્તમાન તેમજ પૂર્વ ચીફ ફાયર ઓફિસર ચિંતા વ્યક્ત કરી
Ahmedabad Heatwava Alert ; રાજ્યમાં ફરી ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. આજથી 7 દિવસ સુધી રાજ્યમાં કાળઝાળ ગરમીનો ચમકારો જોવા મળશે. આવામાં અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચ્યું છે. ત્યારે અમદાવાદમાં આકરી ગરમીનું એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદના અનેક વિસ્તારો ભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકના 6 ઝોનના 45 વિસ્તારો 'હોટ સ્પોટ' જાહેર કરાયા છે. આ સાથે જ પાલિકાએ અમદાવાદમાં વિસ્તાર વાઈઝ તાપમાન ચેક કરવા માટે QR કોડ સ્કેનની પણ સુવિધા આપી છે.
Ambalal Patel Predicts Intense Heat : ગુજરાતમાં હવે ભીષણ ગરમી પડવાની છે. 147 વર્ષ બાદ ગુજરાતમાં ગરમીનો રેકોર્ડ તૂટવાનો છે તેવી ગુજરાતના બાબા વેંગા કહેવાતા અંબાલાલ પટેલે આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મત મુજબ, ગુજરાતમાં ગરમી વર્ષો જૂના રેકોર્ડ તોડશે. 6 મે બાદ આકાશમાંથી અગનગોળા વરસશે.
Ambalal Patel Forecast For Severe Heatwave : આખું ગુજરાત અગનજ્વાળામાં શેકાયું છે. 9 શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. કંડલામાં 45 ડિગ્રી તો અમદાવાદ 44.8 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે. આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ભીષણ ગરમી પડવાની આગાહી આવી ગઈ છે.
Heatwave Alert in Gujarat : રાજ્યવાસીઓ કાળઝાળ ગરમીથી સાવધાન રહેજો. આગામી બે દિવસ હીટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. ખાસ કરીને સુરેન્દ્રનગર અને રાજકોટમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ છે. તો બનાસકાંઠા, પાટણ, વડોદરા, સુરતમાં ઓરેન્જ એલર્ટ છે. તેમજ જૂનાગઢ, અમરેલી, મોરબી, કચ્છ, અમદાવાદમાં યલો એલર્ટ છે.
Weather Department Heatwave Alert : અમદાવાદમાં ગરમીનો પારો સાતમા આસમાને પહોંચી શકે છે. અમદાવાદ સહિત રાજ્યમાં આજથી ગરમીમાં વધારો થશે. ત્યારે માર્ચ મહિનામાં જ ગરમીનો પારો ૩૭-૩૮ ડિગ્રી સુધી પહોંચવાની આગાહી છે અને આગામી ૫ થી ૮ માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં 'યલો એલર્ટ' અપાયું છે.
Heatwave Alert : માર્ચ આવતા જ હવામાને મોટી કરવટ લીધી છે. ત્યારે ગુજરાત સહિત દેશભરમાં ગરમી શરૂ થઈ ગઈ છે. નવી આગાહી કહે છે કે, આગામી દિવસોમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં ગરમીનું પ્રમાણ વધી જશે. આ વચ્ચે દેશભરમાં વાવાઝોડા સાથે વરસાદ આવશે.
Gujarat Latest Weather Update : ગુજરાતીઓ કાળઝાળ ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેજો. આગામી 4 દિવસ બાદ ગરમીનું પ્રમાણ વધવાની આગાહી આવી ગઈ છે. વાતાવરણમાં 3 ડિગ્રી સુધી ગરમીનો પારો ઉંચકાશે. માત્ર આગામી 4 દિવસ તાપમાન ઠંડુ રહેશે, તે બાદ ગરમી ત્રાટકશે.
Ambalal Patel forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. આગામી 12 કલાકમાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અને અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ હવામાન પલટાયા ક મોસમી વરસાદની આગાહી. 31 તારીખ માં ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા. જેમાં બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા, બંગાળ સાગર વાવાઝોડાની અસર અને અરબી સમુદ્રનું હળવું દબાણ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રભાવિત કરશે.
Shakti Cyclone: અરબ સાગરમાં સર્જાયેલું 'શક્તિ' વાવાઝોડું હવે તીવ્ર બની ગયું છે, પરંતુ ગુજરાત માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગ અને નિષ્ણાતોની આગાહી મુજબ આ વાવાઝોડું 6 ઓક્ટોબરના રોજ ગુજરાત તરફ આવતા પહેલા યુ-ટર્ન લેશે અને ગુજરાતની નજીક પહોંચતા જ તે નબળું પડી જવાની સંભાવના છે. જોકે, આ દરમિયાન 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ પડી શકે છે.
Ambalal Patel Monsoon Prediction: દેશનાં કેટલાક વિસ્તારોમાં મોસમ ઝડપથી કરવટ બદલી રહી છે. પૂર્વોત્તર ભારતમાં આગામી સાત દિવસ સુધી હળવાથી ભારે વરસાદની સંભાવના છે. કાશ્મીરથી કેરળ સુધી વરસાદ માટે એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. પંજાબ અને તેની આસપાસનાં વિસ્તારોમાં ચક્રવાતી હવાનું દબાણ સર્જાયું છે.
Gujarat Monsoon 2025 Latest Update: આગામી દિવસોમાં દેશમાં હવામાન ખુશનુમા રહેશે અને લોકોને ગરમીથી રાહત મળશે. એક નહીં પણ બે પશ્ચિમી વિક્ષેપ સક્રિય છે, જેના કારણે ભારે વરસાદ પડશે. આ અંગે IMD એ ચેતવણી જારી કરી છે.
GujaratMonsoon Prediction: હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને આગાહી કરી છે. જેમાં રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આખા રાજ્યમાં આજે વરસાદનું યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા અને વરસાદી ટ્રફ લાઈન પસાર થતા વરસાદની આગાહી છે.
Gujarat Monsoon 2025: ઉત્તર ગુજરાતમાં મધ્યરાત્રીએ ધમાકેદાર વરસાદ. પાલનપુર, અંબાજી હાઈવે પર ફરી વળ્યા પાણી.. તો મહેસાણાના ઊંઝા અને કડી અંડરપાસ બંધ. પાટણના ગરનાળામાં પણ ભરાયા પાણી. તો અમદાવાદમાં સામાન્ય વરસાદે જ ખોલી તંત્રની પોલ. મોડીરાત્રે વરસાદથી રખિયાલ, કાંકરિયા, અજીત મિલ સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી. લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો.
Ambalal Patel Rain Forecast: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં આગામી બે દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો આજની વાત કરીએ તો આજે અમરેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ સિવાય ભાવનગર, વલસાડ, નવસારી, ડાંગ, સુરત, નર્મદા અને તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
Amabalal Prediction of Rain: ગુજરાતમાં આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતના કયા જિલ્લામાં IMD એ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને કયા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. IMD એ 30 મે સુધી રાજ્યમાં ભારે વરસાદ અંગે ચેતવણી જાહેર કરી છે.
Gujarat storm forecast:દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો છે, ગોમતી નદીમાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે, ઊંચા મોજા સાથે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે અને ગોમતી ઘાટ પર સહેલાણીઓનો જમાવડો જોવા મળ્યો છે, દ્વારકા નપાના ફાયર જવાન અને સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે અને સુરક્ષાને લઈ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.