PICS: કોરોનાના ભયંકર પ્રકોપ વચ્ચે મહારાષ્ટ્રથી આવી હચમચાવી દે તેવી તસવીરો, જોઈને રૂવાડાં ઉભા થઈ જશે

તલવારોથી લેસ શીખ યુવકોએ ગુરુદ્વારાનો ગેટ તોડી નાખ્યો અને પોલીસકર્મીઓ પર હુમલો કર્યો. 

નાંદેડ: મહારાષ્ટ્રના નાંદેડમાં ગુરુદ્વારા બહાર  હોલા મહોલ્લા મનાવવાની ના પાડતા શીખ સમુદાયના લોકોએ સોમવારે પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો કર્યો. આ ઘર્ષણમાં ઓછામાં ઓછા 4 પોલીસકર્મી ઘાયલ થયા. જેમાં નાંદેડના પોલીસ અધિક્ષકનો અંગરક્ષક પણ સામેલ છે. પોલીસના જણાવ્યાં મુજબ તલવારોથી લેસ શીખ યુવકોએ ગુરુદ્વારાનો ગેટ તોડી નાખ્યો અને પોલીસકર્મીઓ પર હુમલો કર્યો. 

તલવારો લઈને ભીડ ગુરુદ્વારા બહાર નીકળી

1/3
image

ઘટનાનો એક વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તલવારો  લઈને લોકોની ભીડ ગુરુદ્વારા બહાર નીકળી અને પોલીસ દ્વારા લગાવવામાં આવેલા બેરિકેડ તોડી નાખ્યા. આ હિંસામાં અનેક વાહનો પણ ક્ષતિગ્રસ્ત થયા. 

300થી વધુ લોકોએ પોલીસ પર કર્યો હુમલો

2/3
image

નાંદેડ રેન્જના પોલીસ ઉપમહાનિરિક્ષક (DIG) નિસાર તંબોલીએ જણાવ્યું કે કોરોના વાયરસના વધતા સંક્રમણને જોતા હોલા મહોલ્લાની મંજૂરી અપાઈ નહતી અને ગુરુદ્વારા કમિટિને પણ તે માટે સૂચિત કરાયું હતું. કમિટીએ અમને ભરોસો અપાવ્યો હતો કે તેઓ હોલા મોહલ્લાનો કાર્યક્રમ ગુરુદ્વારાની અંદર જ કરશે જો કે જ્યારે નિશાન સાહેબને સાંજે 4 વાગે દ્વાર પર લાવવામાં આવ્યાં તો અનેક લોકોએ દલીલો કરવા માંડી અને 300થી વધુ યુવાઓ દરવાજામાંથી બહાર આવી ગયા, બેરિકેડ તોડી નાખ્યા અને પોલીસકર્મીઓ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું. 

એક પોલીસ કોન્સ્ટેબલની હાલત ગંભીર

3/3
image

નિસાર તંબોલીએ કહ્યું કે ચારમાંથી એક પોલીસ કોન્સ્ટેબલની હાલત ગંભીર છે. તેમણે જણાવ્યું કે ભીડે પોલીસના છ વાહનો ક્ષતિગ્રસ્ત કર્યા. ડીઆઈડીએ કહ્યું કે ઓછામાં ઓછા 200 લોકો વિરુદ્ધ ઈન્ડિયન પીનલ કોડની કલમ 307, 324, 188, 269 હેઠળ મામલો દાખલ થશે. તેમણે કહ્યું કે હિંસામાં સામેલ લોકોની ધરપકડ કરાશે.