narendra modi stadium

મોદી સ્ટેડિયમમાંથી પકડાયેલ સટ્ટોડિયાને મદદ કરવાના કેસમાં IB ના PSI ની સંડોવણી, ધરપકડ બાદ જામીન પર મુક્ત

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલુ મેચમાં લાઈવ ક્રિકેટ સટ્ટો રમતા બે સટ્ટોડિયા ઝડપાયા બાદ નવો ખુલાસો પોલીસ તપાસમાં સામે આવ્યો છે. પોલીસે સિક્યોરિટી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હરિયાણાના બે સટ્ટોડીયાઓ મજૂર બની સ્ટેડિયમમાં ઘૂસ્યાં હતા

May 4, 2021, 10:10 PM IST

IPL 2021: પંજાબ કિંગ્સનું શાનદાર પ્રદર્શન, બેંગલોરને 34 રને પરાજય આપ્યો

કેએલ રાહુલની શાનદાર ઈનિંગ બાદ બોલરોના દમદાર પ્રદર્શનની મદદથી પંજાબ કિંગ્સે આરસીબીને હરાવી ટૂર્નામેન્ટમાં ત્રીજી જીત મેળવી છે. 

Apr 30, 2021, 11:10 PM IST

સટ્ટોડિયાને મદદ કરવામાં IBના PSIની સંડોવણી ખૂલી, સરકારી ગાડીમાં બેસાડીને સ્ટેડિયમમાં ઘૂસાડ્યા હતા

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલુ મેચમાં લાઈવ ક્રિકેટ સટ્ટો રમતા બે ઝડપાયા હતા. સિક્યોરિટી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હરિયાણાના બે સટ્ટોડીયાઓ મજૂર બની સ્ટેડિયમમાં ઘૂસ્યાં હોવાનું સામે આવ્યું હતું. પોલીસને શંકા હતી કે, બંને શખ્સોને કોઈ સ્થાનિક લોકોએ સ્ટેડિયમમાં ઘૂસવા માટે મદદ કરી હતી. ત્યારે અમદાવાદના IB ના PSI સહિત એક શખ્સની સંડોવણી બહાર આવી છે.   

Apr 29, 2021, 12:19 PM IST

IPL 2021: પંત-હેટમાયરની મહેનત પાણીમાં, આરસીબીએ રોમાંચક મેચમાં દિલ્હીને 1 રને હરાવ્યું

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે દિલ્હી કેપિટલ્સને હરાવી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવી લીધુ છે. 
 

Apr 27, 2021, 11:24 PM IST

IPL 2021: સતત ચાર હાર બાદ કોલકત્તાને મળી જીત, પંજાબ કિંગ્સને 5 વિકેટે હરાવ્યું

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટે 123 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકત્તાએ 16.4 ઓવરમાં 5 વિકેટે 126 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. 

Apr 26, 2021, 11:09 PM IST

AHMEDABAD: વિશ્વનાં સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં કેટરિંગ સ્ટાફનાં નામે ઘુસી ગયેલા બે સટ્ટોડિયાઓ ઝડપાયા

રાજ્યમાં કોરોનાનાં કેસોમાં ભયાનક ઉછાળો થયા બાદ તંત્ર દ્વારા કેટલાક કડક પગલા લેવાયા હતા. જેના ભાગરૂપે 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત અમદાવાદમાં ચાલી રહેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં જાહેર જનતાના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. જેના કારણે દર્શકો વગર જ મેચનું આયોજન થયું હતું. જો કે આ કિસ્સામાં ચાંદખેડા પોલીસની ગંભીર બેદરકારી સામે આવી રહી છે. કડક અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતા પણ બે સટ્ટોડિયાઓ ન માત્ર સ્ટેડિયમમાં પ્રવેશી ગયા હતા પરંતુ તેઓ ત્યાં બેસીને સટ્ટો પણ રમ્યા હતા. 

Mar 21, 2021, 11:47 PM IST

IND vs ENG: વિરાટની ટીમે ફરી કરી ભૂલ, આઈસીસીએ ફટકાર્યો મોટો દંડ

ઈંગ્લેન્ડ સામે શ્રેણી વિજય બાદ ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર આવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે સ્લો ઓવર રેટ બદલ વિરાટ એન્ડ કંપની પર દંડ ફટકાર્યો છે. 
 

Mar 21, 2021, 08:01 PM IST

Ind vs Eng: મેચમાં ઈંગ્લેન્ડની મજબૂત સ્થિતિ જોતા વિરાટે તાબડતોબ લીધો હતો એક નિર્ણય, જે બન્યો 'ગેમચેન્જર'

ટીમ ઈન્ડિયાએ શનિવારે રમાયેલી છેલ્લી અને નિર્ણાયક ટી20 મેચમાં 36 રનથી માત આપીને 5 મેચોની ટી20 સિરીઝ 3-2થી પોતાના નામે કરી લીધી. ભારતે પહેલા બેટિંગ કરતા બે વિકેટ પર 224 રનનો વિશાળ સ્કોર કર્યો અને પછી ઈંગ્લેન્ડને 20 ઓવરમાં આઠ વિકેટ પર 188 રન પર સમેટી લીધું. 

Mar 21, 2021, 10:01 AM IST

IND vs ENG: ભારતનો શાનદાર વિજય, નિર્ણાયક મેચમાં ઈંગ્લેન્ડને હરાવી 3-2થી કબજે કરી સિરીઝ

Englend vs india T20I: વિરાટ કોહલી અને રોહિત શર્માની ધમાકેદાર અડધી સદી બાદ ભુવનેશ્વર કુમાર અને શાર્દુલ ઠાકુરની મદદથી ભારતીય ટીમે 'ફાઇનલ'માં ઈંગ્લેન્ડને 36 રને પરાજય આપી સિરીઝ 3-2થી કબજે કરી છે. 

Mar 20, 2021, 10:53 PM IST

IND vs ENG: રોહિતની તોફાની બેટિંગ, તોડી દીધા માર્ટિન ગુપ્ટિલના બે રેકોર્ડ

ભારતીય ટીમના સ્ટાર ઓપનર રોહિત શર્મા જ્યારે કોઈ ઈનિંગ રમે ત્યારે કોઈને કોઈ રેકોર્ડ જરૂર બનાવે છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી પાંચમી ટી20 મેચમાં રોહિતે 64 રનની ઈનિંગ દરમિયાન વધુ બે રેકોર્ડ બનાવ્યા છે. 
 

Mar 20, 2021, 08:09 PM IST

IND vs ENG: ચોથી T20 દરમિયાન મેદાનથી બહાર કેમ થયો Virat Kohli? સામે આવ્યું કારણ

ભારત અને ઇંગ્લેન્ડની (India vs England) વચ્ચે ચોથી ટી-20 મેચ ઇન્ટરનેશનલમાં ટીમ ઇન્ડિયાએ (Team India) કાંટાની ટક્કર બાદ અંગ્રેજોને 8 રનથી હરાવ્યું છે. આ સાથે જ ટી-20 સિરીઝમાં મેજબાનોને 1-1 થી બરાબરી કરી હતી

Mar 19, 2021, 11:10 PM IST

IND vs ENG: જામી ગયેલો સૂર્યકુમાર યાદવ વિવાદિત રીતે આઉટ, જાણો શું છે આ સોફ્ટ સિગ્નલ?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટી20 મેચમાં ખુબ જ ખરાબ એમ્પાયરિંગ જોવા મળ્યું. થર્ડ એમ્પાયર વીરેન્દ્ર શર્માએ આ ટી-20 ઈન્ટરેનેશનલ મેચમાં 2 એવા નિર્ણય આપ્યા જેના કારણે વિવાદ થઈ ગયો.

Mar 19, 2021, 08:41 AM IST

IND vs ENG: 'કરો યા મરો' મુકાબલામાં ઈંગ્લેન્ડને 8 રને હરાવી ભારતે શ્રેણી સરભર કરી

સૂર્યકુમાર યાદવની અડધી સદી બાદ બોલરોની દમદાર બોલિંગની મદદથી ભારતે ચોથી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઈંગ્લેન્ડને 8 રને પરાજય આપી સિરીઝ 2-2થી સરભર કરી લીધી છે. 

Mar 18, 2021, 11:19 PM IST

IND vs ENG: રોહિત શર્માએ બનાવ્યો નવો રેકોર્ડ, વિરાટ કોહલીની ખાસ ક્લબમાં થયો સામેલ

અમદાવાદમાં રમાઈ રહેલી ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી ટી20 આંતરરાષ્ટ્રીયમાં રોહિત શર્માએ આદિલ રાશિદની પ્રથમ ઓવરમાં 11 રન ફટકારતા એક મહત્વનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે ટી20માં 9 હજાર રન પૂરા કરનાર ખેલાડીઓમાં સામેલ થઈ ગયો છે. 
 

Mar 18, 2021, 07:44 PM IST

IND vs ENG 4th T20 : 'કરો યા મરો' મુકાબલામાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે ભારત, ટીમમાં થઈ શકે છે ફેરફાર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની આ સિરીઝના ત્રીજા મુકાબલામાં મહેમાન ટીમે જીત મેળવી અને 2-1ની સરસાઈ બનાવી લીધી છે. હવે ટીમ ઈન્ડિયાનો પ્રયાસ હશે કે શાનદાર વાપસી કરી શ્રેણી સરભર કરવામાં આવે. 
 

Mar 17, 2021, 03:28 PM IST

IND vs ENG 3rd T20: રાહુલ સતત ફ્લોપ, છતાં જીદ પર અડ્યો વિરાટ કોહલી, જાણો શું કહ્યું?

ઈંગ્લેન્ડે ભારતને 5 મેચની ટી20 સિરીઝની ત્રીજી મેચમાં 8 વિકેટથી હરાવ્યું. આ મેચમાં ભારતીય ટીમનો બોલિંગ અને ફિલ્ડિંગ ખુબ ખરાબ રહી. સિરીઝની પહેલી બે મેચોની જેમ જ ટીમ ઈન્ડિયાના ઓપનર કે એલ રાહુલની બેટિંગ આ મેચમાં પણ ફ્લોપ રહી. ત્યારબાદ તેની ચારે બાજુ ટીકા થવા લાગી. જો કે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ રાહુલનો બચાવ કર્યો છે. 

Mar 17, 2021, 11:11 AM IST

ઈયોન મોર્ગને રચ્યો ઈતિહાસ, 'અનોખી સદી' ફટકારનારો પહેલો ઈંગ્લીશ ક્રિકેટર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટી-20 મેચ શરૂ થતાંની સાથે જ ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગને એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

Mar 16, 2021, 11:27 PM IST

IND vs ENG T20: બટલરની અડધી સદી, ઈંગ્લેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું, સિરીઝમાં 2-1થી આગળ

INDIA vs ENGLEND T20: ઈંગ્લેન્ડે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી પાંચ મેચોની સિરીઝની ત્રીજી ટી20 મેચમાં ભારતને 8 વિકેટે પરાજય આપી સિરીઝમાં 2-1થી લીડ મેળવી લીધી છે. 

Mar 16, 2021, 10:36 PM IST

IND vs ENG: આ રીતે દર્શકોને પરત મળશે ટિકિટના પૈસા, જાણો શું છે પ્રક્રિયા

ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જી.સી.એ.) દ્વારા બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બી.સી.સી.આઇ.) સાથે પરામર્શ કરીને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર માર્ચ 16, 18 અને 20 ના રોજ રમાનારી ટી-20 ઇન્ટરનેશનલ મેચ માટે બૂક કરવામાં આવેલી ટિકિટનું રીફંડ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

Mar 16, 2021, 09:49 PM IST

IND vs ENG: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાહુલ ફરી ફ્લોપ, બનાવ્યો શરમજનક રેકોર્ડ

ઈંગ્લેન્ડ વિરુદ્ધ તે સતત બીજીવાર શૂન્ય પર આઉટ થયો તો તેની છેલ્લી ચાર ટી20 ઈનિંગની વાત કરીએ તો ત્રીજીવાર શૂન્ય પર આઉટ થયો છે. આ સિવાય રાહુલ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સતત બેવાર શૂન્ય પર આઉટ થનાર પ્રથમ ભારતીય બેટ્સમેન પણ બની ગયો છે. 

Mar 16, 2021, 08:06 PM IST