અનુપમાની વહુ પણ કાસ્ટીંગ કાઉચનો શિકાર થઈ ચૂકી છે, આખરે હૃદયના ખૂણે દબાયેલુ દર્દ

ટીવી સીરિયલ અનુપમામાં નેગેટિવ પાત્ર ભજવનારી કાવ્યા એટલે કે મદાલસા શર્મા (Madalsa Sharma) રિયલ જિંદગીમાં કાસ્ટીંગ કાઉચનો શિકાર થઈ ચૂકી છે. આ વાતનો ખુલાસો તેણે એક ઈન્ટરવ્યૂમાં કર્યો છે. 

ઝી મીડિયા/બ્યૂરો :ટીવી સીરિયલ અનુપમામાં નેગેટિવ પાત્ર ભજવનારી કાવ્યા એટલે કે મદાલસા શર્મા (Madalsa Sharma) રિયલ જિંદગીમાં કાસ્ટીંગ કાઉચનો શિકાર થઈ ચૂકી છે. આ વાતનો ખુલાસો તેણે એક ઈન્ટરવ્યૂમાં કર્યો છે. 
 

કાસ્ટીંગ કાઉચની શિકાર થઈ મદાલસા

1/5
image

કાસ્ટીંગ કાઉચ બોલિવુડનું કાળુ સત્ય છે. હંમેશા યુવતીઓને પોતાનુ કરિયર બનાવવાના ચક્કરમાં કાસ્ટિંગ કાઉચના જાળમાં ફસાવવુ પડે છે. અનેક અભિનેત્રીઓએ કાસ્ટીંગ કાઉચને લઈને પોતાના અનુભવો શેર કર્યા છે. આ લિસ્ટમાં હવે સીરિયલ અનુપમા (Anupamaa) માં જોવા મળતી અદાકારાનુ નામ પણ સામેલ થયુ છે. 

મિથુન ચક્રવર્તીની વહુ છે મદાલસા

2/5
image

સીરિયલ અનુપમામાં કાવ્યાનુ પાત્ર ભજવતી એક્ટ્રેસ મદાલસા શર્મા બોલિવુડ સ્ટાર મિથુન ચક્રવર્તીની વહુ પણ છે. મદાલસા પણ કાસ્ટીંગ કાઉચનો શિકાર થઈ ચૂકી છે.

ખરાબ લોકોથી પીછો છોડાવવો જોઈએ

3/5
image

મદાલસા શર્માએ કાસ્ટીંગ કાઉચને લઈને ખુલાસો કર્યો છે કે, એક વેબ પોર્ટલને વાત કરતા મદાલસા શર્માએ જણાવ્યું કે, આજના જમાનામાં યુવક અને યુવતી બંને ખતરનાક છે. જો તમે કોર્પોરેટ જગતમાં જઈએ તો ત્યા યુવતી પુરુષોથી ઘેરાયેલી હોય છે. કેટલાક લોકો તમારામાં રસ દાખવે છે. એક કલાકાર હોવાને નાતે તમારી પસંદગી હોય છે. તમે સરળતાથી ખરાબ લોકોથી પીછો છોડાવી શકો છો.

મને અન્કમર્ફટેબલ અનુભવ કરાવ્યો

4/5
image

આગળ મદાલસા શર્માએ કહ્યું કે, અચ્છાઈ અને બુરાઈ સાથે ચાલે છે. એ તમારી મરજી પર નિર્ભર કરે છે કે તમે શુ ઈચ્છો છો. લોકો તમને ભડકાવી શકે છે. પરંતુ તમે તમારી મરજીથી તેને બદલી નથી શક્તા. મેં પણ આ પ્રકારની ઘટનાઓનો સામનો કર્યો છે. અનેકવાર મીટિગમા લોકો મને અનકમ્ફર્ટેબલ અનુભવ કરાવતા હતા. એવા લોકોને નજરઅંદાજ કરવા હુ ત્યાંથી નીકળી જતી હતી. 

મને આગળ વધવાથી કોઈ રોકી શકતુ નથી

5/5
image

મદાલસા શર્માએ આગળ જણાવ્યું કે, મને આગળ વધવાથી કોઈ રોકી શકતુ નથી, ન તો કોઈનામાં એટલી હિંમત છે કે તે મને આગળ ન જવા દે. હું અહી એક એક્ટ્રેસ બનાવા આવી છું. હુ મારુ કામ કરુ છું અને જતી રહુ છું. તમારી જિંદગી સાથે કેવી રીતે ડિલ કરવી તે તમારા હાથમાં છે. કોઈ તમારી જિંદગી પર હક દાખવી શક્તુ નથી.