શું ગરમીમાં જૂતામાંથી દુર્ગંધ આવે છે? શરમ અનુભવતા પહેલા અપનાવો આ સરસ ટિપ્સ

SHOE SMELL: ગરમી આવતાની સાથે જ પરસેવાની પ્રોબ્લેમ શરૂ થઈ જાય છે. જેને કારણે કપડાં અને ખાસ કરીને તમારા બૂટ અને મોજામાંથી ગંદી વાંસ પણ આવવા લાગે છે. આ દૂર્ગંધને કારણે ઓફિસમાં તમારી આસપાસના લોકોને પણ પરેશાની થાય છે. ત્યારે આ દૂર્ગંધ દૂર કરવાના બેસ્ટ નુસખાઓ અહીં આપવામાં આવ્યાં છે. અજમાવી જોજો, પ્રોબ્લેમ થઈ જશે દૂર.

વિનેગર સ્પ્રે

1/5
image

ઉનાળામાં લોકોને ખૂબ પરસેવો આવવા લાગે છે અને પરસેવામાંથી ઘણી બધી ગંદી વાસ પણ આવવા લાગે છે જે ખૂબ જ અપ્રિય લાગે છે. આ સમસ્યાને દૂર રાખવા માટે લોકો પરફ્યુમ કે ડિઓડરન્ટનો ઉપયોગ કરે છે. ઘણા લોકો એવા છે જે જૂતાની દુર્ગંધથી છુટકારો મેળવવા માંગે છે, તો તમે જૂતા પર વિનેગર સ્પ્રે કરી શકો છો, તેનાથી બેડ સ્મેલ દૂર થઈ જશે.

ટી બેગ

2/5
image

બૂટ, ચંપલ એટલેેકે, જૂતા ધોતી વખતે હૂંફાળા પાણીનો ઉપયોગ કરો, તેનાથી પગની ગંદકી અને વાંસ દૂર થાય છે. ટી બેગ તમારા માટે ઘણી મદદગાર સાબિત થઈ શકે છે. તેમાં ટેનીન નામના બેક્ટેરિયા હોય છે, જે તમને ઘણી મદદ કરે છે. એક ટી બેગને ઉકળતા પાણીમાં નાખો, પછી તેને ઠંડુ કરો અને થોડીવાર માટે જૂતાની અંદર રાખો, આનાથી જૂતાની વાંસ દૂર થઈ જશે.

ચોખાનું પાણી

3/5
image

ચોખાનું પાણી પણ તમને ઘણી મદદ કરી શકે છે, તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. ચોખાના પાણીથી ચંપલ અને પગની દુર્ગંધ તરત જ દૂર થાય છે. ચોખાને થોડી વાર પાણીમાં પલાળી રાખો, પછી તેને પગરખાં અને પગ પર પણ છાંટો. આની અસર થોડા સમય પછી જોવા મળશે.

 

ખાવાનો સોડા

4/5
image

ખાવાનો સોડા પણ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે અને તે તમને પરસેવાની દુર્ગંધથી છુટકારો મેળવવામાં ઘણી મદદ કરી શકે છે. તે કીટાણુઓને ખતમ કરવામાં પણ ખૂબ મદદરૂપ સાબિત થાય છે. રાત્રે સૂતા પહેલા પગરખાં પર ખાવાનો સોડા છાંટવો. સવાર સુધીમાં બધી ગંધ દૂર થઈ જશે.

કપૂર

5/5
image

જો તમારા જૂતામાં ખૂબ જ વાંસ આવતી હોય તો અહીં જણાવ્યો છે આ પ્રોબ્લેમ દૂર કરવાનો બેસ્ટ ઉપાય. તમારે જૂતાની અંદર કપૂરનો ટુકડો નાખવો જોઈએ. તેનાથી તમારા જૂતામાંથી ખરાબ ગંધ દૂર થઈ જશે અને તમારા જૂતામાંથી સારી ગંધ આવવા લાગશે.