Bigg Boss 14: નિક્કી, જાસ્મિન, અને એજાઝ ખાન સાથે આ સેલેબ્સે લીધી ઘરમાં એન્ટ્રી, જુઓ PHOTOS

આવો મળીએ શોના નવા કન્ટેસ્ટન્ટ્સને...

નવી દિલ્હી: સલમાન ખાનના મોસ્ટ કંટ્રોવર્શિયલ રિયાલિટી શો બિગ બોસ 14ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. શનિવારે રાત્રે ગ્રાન્ડ પ્રીમિયર શોમાં કન્ટેસ્ટન્ટ્સે બીબી હાઉસમાં એન્ટ્રી લીધી છે. સલમાન ખાને પોતે આ ગ્રાન્ડ પ્રીમિયરમાં બધા કંન્ટેસ્ટન્ટ્સની દર્શકોને ઓળખ કરાવી. આ શોના પ્રીમિયરમાં આવનારા કેટલાક લોકો રિજેક્ટ થયા તો કેટલાક ખુશી ખુશીથી ઘરની અંદર આવ્યા. ઈન્ડિયન આઈડલ ફેમ રાહુલ વૈદ્યની શોમાં એન્ટ્રી સાથે જ બિગ બોસનો ગ્રાન્ડ પ્રીમિયર પૂરો થયો. આવો મળીએ શોના નવા કન્ટેસ્ટન્ટ્સને...

સ્પેશિયલ ઓડિયન્સવાળો નવો કોન્સેપ્ટ

1/13
image

ગ્રાન્ડ પ્રીમિયરમાં કોરોના વાયરસ મહામારીના કારણે લાઈવ ઓડિયન્સ ન જોવા મળ્યું, પરંતુ સિદ્ધાર્થ શુક્લા, હિના ખાન અને ગૌહર ખાન શોના સ્પેશિયલ ઓડિયન્સ રહેશે. 

અભિનવ શુક્લા

2/13
image

'સિલસિલા બદલતે રિશ્તો કા' જેવા શોમાં વિલન બનીને ડરાવનાર અભિનવ શુક્લા આ શોમાં પત્ની રૂબીના દિલાઈક સાથી એન્ટ્રી મારી ચૂક્યો છે. 

એજાઝ ખાન

3/13
image

કેસર, કહી તો હોગા, કાવ્યાંજલિ જેવા શોથી લોકોના મન જીતનાર એજાઝ હવે બિગ બોસની ટ્રોફી પર કબ્જો જમાવવાના ઈરાદે અહીં આવ્યો છે. 

જાસ્મિન ભસીન

4/13
image

ટીવી પર મોસ્ટ ક્યૂટ અભિનેત્રી ગણાતી જાસ્મિન ભસીને ઘરમાં આવતાની સાથે જ જાહેરાત કરી દીધી છે કે તે અહીં લાંબા સમય માટે ટકવા આવી છે. 

નિક્કી તંબોલી

5/13
image

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી નિક્કી તંબોલીએ પણ સલમાન ખાનના ઘરમાં એન્ટ્રી લીધી છે. 

શહેજાદ દેઓલ

6/13
image

'એસ ઓફ સ્પેસ'માં જોવા મળેલા શહેજાદ દેઓલે પણ શોમાં એન્ટ્રી લીધી છે.

પવિત્રા પુનિયા

7/13
image

'ટિપ ટિપ બરસા' પર ડાન્સ કરીને પવિત્રા પુનિયાએ એન્ટ્રી લીધી આ સાથે જ તેણે જણાવી દીધુ કે તે કેટલી કોન્ફિડન્ટ છે. 

જાન કુમાર સાનૂ

8/13
image

સિંગર કુમાર સાનૂના પુત્ર જાન સાનૂએ પણ બિગ બોસ 14માં ભાગ લીધો છે. પરંતુ હજુ સુધી ઘરમાં એન્ટ્રી લઈ શક્યા નથી. ઘરમાં જવા માટે તેમણે સ્પેશિયલ ઓડિયન્સનું મન જીતવું પડશે. 

સારા ગુરુપાલ

9/13
image

પંજાબી ગાયિકા સારા ગુરુપાલ પણ બિગ બોસના ઘરમાં ઘમાલ મચાવશે. પરંતુ હજુ પણ તેમને ઘરમાં એન્ટ્રી મળી નથી. તેમણે સ્પેશિયલ ઓડિયન્સનું મન જીતવું પડશે. 

નિશાંત મલખાની

10/13
image

ઝી ટીવીની સીરિયલ ગુડ્ડન તુમસે ન હો પાએગા દ્વારા નિશાંત ખુબ ચર્ચામાં રહ્યો છે. નિશાંત પણ કન્ટેસ્ટન્ટ છે જો કે તેને હજુ પણ સીનિયર કન્ટેસ્ટન્ટ્સે રિજેક્ટ કરતા ઘરમાં એન્ટ્રી મળી નથી. 

રૂબીના દિલાઈક

11/13
image

ટીવી શોની સૌથી ચર્ચિત રૂબીના દિલાઈકને હજુ પણ ઘરમાં એન્ટ્રી મળી નથી. 

રાહુલ વૈદ્ય

12/13
image

ઈન્ડિયન આઈડલ ફેમ રાહુલ વૈદ્યે પણ 'બિગ બોસ 14'માં ભાગ લીધો છે. 

રાધે મા શોમાં ભાગ લેશે નહીં

13/13
image

રાધે મા શોનો ભાગ નથી. તેઓ ફક્ત બિગ બોસ માટે પ્રાર્થના કરવા માટે ત્યાં ગયા હતાં. રાધેમાએ કહ્યું કે તેમને આ ઘર ખુબ પસંદ આવ્યું અને જ્યારે પણ તેમને બોલાવવામાં આવશે ત્યારે તેઓ જશે. (તમામ તસવીરો -સાભાર Twitter@Colorstv)