આમ જનતા માટે સારા સમાચાર, 15 ડિસેમ્બર સુધી ફ્રીમાં મળશે પેટ્રોલ
ઓઈલ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) અને દેશની સૌથી મોટી બેંક SBI તમારા માટે એક જોરદાર ઓફર લોંચ કરી છે. સસ્તુ થઇ રહેલા પેટ્રોલ-ડીઝલ વચ્ચે કંપનીએ ફ્રી પેટ્રોલની ઓફર લોંચ કરી છે. તમે કોઇપણ ઈન્ડિયન ઓઈલના પેટ્રોલ પરથી ફ્રીમાં પેટ્રોલ લઇ શકો છો. તે પણ એક-બે લીટર નહી પરંતુ પુરૂ 5 લિટર પેટ્રોલ ફ્રીમાં મળશે. આ ઓફર ફક્ત તે ગ્રાહકો માટે હશે, જે ફક્ત BHIM SBI Pay દ્વારા પેટ્રોલના પૈસા ચૂકવશે.
15 ડિસેમ્બર સુધી છે આ ઓફર
SBI એ પોતાના ગ્રાહકોને જાણકારી આપવા માટે આ ટ્વિટ કર્યું છે કે જો આ ઓફર 15 ઓક્ટોબરે શરૂ થઇ હતી. હવે SBI એ ફરી પોતાના ટ્વિટ દ્વારા જાણકારી આપી છે કે તે ઓફર 15 ડિસેમ્બર સુધી વધારી દીધી છે. SBI ના નોટિફિકેશન અનુસાર, જો તમે કાર અને મોટરસાઇકલમાં પેટ્રોલ ભરાવતી વખતે BHIM SBI Pay દ્વારા ચૂકવણી કરે છે તો તમને 5 લીટર સુધી મફત પેટ્રોલ મળી શકે છે. એસબીઆઇએ તેના માટે ઇન્ડિયન ઓઈલની સાથે કરાર કર્યો છે.
100 રૂપિયા છે ન્યૂનતમ ટ્રાંજેક્શન
તમને ઈન્ડિયન ઓઈલના રિટેલ આઉટલેટ પરથી BHIM SBI Pay એપના માધ્યમ વડે પેટ્રોલ-ડીઝલ ખરીદવું પડશે. ધ્યાન રહે કે ન્યૂનતમ ટ્રાંજેક્શન 100 રૂપિયા હોવું જરૂરી છે. જો તમે એપ દ્વારા ખરીદશો તો તમારે તેની જેનરેડેટ રસીદ પ્રાપ્ત થાય છે. તેમાં 12 પોઈન્ટવાળો કસ્ટમર રેફરેંસ નંબર ઉપલબ્ધ હોય છે. હવે તમારે તેને પોતાના મોબાઇલ ફોનના મેસેજ બોક્સમાં જઇને 12 પોઈન્ટનો કસ્ટમર રેફરેંસ નંબર ટાઇપ કરો, એક સ્પેસ આપો, તારીખ અને મહિનો ટાઇપ કરો (DDMM ફોર્મેટ). તેને 9222222084 પર મોકલી દેશે.
લકી ડ્રો દ્વારા મળશે ફાયદો
ઓફર ભલે જ SBI ના બધા કસ્ટમર્સ માટે હોય, પરંતુ ફાયદો તે લોકોને જ મળશે, જેનો કોડ લકી ડ્રોમાં નિકળશે. ઓફરની વધુ જાણકારી તમે કસ્ટમર કેરમાંથી લઇ શકો છો. તેના માટે તમે ટોલ ફ્રી નંબર 1800 22 8888 પર ફોન કરવો પડશે. આ ઉપરાંત ઓફર સાથે જોડાયેલી કોઇ સમસ્યા અથવા જાણકારી માટે help@xtrarewards.com પર ઇમેલ પણ કરી શકે છે.
કેશબેકના રૂપમાં મળશે ફાયદો
ધ્યાન રહે કેશબેક એંટ્રીનો સમય રાત્રે 12:00 વાગ્યાનો છે. આ ઓફરમાં દરરોજ 10,000 લકી ગ્રાહકોને 5 લિટર સુધી મફત પેટ્રોલ જીતવાની તક મળશે. લકી ગ્રાહકોને એસએમએસ દ્વારા માહિતગાર કરવામાં આવશે. ઓફર 15 ડિસેમ્બરની રાત્રે 12:00 વાગે બંધ થઇ જશે. ત્યારબાદ મળેલી એંટ્રીને સ્વિકાર કરવામાં આવશે નહી. આ ઓફર 18 વર્ષથી વધુ ઉંમરવાળા ભારતીય નાગરિકો માટે છે.
એક ગ્રાહક બે વખત જ ઉઠાવી શકે છે ફાયદો
લકી ગ્રાહકોને 10,000 એસએમએસ મોકલવામાં આવશે, જેમાં 50, 100, 150 અને 200 રૂપિયાનું કેશબેક થશે. એક મોબાઇલ નંબર વધુમાં વધુ બે વખત આ ઓફરનો લાભ લઇ શકે છે. એટલે કે 200 રૂપિયા કેશબેક આવે તો 400 રૂપિયાનું કેશબેક હશે. ગોવામાં 400 રૂપિયામાં લગભગ 5 લિટર પેટ્રોલ ઉપલબ્ધ છે.
Trending Photos