Monsoon Prediction: આ વર્ષે રાજ્યમાં બારેમેઘ ખાંગા થશે, વર્ષો જુની પરંપરા અનુસાર કરાઈ ભરપુર વરસાદની આગાહી

Monsoon Prediction: હવામાન વિભાગ ઉપરાંત ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ વરસાદને લઈને અલગ અલગ રીતે વરતારો કરવામાં આવે છે. જેમાં જામનગર જિલ્લાના અમરા ગામમાં વર્ષોથી અનોખી રીતે વરસાદ કેટલો પડશે તેનું અનુમાન કરાય છે. અમરા ગામમાં ભમ્મરીયા કુવામાં રોટલો પધરાવીને વરસાદનું અનુમાન કરાય છે. આ વર્ષે પણ આ પરંપરાનું પાલન થયું અને કુવાએ સંકેત આપ્યા છે કે આ વર્ષમાં 16 આની વરસાદ થશે.

ભમ્મરીયા કુવો

1/5
image

અમરા ગામના ભમ્મરીયા કુવામાં રોટલો પધરાવીને વરસાદ કેવો પડશે તેનો વરતારો જોવાની પરંપરા સદીઓ જૂની છે. દર વર્ષે આખું ગામ સાથે મળીને વાજતે ગાજતે આ વિધિ કરે છે. આ વિધિ અષાઢ મહિનામાં જ કરવામાં આવે છે. તે પણ ખાસ દિવસે જ. જેમાં આખું ગામ હાજરી આપે છે.

વરસાદની આગાહી

2/5
image

  જામનગર જિલ્લાના અમરા ગામે અષાઢ મહિનાનો પહેલો સોમવાર હોય ત્યારે આ વરતારો કાઢવાની પરંપરા છે. આ પરંપરાનું પાલન વર્ષોથી કરવામાં આવે છે અને આખું ગામ સાથે મળીને આ દિવસની ઉજવણી કરે છે. ખેતીપ્રધાન ગામમાં વરસાદનું ભાવિ કેવું છે તે ખૂબ જ મહત્વનું હોય છે. અહીંના લોકો આ પદ્ધતિથી વરસાદ કેટલો પડશે તે જાણે છે. 

ભમરીયો કૂવો કરે છે ભવિષ્યવાણી 

3/5
image

અમરા ગામમાં એક ભમ્મરીઓ કૂવો આવેલો છે. આ કુવામાં અષઢ મહિનાના પહેલા સોમવારે વાંચતે ગાજતે રોટલો પધરાવવામાં આવે છે. આ વર્ષે પણ સોમવારે સતી માતાના મંદિરમાં પૂજા કર્યા પછી ભમરીયા કૂવામાં રોટલો પધરાવવામાં આવ્યો. કુવામાં રોટલો કયા ખૂણામાં પડે છે તેના પરથી વરસાદનું અનુમાન કરાય છે. આ વર્ષે કુવામાં રોટલો ઈશાન ખૂણા તરફ પડતાં વર્ષમાં 14 થી 16 આની વરસાદ થવાનો સંકેત મળ્યો છે. 

અષાઢ મહિનાનો પહેલો સોમવાર

4/5
image

અષાઢ મહિનાનો પહેલો સોમવાર હોય ત્યારે ગ્રામજનો વરસાદનું અનુમાન કરવા માટે એકત્ર થાય છે. જેમાં ઢોલ નગારા સાથે આ પૂજા વિધિ કરવામાં આવે છે. ગામના સથવારા પરિવારના ઘરે બાજરીનો રોટલો બને છે, આ રોટલો વાણંદ પરિવારના સભ્યના હાથે મંદિર સુધી લઈ જવામાં આવે છે. 

સતી માતાના મંદિરે પૂજા

5/5
image

કુવા કાંઠે આવેલા સતી માતાના મંદિરે પૂજા અર્ચના કરવામાં આવે છે અને પછી ભમરીયા કુવામાં ક્ષત્રિય પરિવારના સભ્યના હાથે રોટલો પધરાવવામાં આવે છે. કૂવામાં રોટલો કઈ દિશામાં પડે છે તેના આધારે વર્ષમાં કેટલા આની વરસાદ પડશે તેનું અનુમાન કરાય છે. જોકે આ વર્ષે કુવામાં રોટલો ઈશાન ખૂણા તરફ પડતાં ગ્રામજનોએ 14 થી 16 આની વરસાદ પડશે તેવો વરતારો કર્યો છે.