નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલી ઈન્ટરનેશનલ મેચ જોવાનો રોમાંચ, જુઓ Photos

સ્ટેડિયમની બહાર એન્ટ્રી પહેલા જ મોટી સંખ્યામાં ભીડ જામી ગઈ હતી. રાષ્ટ્રધ્વજ સાથે ક્રિકેટ પ્રેમીઓ આવી પહોંચ્યા હતા

ઝી મીડિયા/બ્યૂરો :મોટેરા સ્ટેડિયમ હવે આજથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ( narendra modi stadium) ના નામે ઓળખાશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે આ સ્ટેડિયમનું ઉદઘાટન કરીને સૌને ચોંકાવી દીધા છે. ત્યારે દેશભરમાં સ્ટેડિયમની ચર્ચા થઈ રહી છે. ઉદઘાટન બાદ સ્ટેડિયમમાં પહેલી ઈન્ટરનેશનલ મેચ રમાઈ રહી છે. ભારત vs ઇંગ્લેન્ડ (india vs england) વચ્ચે રમાનારી પિંક બોલ ડે નાઈટ ટેસ્ટ મેચ હાલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ (Motera Cricket Stadium) માં મેચ જોવા માટે લોકોમાં ગજબનો ઉત્સાહ જોવા મળ્યો છે. હાલ આખું સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ ગયું છે. 

1/5
image

સ્ટેડિયમની બહાર એન્ટ્રી પહેલા જ મોટી સંખ્યામાં ભીડ જામી ગઈ હતી. રાષ્ટ્રધ્વજ સાથે ક્રિકેટ પ્રેમીઓ આવી પહોંચ્યા હતા. જોકે, સ્ટેડિયમની અંદર રાષ્ટ્રધ્વજ ન લઈ જવા દેતા ક્રિકેટ રસિકો ગુસ્સે ભરાયા હતા. તો સાથે જ ટેટૂ સાથે અનેક ચાહકો સ્ટેડિયમમાં જોવા મળ્યા હતા. 

2/5
image

ચહેરા પર કલરફૂલ ટેટૂ તથા રંગબેરંગી ટોપીઓ સાથે ક્રિકેટ ફેને નવા સ્ટેડિયમનો નજારો ખાસ બનાવ્યો હતો. 

3/5
image

સ્ટેડિયમની બહાર એટલી ભીડ ભેગી થઈ હતી કે, વાહનોના અવરજવરમાં પણ તકલીફ થઈ હતી. 

4/5
image

5/5
image