Pamela Chopra Funeral: પામેલા ચોપડાના થયા અંતિમ સંસ્કાર, આ સિતારાઓએ આપી અંતિમ વિદાય

Celebs Reached at Aditya Chopra House: યશ ચોપડાના પત્ની અને આદિત્ય ચોપડાના માતા પામેલા ચોપડાનું (Pamela Chopra) 74 વર્ષની વયે આજે નિધન થયું છે. પામેલાના નિધનના સમાચારથી ન માત્ર પરિવાર દુખી હતો પરંતુ બોલીવુડ પણ શોકમાં ડૂબ્યું છે. પામેલાના નિધન બાદ બોલીવુડ સિતારા પામેલાના અંતિમ વિદાય અને પરિવારને સાંત્વના આપવા આદિત્ય ચોપડાના ઘરે પહોંચ્યા હતા. આ સાથે સોશિયલ મીડિયા પર પામેલા ચોપડાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. 
 

પુત્ર આર્યન સાથે પહોંચ્યો શાહરૂખ

1/6
image

આદિત્ય ચોપડાના ઘરે શાહરૂખ ખાન પુત્ર આર્યન ખાનને લઈને પહોંચ્યો. આ તકે શાહરૂખ અને આર્યન વ્હાઇટ કપડામાં જોવા મળ્યા. ખુબ ઓછા લોકો જાણે છે કે શાહરૂખ ખાન પામેલા ચોપડાને પોતાના સરોગેટ મધર પણ કહેતા હતા. 

 

 

કરણ જોહર આવ્યો નજર

2/6
image

શાહરૂખ ખાન સિવાય તસવીરોમાં કરણ જોહર પણ જોવા મળ્યો. આ તક કરણ ક્રીમ કલરના કુર્તામાં જોવા મળ્યો હતો. તસવીરોમાં તે ખુબ દુખી લાગી રહ્યો હતો.

 

 

પતિ વિક્કીની સાથે પહોંચી કેટરીના

3/6
image

વિક્કી કૌશલ કેટરીના કેફની સાથે આદિત્ય ચોપડાના ઘરે પહોંચ્યા. બંનેએ જે રીતે આદિત્ય ચોપડાના ઘરમાં એન્ટ્રી લીધી તો સૌથી પહેલા કરણ જોહરને મળ્યા અને ત્યારબાદ આગળ વધી ગયા.

 

 

જોન અબ્રાહમ અને નીલ નિતિન મુકેશ પણ થયા સ્પોટ

4/6
image

આ સિવાય જોન અબ્રાહમ અને નીલ નિતિન મુકેશ પણ આદિત્ય ચોપડાના જુહૂવાળા ઘરમાં પામેલા ચોપડાના પરિવારને મળવા આદિત્ય ચોપડાના જુહૂવાળા ઘરે પહોંચ્યા હતા. 

 

 

માસી પદ્મિનીની સાથે પહોંચી શ્રદ્ધા કપૂર

5/6
image

આ સિતારા સિવાય શ્રદ્ધા કપૂર (Sharaddha Kapoor) તેના માસી પદ્મિની કોલ્હાપુરેની સાથે આદિત્ય ચોપડાના ઘરે પહોંચી. 

 

 

રાની મુખર્જીની સાથે પામેલાનું બોન્ડિંગ

6/6
image

રાની મુખર્જીની પોતાના સાસુ પામેલા ચોપડાની સાથે ખુબ સારૂ બોન્ડિંગ હતું. ત્યાં સુધી કે રાનીએ પામેલાનો 70મો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો હતો.