Pics : મોરબીની આ ટબૂકડીના લાંબાલચક વાળ જોઈ કોલેજિયન યુવતીઓને પણ થાય છે ઈર્ષ્યા

વર્તમાન સમયમાં યુવતીઓ બ્યુટી પાર્લરમાં જઈને પોતાના વાળને આકર્ષક બનાવવા માટે જુદીજુદી રીતે હેર કટ, સ્ટાઈલ કરાવે છે. જોકે, મોરબીમાં માત્ર સાડા પાંચ વર્ષની બાળકીના વાળ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. કેમ કે 10 વર્ષથી મોટી ઉંમર વિદ્યાર્થીનીઓના વાળ જેટલા લાંબા નથી હોતા, તેટલા એટલે કે બે ફૂટ કરતા પણ વધુ લાંબા વાળ મોરબીની પ્રિયાંશી મહેતા નામની બાળકીના છે. તેનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધાવવા માટે નોમિનેશન કરવામાં આવ્યું છે.

હિમાંશુ ભટ્ટ/મોરબી :વર્તમાન સમયમાં યુવતીઓ બ્યુટી પાર્લરમાં જઈને પોતાના વાળને આકર્ષક બનાવવા માટે જુદીજુદી રીતે હેર કટ, સ્ટાઈલ કરાવે છે. જોકે, મોરબીમાં માત્ર સાડા પાંચ વર્ષની બાળકીના વાળ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. કેમ કે 10 વર્ષથી મોટી ઉંમર વિદ્યાર્થીનીઓના વાળ જેટલા લાંબા નથી હોતા, તેટલા એટલે કે બે ફૂટ કરતા પણ વધુ લાંબા વાળ મોરબીની પ્રિયાંશી મહેતા નામની બાળકીના છે. તેનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધાવવા માટે નોમિનેશન કરવામાં આવ્યું છે.

1/3
image

અત્યાર સુધી લિમ્કાબુક ઓફ રેકોર્ડમાં 13 વર્ષની કિશોરીના લાંબા વાળનો રેકોર્ડ નોંધાયેલો છે. જો કે, હવે લિમ્કાબુકમાં મોરબીની માત્ર સાડા પાંચ વર્ષની દીકરીનું નામ લોંગ હેર માટે નોંધવાનું છે. મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ ગૌતમ સોસાયટીમાં રહેતા અને મેડિકલ નામની દુકાન ધરાવતા જતીનભાઈ મહેતાની દીકરી છે પ્રિયાંશી. માત્ર સાડા ત્રણ વર્ષની દીકરી પ્રીયાંશીના વાળ 2 ફૂટ કરતા પણ વધુ લાંબા છે. જેથી પ્રિયાંશી ઘર પરિવાર તો ઠીક શાળા અને શહેરમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની છે.

2/3
image

પ્રિયાંશીના વાળ 2 ફૂટ કરતા પણ વધુ લાંબા છે. તેના વાળની તમામ સંભાળ તેની મમ્મી પૂજાબેન દ્વારા કરવામાં આવે છે. એટલું જ નહિ, પ્રિયાંશીને પોતાના વાળ એટલા ગમે છે કે, મસ્તીમાં કોઈ તેને વાળ કપાવવાનું કહે તો તે પણ તેને ગમતુ નથી. હાલ પ્રિયાંશીનું નામ લિમ્કા બૂક માટે મોકલી દેવામાં આવ્યું છે. જોકે, ભવિષ્યમાં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ નોંધાય તેવુ પરિવાર ઈચ્છે છે. 

3/3
image

કોઇપણ સ્ત્રીના શણગારમાં તેના વાળ પણ ખૂબ જ મહત્વના હોય છે. પરંતુ બદલાતા સમય તેમજ પશ્ચિમી સંસ્કુતિનું આંધળું અનુકરણ કરીને અનેક યુવતીઓ પોતાના વાળ કપાવતી રહે છે. ત્યારે મોરબીની આ નાનકડી પ્રિયાંશી આ તમામ યુવતીઓ માટે ઉદાહરણરૂપ છે.