વિશ્વની અજાયબીઓને જોવી હોય તો પહોંચી જાવ મોરબીના આ આર્ટિસ્ટ પાસે

 એફિલ ટાવર, બુર્જ ખલીફા, તાજમહેલ એવી ઇમારતો છે,  જેની પ્રતિકૃતિ કોઇને ગિફ્ટમાં આપવામાં આવે તો તેના માટે બેસ્ટ ગિફ્ટ ગણાય છે. જો તે પ્રતિકૃતિ લાકડામાંથી બનાવવામાં આવે તો...  મોરબીમાં એક એવા કારીગર છે, જે વિશ્વની પ્રખ્યાત ઇમારતોની બનાવે છે આબેહૂબ પ્રતિકૃતિ. 

હિમાંશુ ભટ્ટ/મોરબી : એફિલ ટાવર, બુર્જ ખલીફા, તાજમહેલ એવી ઇમારતો છે,  જેની પ્રતિકૃતિ કોઇને ગિફ્ટમાં આપવામાં આવે તો તેના માટે બેસ્ટ ગિફ્ટ ગણાય છે. જો તે પ્રતિકૃતિ લાકડામાંથી બનાવવામાં આવે તો...  મોરબીમાં એક એવા કારીગર છે, જે વિશ્વની પ્રખ્યાત ઇમારતોની બનાવે છે આબેહૂબ પ્રતિકૃતિ. 

1/3
image

લાકડામાંથી વિન્ટેજ કાર બનાવી રહેલા આ હાથ નીતિન પ્રજાપતિના છે. જે હાલ લાકડામાંથી રજવાડાના સમયથી એન્ટિક કાર બનાવી રહ્યા છે. મોરબી એટલે કલાકારોનું નગર અને મોરબીમાં એવા એવા કલાકારો છે જેઓ અદભૂત કલાનું નિર્માણ કરે છે. આવા જ એક કલાકાર છે નીતિનભાઇ પ્રજાપતિ, જેમણે લાકડામાંથી વિશ્વના પ્રખ્યાત ટાવર તૈયાર કર્યા છે. 

2/3
image

મોરબીની શાનસમાન નહેરુ ગેટ ચોકની ટાવર ઘડિયાળ લાકડા પર બનાવીને નીતિનભાઇને પણ લાકડાંમાંથી વસ્તુઓ બનાવવાનું ઘેલું લાગ્યું. પરંતુ નીતિનભાઇ કંઇક અલગ કરવા માંગતા હતા. એટલે જ તેમણે એફિલ ટાવર, બુર્જ ખલીફા, રોમનો ટાવર, લંડનનો બિગબેન ટાવર, ઇટલીનો ટાવર, તાજમહાલ સહિતની અનેક જાણીતી ઇમારતોની આબેહૂબ પ્રતિકૃતિ બનાવી છે. સાથે જ નીતિનભાઇએ રાજા-રજવાડાં સમયની એન્ટિક કાર પણ લાકડામાંથી જ બનાવી છે. 

3/3
image

દરેક કલાકારનું એક સ્વપ્ન હોય છે. તેવી જ રીતે નીતિનભાઇનું પણ સ્વપ્ન છે કે તેઓ વિશ્વની સૌથી ઊંચી એવી સરદાર પટેલની પ્રતિમાની પ્રતિકૃતિ લાકડામાંથી બનાવે અને તેને પ્રધાનમંત્રી મોદીને ભેટ સ્વરૂપે આપે. નીતિનભાઇની કારીગરી તો અદભુત છે. ત્યારે આપણે આશા રાખીએ કે નીતિનભાઇનું સ્વપ્ન પૂર્ણ થાય અને તેમની આ કારીગીરીને નવી પાંખ મળે.