સોનું-ચાંદી નહીં... વિદેશી આક્રમણકારોએ ભારત પર આ કારણે કર્યો હતો હુમલો, સંશોધનમાં નવો ખુલાસો

Why Mughals Attack India: ભૂતકાળમાં ભારતને સોને કી ચિડિયા કહેવામાં આવતું હતું. આપણે આ વાત જ સાંભળી છે કે આ સોનાથી આકર્ષિત થઈ વિદેશી આક્રમણકારી હિન્દુસ્તાન તરફ ખેંચાતા આવ્યા. પરંતુ હવે નવા રિસર્ચમાં તે સામે આવ્યું છે કે વિદેશી આક્રમણકારીઓએ સારા મોસમ અને ચોમાસાને કારણે ભારત પર આક્રમણ કર્યું. છેલ્લા 2600 વર્ષમાં ભારત પર ચંગેજ ખાન, હૂણ, મહમૂદ ગઝનવી, મોહમ્મદ ગોરી અને બાબર જેવા આક્રમણકારીઓ ભારત આવ્યા હતા. આવો જાણીએ આ નવા રિસર્ચમાં શું વાત સામે આવી છે.
 

1/5
image

હકીકતમાં પુણેના ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજીનું એક રિસર્ચ સામે આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું કે ભારતીય ઉપમહાદ્વીપ અને મધ્ય એશિયામાં વિદેશી હુમલાના તાર ચોમાસા સાથે જોડાયેલા હતા. મધ્ય એશિયામાં ભારતની જેમ વરસાદ થતો નહોતો.

 

2/5
image

આઈઆઈટીએમના એક્સપર્ટ નવીન ગાંધીના નેતૃત્વમાં થયેલા રિસર્ચમાં ટીમે છેલ્લા 2500 વર્ષની જળવાયુની સ્થિતિ વિશે જાણ્યું. તેમાં કેરલના ટ્રી રિંગ પર બેસ્ડ પૂરાવા દ્વારા વરસાદની સ્થિતિ વિશે માહિતી મેળવવામાં આવી.

3/5
image

ટીમે છત્તીસગઢના દંડક અને આંધ્રપ્રદેશના કડપાની ખડકની ગુફાઓથી મળેલ ખનિજ ભંડારથી જમા કરેલા ઓક્સીજનના આઇસોટોપથી પણ માહિતી મેળવી છે. આ આઇસોટોપ કિર્ગિસ્તાન, ઉઝ્બેકિસ્તાન, ઈરાન, ઇપાક અને ચાર ખુબ જૂની ગુફાઓમાંથી લેવામાં આવ્યા.

 

4/5
image

કહેવામાં આવ્યું કે ગુફાઓમાંથી જે સેમ્પલ મળ્યા હતા, તે 10 હજાર વર્ષ કરતા જૂના હચા. નવીન ગાંધીએ કહ્યું કે સારી રીતે વરસાદ ન થવા અને નિયમિત ચોમાસાની કમીને કારણે મધ્ય એશિયાનો એક મોટો ભાગ રેગિસ્તાન બની ગયો હતો, જેથી ત્યાં ખેતીની સંભાવના ઓછી થઈ ગઈ.  

5/5
image

સ્ટડીમાં ખુલાસો થયો કે આક્રમણકારીઓએ જ્યારે ભારતીય ઉપમહાદ્વીપ પર હુમલો કર્યો તો તેના નિશાના પર સૌથી પહેલા તે ક્ષેત્ર હતા, જ્યાં એગ્રીકલ્ચર એક્ટિવિટી સૌથી વધુ હતી, જ્યાંની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી હતી. આ આક્રમણકારીઓની પાસે ભારતીય ઉપમહાદ્વીપના હવામાનની ચોક્કસ જાણકારી પણ હતી.