Photos : પ્લોગીંગ રન : અમદાવાદના મ્યુ. કમિશનરે પણ રસ્તા પરથી કચરો ઉઠાવ્યો...

સ્વચ્છ સર્વેક્ષણમાં સૌથી મોટા શહેરમાં છઠ્ઠો ક્રમ મેળવ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેને વધુ આગળ લઈ જવા સતત પ્રયત્નો કરી રહ્યું છે. જે અતંર્ગત એએમસી દ્વારા પ્લોગીંગ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાનગી સંસ્થાની મદદથી યોજાયેલી પ્લોગીંગ રનમાં સવારે શરીરના સ્વાસ્થ્ય માટે નીકળતા લોકો શહેરની તંદુરસ્તી માટે પણ સજાગ બને તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યુ છે. આ પ્લોગિંગ રનમાં અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા પણ હાથમાં થેલી લઈને રસ્તા પરથી કચરો ઉપાડતા જોવા મળ્યા હતા.  

મૌલિક ધામેચા/અમદાવાદ :સ્વચ્છ સર્વેક્ષણમાં સૌથી મોટા શહેરમાં છઠ્ઠો ક્રમ મેળવ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેને વધુ આગળ લઈ જવા સતત પ્રયત્નો કરી રહ્યું છે. જે અતંર્ગત એએમસી દ્વારા પ્લોગીંગ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાનગી સંસ્થાની મદદથી યોજાયેલી પ્લોગીંગ રનમાં સવારે શરીરના સ્વાસ્થ્ય માટે નીકળતા લોકો શહેરની તંદુરસ્તી માટે પણ સજાગ બને તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યુ છે. આ પ્લોગિંગ રનમાં અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા પણ હાથમાં થેલી લઈને રસ્તા પરથી કચરો ઉપાડતા જોવા મળ્યા હતા.  

1/2
image

આ પ્લોગીંગ રન એસજી હાઇવેથી પ્રહલાદનગર, આનંદનગર અને પુનઃ એજ રૂટ પર પરત એમ કુલ 5.30 થી 6 કીલોમીટરનો રૂટ સુધીનો હતો. જેમાં ભાગ લેનારાઓને હેન્ડ ગ્લોવ્ઝ, ટી-શર્ટ અને કચરો ઉપાડવા ખાસ બેગ આપવામાં આવ્યું હતું. આ પ્લોગીંગ રનમા ભાગ લેનારા રોડ પર પડેલો કચરો એકઠો કરી એએમસીએ મૂકેલા ડસ્ટબીનમાં એકઠો કરી નાંખ્યો હતો. નોંધનીય છે કે, પ્રથમવાર આ પ્રયોગ થવા જઈ રહ્યો છે, જેની સફળતાના આધારે આગામી સમયમાં અન્ય વિસ્તારોમાં પણ તેનો અમલ કરાશે. 

2/2
image

જે રીતે સ્વચ્છતાના મામલે અમદાવાદમાં હવે પરિવર્તન જોવા મળી રહ્યુ છે, ત્યારે તંત્રએ પણ શહેરને સ્વચ્છ રાખવા માટે લોકો પાસેથી સહકાર મળે તેવી વિનંતી કરી છે. ત્યારે જોવાનું રહેશે કે તંત્રના આ પ્રયોગને કેટલી સફળતા મળે છે.