ભારે બરફવર્ષામાં ગર્ભવતી મહિલાને સ્ટ્રેચર પર સૂવાડી 12 KM પગપાળા લઈ ગયો પરિવાર, એમ્બ્યુલન્સ પહોંચી જ નહીં

કાશ્મીરમાં હાલ ભારે બરફવર્ષા થઈ રહી છે અને આ બરફવર્ષા સ્થાનિક લોકો માટે મુસિબત બની રહી છે. ઉત્તર કાશ્મીરના બારામૂલ્લાના રફિયાબાદ વિસ્તારના પહાડી વિસ્તારમાં અનેક ઈંચ બરફવર્ષા થઈ અને આ બરફવર્ષા અબ્દુલ મજીદ તથા તેમના પત્ની માટે મોટી સમસ્યા બનીને આવી. 

બારામુલ્લા: કાશ્મીરમાં હાલ ભારે બરફવર્ષા થઈ રહી છે અને આ બરફવર્ષા સ્થાનિક લોકો માટે મુસિબત બની રહી છે. ઉત્તર કાશ્મીરના બારામૂલ્લાના રફિયાબાદ વિસ્તારના પહાડી વિસ્તારમાં અનેક ઈંચ બરફવર્ષા થઈ અને આ બરફવર્ષા અબ્દુલ મજીદ તથા તેમના પત્ની માટે મોટી સમસ્યા બનીને આવી. 

1/5
image

વાત જાણે એમ છે કે અબ્દુલ મજીદના પત્ની ગર્ભવતી હતા અને ગઈ કાલે અચાનક તેમને હોસ્પિટલ લઈ જવાની જરૂર પડી. પરંતુ આવી વિકટ પરિસ્થિતિમાં તેમને લઈ જવા માટે પરિવાર પાસે કોઈ સાધન નહતું. 

2/5
image

ત્યારબાદ વિસ્તારના લોકો જ મહિલાને સ્ટ્રેચર પર લાદીને 12 કિલોમીટર પગપાળા લઈ ગયા. હોસ્પિટલ પ્રશાસનને જાણ કરવા છતાં વિસ્તારમાં એમ્બ્યુલન્સ પહોંચી શકી નહી. જેના કારણે ખુલ્લા આકાશ નીચે મહિલાને ભારે બરફવર્ષા વચ્ચે સ્ટ્રેચર પર  લઈ જવાઈ. 

3/5
image

મહિલાને એક સ્ટ્રેચર પર ધાબળો બીછાવીને સુવાડવામાં આવી. કપરા રસ્તા પરથી પસાર થઈને મહિલાને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ દાંગીવચ બારામુલ્લા પહોંચાડાઈ પરંતુ આશ્ચર્યની વાત એ છે કે સ્થાનિક પ્રશાસનનો કોઈ પણ ઓફિસર તેમની મદદે આવ્યો નહીં. 

4/5
image

અબ્દુલ મજીદના પત્નીને આ દરમિયાન ઘણી મુશ્કેલીઓ પડી. પરંતુ વિસ્તારના લોકોએ તેમના પરિવાર અને તેમને 12 કિલોમીટર લાંબી મુસાફરી કરવામાં મદદરૂપ થઈ હોસ્પિટલ પહોંચાડ્યા. તેમને સફળતા મળી અને અબ્દુલ મજીદના પત્નીએ એક બાળકને જન્મ આપ્યો. 

5/5
image

વિસ્તારના  લોકોનું કહેવું સદભાગ્ય એ રહ્યું કે બાળક અને માતા બંને સલામત છે. આ સાથે જ તેમણે પ્રશાસન પર આરોપ લગાવ્યો કે તેઓએ વિસ્તારના લોકોને અનેક ચીજોથી વંછિત રાખ્યા છે. જેના કારણે ઘણીવાર આવી પરિસ્થિતિઓનો તેમણે સામનો કરવો પડે છે.