Lockdown ના એક વર્ષની આ તસવીરો તમને હચમચાવી દેશે, જુઓ ક્યારેય ન ભુલાય તેવી મહામારીની યાદો
લોકડાઉનની આ તસવીરોને શબ્દોની જરૂર જ નથી, કારણકે, આ તસવીરો આપમેળે તે સમયની કહાનીને બયાન કરે છે. જોકે, દુનિયાના દેશોની સરખામણીએ ભારતે આ મહામારી સામે મજબૂત રીતે મુકાબલો કર્યો હોવાનો પુરાવો પણ તમને આજ તસવીરોમાં મળી જશે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ચીનના વુહાનથી પ્રસરેલાં કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં હાહાકાર મચી ગયો છે. આ મહમારીથી બચવા ભારતમાં પહેલાં જનતા કરફ્યુ લગાવાયો. ત્યાર બાદ ભારતમાં પણ પ્રધાનમંત્રી મોદીએ સંપૂર્ણ લોકડાઉન લાગૂ કરીને લોકોને કોરોના વાયરસથી બચાવવાના તમામ જરૂરી પગલાં લીધાં. લોકડાઉન દરમિયાન અનેક એવી તસવીરો સામે આવી જે ક્યારેય નહીં ભુલી શકાય.
કોરોનાની મહામારીને કારણે પહેલીવાર લોકોએ લોકડાઉન નામનો શબ્દ સાંભળ્યો અને તેની ગંભીર અસરો પણ જોઈ. ધંધા-રોજગાર પડી ભાંગ્યા. પણ એ સમયે એક જ વાત અગત્યની હતી અને એ હતી જાન હૈ તો જહાન હૈ. એક તરફ જ્યાં લોકડાઉન અને કરફ્યુના કારણે તમામ રસ્તાઓ સુમસામ હતા ત્યાં બીજી તરફ પોલીસ લોકડાઉનની પાલન કરાવવા રસ્તા પર ઉભી હતી. ત્યાં સુધી કે પોલીસ અને આરોગ્ય કર્મીઓ લોકોના ઘરે ઘરે જઈને પણ લોકડાઉનનું પાલન કરવા સુચના આપતા હતાં. બીજી તરફ લોકડાઉનના કારણે પ્રદૂષણનું પ્રમાણ ઘટી જવાથી વન્યજીવો અને પક્ષો પણ રહેણાંક વિસ્તારોમાં ભ્રમણ કરતા જોવા મળ્યાં.
સ્થિતિ એ હદે વણસી હતીકે, દરેક જીવનના દરેક તબક્કે અહીં નિયમો લાગૂ કરાયા હતાં. સોશિયલ ડિસ્ટન્સિંગ, કરફ્યુ અને લોકડાઉનના નિયમોનું કડક અમલીકરણ કરવામાં આવ્યું. વિનામુલ્યે સરકારી અનાજનું વિતરણ તો થયું પણ આ અનાજ લેવા માટે દેશભરમાં લાખો લોકોને ફરી એકવાર કતારોમાં ઉભા રહેવાનો વારો આવ્યો. મંદિરોમાં ભગવાનની મુર્તિઓને પણ સેનેટાઈઝ કરવામાં આવી હતી. આપણાં તહેવારો, ધાર્મિક વિધિઓ અને લગ્નપ્રસંગોમાં પણ કોરોનાની અસર જોવા મળી. દરેક લોકો માટે માસ્ક ફરજિયાત કરાયા હતાં. પોલીસ અને આરોગ્ય કર્મીઓ ઘણાં દિવસો સુધી પોતાના ઘરે ન આવી શક્યા. પરપ્રાંતીય શ્રમિકોને હિજરત કરવાનો વારો આવ્યો. લાખો શ્રમિકો પગપાળા હિજરત કરતા જોવા મળ્યાં. હોસ્પિટલો દર્દીથી ઉભરાવવા લાગી. અનેક લોકોએ આ મહામારીમાં પોતાના સ્વજનો ગુમાવ્યાં. આ તસવીરોને કોઈ શબ્દોની જરૂર જ નથી, કારણકે, આ તસવીરો આપમેળે તે સમયની કહાની બયાન કરે છે...
Trending Photos