વૈશ્વિક નેતાઓને મળતા સમયે જોવા જેવા રહ્યા PM મોદીના હાવભાવ, PICS
જી-20 દેશના નેતાઓનું વાર્ષિક શિખર સંમેલન શુક્રવારે આર્જેન્ટીનાના બ્યૂનસ આયર્સમાં શરૂ થયું. જેમાં આ સમૂહના 10 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી ઊંડા મતભેદ ઉભરીને સામે આવ્યા હતા.
આર્જેન્ટીના/બ્યૂનસ આયર્સ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્જેન્ટીનામાં ચાલી રહેલ જી-20 શિખર સંમેલન દરમિયાન શુક્રવારે અનેક મોટા આંતરરાષ્ટ્રીય નેતાઓને મળ્યા હતા. જી-20 દેશના નેતાઓનું વાર્ષિક શિખર સંમેલન શુક્રવારે આર્જેન્ટીનાના બ્યૂનસ આયર્સમાં શરૂ થયું. જેમાં આ સમૂહના 10 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી ઊંડા મતભેદ ઉભરીને સામે આવ્યા હતા. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વેપાર અને જળવાયુ પરિવર્તન પર આ સમૂહમાં બનેલી ગત અસહમતિને નુકશાન પહોંચાડવાને લઈને આલોચનાનો સામનો કરવો પડ્યો હતો.
હાથ મળાવીને એકબીજાનું સ્વાગત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સંમેલન શરૂ થતા પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી.
પીએમ મોદીએ જર્મની-બ્રિટન વિશે પૂછ્યું
સંમેલનમાં ભાગ લેવા પહોંચેલ જર્મન ચાન્સેલર એન્જેલા માર્કેલ, બ્રિટનના વડાપ્રદાન ટેરેસા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિનર પાર્ટીમાં વાતચીત કરતા સમયે.
ચીન-રશિયાના રાષ્ટ્રપતિને મળ્યા
ડીનર પાર્ટી દરમિયાન પીએમ મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સાથે પણ મુલાકાત કરી હતી.
ગળે લગાવીને અભિનંદન આપ્યા
મેક્સિકોના રાષ્ટ્રપતિ ઈંરિક પેના નીટો સાથે કંઈક ખાસ અંદાજમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળ્યા હતા. બંનેએ એકબીજાને ગળે લગાવીને અભિવાદન કર્યું હતું.
શું હાલ છે મિત્રના
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે સાથે પણ પીએમ મોદીએ મુલાકાત કરી હતી. બંને વચ્ચે હસીહસીને વાતચીત થઈ હતી.
પહેલીવાર ત્રિપક્ષીય બેઠક
જી-20 સંમેલાન ઉપરાંત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, જાપાનના વડાપ્રધાન શિન્જો આબે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર ત્રિપક્ષીય બેઠક કરી હતી.
Trending Photos