IPL: કરોડો ભારતીયોને દર્દ આપનારા કમિન્સની વધુ એક 'ચાલ', IPLમાં તગડી કમાણી કરી ટીમ ઈન્ડિયાને જ પહોંચાડશે નુકસાન
Pat Cummins in IPL Auction : વિશ્વ ચેમ્પિયન કેપ્ટન પેટ કમિન્સને આઈપીએલની હરાજીમાં 20 કરોડથી વધુ રકમ મળી છે. તેણે હરાજી બાદ કહ્યું કે તેઓ આઈપીએલથી આગામી વર્ષ થનારી ટી20 વિશ્વ કપની તૈયારીઓને વધુ મજબૂત કરશે. ભારતની નજર પણ આગામી વર્ષે થનારા ટી20 વર્લ્ડ કપ પર છે.
કમિન્સને મળી મોટી રકમ
ઓસ્ટ્રેલિયાના વિશ્વ ચેમ્પિયન કેપ્ટન પેટ કમિન્સને આઈપીએલની હરાજીમાં 20.50 કરોડ મળ્યા છે. કમિન્સને સનરાઈઝર્સ હૈદરાબાદે ખરીદ્યો. જો કે આઈપીએલથી તેઓ ટીમ ઈન્ડિયાને જ નુકસાન પહોંચાડી શકે છે.
ભારત માટે ઊભી કરશે મુશ્કેલી
ઓસ્ટ્રેલિયાના ધુરંધર પેટ કમિન્સે ઓક્શન બાદ કહ્યું કે આઈપીએલથી તેઓ આગામી વર્ષે યોજાનારા ટી20 વર્લ્ડ કપની તૈયારીઓને વધુ મજબૂત કરશે. ભારતની નજર પણ આગામી વર્ષે થનારા ટી20 વર્લ્ડ કપ છે પરંતુ કમિન્સ આ રસ્તામાં મુશ્કેલી ઊભી કરી શકે છે.
જૂન 2024માં થશે વિશ્વ કપ
પેટ કમિન્સ આગામી વર્ષે જૂનમાં અમેરિકા અને વેસ્ટઈન્ડિયાની સંયુક્ત મેજબાનીમાં રમાનારા ટી20 વર્લ્ડ કપ પહેલા જ પોતાને આ નાના ફોર્મેટમાં સેટ કરવા માટે ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝનનો ઉપયોગ કરવા માંગે છે. કમિન્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના વ્યસ્ત કાર્યક્રમના કારણે 2023ની આઈપીએલમાં ભાગ લીધો નહતો. ત્યારબાદ તેમણે ભારતનું સપનું તોડ્યું અને ફાઈનલમાં ટીમ ઈન્ડિયાને હરાવી.
ઓક્શનનો બીજો સૌથી મોંઘી ખેલાડી
દુબઈમાં મંગળવારે IPL ની હરાજીમાં સનરાઈઝર્સ હૈદરાબાદે કમિન્સને 20-50 કરોડ રૂપિયાની બોલી સાથે ટીમમાં સામેલ કર્યો. તે આઈપીએલના ઈતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી છે. ઓસી ટીમના તેના સાથી મિચેલ સ્ટાર્કને કોલકાતા નાઈટ રાઈડર્સે રેકોર્ડ 24.75 કરોડ રૂપિયાની બોલી લગાવી જે આઈપીએલમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી છે.
ટી20 ફોર્મેટમાં સેટ કરવાનો હેતુ
પેટ કમિન્સે ક્રિકેટ ડોટ કોમ ડોટ એયુને કહ્યું કે મને લાગે છે કે મે હાલના દિવસોમાં વધુ ટી20 ક્રિકેટ રમી નથી અને મને લાગે છે કે છેલ્લા કેટલાક સમયથી આ ફોર્મેટમાં મે મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું નથી.
ટી20 વર્લ્ડ કપ પર ફોકસ
કમિન્સે વધુમાં કહ્યું કે હું વાસ્તવમાં ઉત્સાહિત છું. આગામી વર્ષે ટી20 વર્લ્ડ કપ પહેલા કેટલીક મેચ રમવાની કોશિશ કરીશ. હું ટીમમાં જગ્યા બનાવવાની કોશિશ સાથે એ પણ મહેસૂસ કરવાનો પ્રયત્ન કરીશ કે ટી20 ક્રિકેટમાં બોલિંગ કરી શકું છું. 30 વર્ષના કમિન્સે અત્યાર સુધી 50 ટી20 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે જેમાં કુલ 55 વિકેટ લીધી છે.
14 બોલમાં અડધી સદી
પેટ કમિન્સે આઈપીએલમાં છેલ્લે 2022માં કેકેઆરનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે ત્યારે ફક્ત 14 બોલમાં અડધી સદી ફટકારી હતી જે ઓસ્ટ્રેલિયાના કોઈ પણ બેટરનું આ ફોર્મેટમાં સૌથી તેજ અડધી સદી છે. તેણે સનરાઈઝર્સના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરાયેલા વીડિયોમાં કહ્યું કે આઈપીએલની આગામી સીઝન માટે સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે જોડાઈને ઉત્સાહિત છું. મે ઓરેન્જ આર્મી વિશે ઘણું સાંભળ્યું છે. મને ઘણીવાર હૈદરાબાદમાં રમવાની તક મળી છે. મને ત્યાં રમવું ગમે છે અને ટીમ સાથે જોડાવવાની રાહ જોઉ છું.
હેડ પણ SRH સાથે જોડાયો
સનરાઈઝર્સે કમિન્સની સાથે સાથે ઓસ્ટ્રેલિયાના ઓપનર ટ્રેવિસ હેડન ેપણ 6.8 કરોડ રૂપિયાની બોલી સાથે ટીમમાં સામેલ કર્યો છે. હેડે ભારતમાં વિશ્વ કપની ફાઈનલમાં મેચવિનિંગ ઈનિંગ રમી હતી. કમિન્સે કહ્યું કે ટીમમાં ટ્રેવિસ હેડ તરીકે એક વધુ ઓસ્ટ્રેલિયનને જોવો સારું લાગે છે. અમે આ સીઝનની મજા માણીશું. આશા છે કે અમને સફળતા મળશે.
Trending Photos