PAK vs ZIM: પાકિસ્તાનની હાર પર ભારતીય ફેન્સે લીધી ખુબ મજા, બાબર-રિઝવાનને કર્યાં ટ્રોલ

Pakistan vs Zimbabwe: ટી20 વિશ્વકપ 2022માં પાકિસ્તાનની ટીમે સતત બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત બાદ ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમ પણ પાકિસ્તાનને હરાવવામાં સફળ રહી. આ ટૂર્નામેન્ટમાં એક મેજર અપસેટ છે. પાકિસ્તાનની આ હાર બાદ સોશિયલ મીડિયા પર ભારતીય ફેન્સ ખુબ મજા લઈ રહ્યાં છે અને બાબર, રિઝવાન સહિતના ખેલાડીઓને ટ્રોલ કરી રહ્યાં છે. 

1/5
image

પાકિસ્તાનની હાર પર ભારતીય ફેન્સ મજેદાર મીમ્સ શેર કરી ટ્રોલ કરી રહ્યાં છે. પાકિસ્તાન પર હવે ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનો ખતરો છે, એક યૂઝરે લખ્યું- બાય-બાય પાકિસ્તાન અને સ્માઇલી ઇમોજી શેર કર્યું. તો એક યૂઝરે લખ્યું- ન ઇશ્ક મેં ન પ્યાર મેં, જો મજા પાકિસ્તાન કી હાર મેં.

2/5
image

ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટર વીરેન્દ્ર સેહવાગ અને સ્પિનર અમિત મિશ્રાએ પણ ટ્વીટ કરી પાકિસ્તાન ટીમને ટ્રોલ કરી. અમિત મિશ્રાએ ટ્વીટ કરતા લખ્યું- આ અપસેટ નથી... આ હંમેશા ઝિમ્બાબ્વેની મેચ હતી. પાડોશીઓ માટે ખરાબ દિન...

3/5
image

પાકિસ્તાનની ટીમ આ મેચમાં પૂરી રીતે ફ્લોપ રહી અને તેણે 130 રનના ટાર્ગેટમાં પણ 1 રનથી હારનો સામનો કરવો પડ્યો. એક યૂઝરે લખ્યું- આખરે પાકિસ્તાને કરાચી એરપોર્ટ માટે ક્વોલીફાઈ કરી લીધું. 

4/5
image

ટી20 વિશ્વકપ 2022ના ગ્રુપ-2 પોઈન્ટ ટેબલમાં હવે પાકિસ્તાનની ટીમ પાંચમાં સ્થાને છે. પાકિસ્તાનથી માત્ર નેધરલેન્ડ આગળ છે. 

 

 

5/5
image

ઝિમ્બાબ્વેના હાથે પાકિસ્તાનને હાર મળી એ એક અપસેટ છે, કારણ કે પાકિસ્તાનની ટીમ આ ટી20 વિશ્વકપ જીતવાની દાવેદાર માનવામાં આવી રહી હતી.