રાયબરેલી નજીક ન્યુ ફરક્કા એક્સપ્રેસ પાટા પરથી ખડી પડતા 7ના મોત, ભીષણ અકસ્માતની તસવીરો

Oct 10, 2018, 10:09 AM IST

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં આજે સવારે ભીષણ ટ્રેન અકસ્માત થયો છે. હરચંદપુરના આઉટર પાસે આજે સવારે ન્યુ ફરક્કા એક્સપ્રેસના એન્જિન સહિત 9 ડબ્બા પાટા પરથી ખડી પડ્યાં. આ ટ્રેન અકસ્માતમાં અત્યાર સુધી 7 લોકોના મોત થયા હોવાનું જણાવાયું છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે. અકસ્માતમાં મૃતકોના પરિવારને 2-2 લાખ રૂપિયા અને ગંભીર રીતે  ઘાયલ થયેલા લોકોને 50,000 રૂપિયાની આર્થિક મદદની જાહેરાત કરાઈ છે. 

1/5

હાલમાં જ રેલવે તરફથી રેલ અકસ્માતોમાં ઘટાડો થયો હોવાનો દાવો કરાયો હતો

હાલમાં જ રેલવે તરફથી રેલ અકસ્માતોમાં ઘટાડો થયો હોવાનો દાવો કરાયો હતો

રેલવે તરફથી હાલમાં જ રેલ અકસ્માતોમાં 06 ગણો ઘટાડો થયો હોવાનો દાવો કરાયો હતો. રેલવે બોર્ડના અધ્યક્ષ અશ્વિની લોહાનીએ જણાવ્યું હતું કે દેશભરમાં મોટી સંખ્યામાં પાટાઓ બદલવાની અને રેલવેના માળખાને મજબુત કરવાનું કામ થઈ રહ્યું છે. જેનાથી મુસાફરોને સુરક્ષિત યાત્રા ઉપલબ્ધ કરાવી શકાય. નોંધનીય છે કે આ અકસ્માત જે રૂટ પર થયો ત્યાં હજુ પણ ડીઝલ એન્જિન ચાલે છે. અહીં હજું ઈલેક્ટ્રીફિકેશનનું કામ પૂરું થયું નથી. 

2/5

અનેક લોકોને સ્થાનિક નાગરિકોએ બચાવ્યાં

અનેક લોકોને સ્થાનિક નાગરિકોએ બચાવ્યાં

અકસ્માત બાદ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઘટનાસ્થળે પહોંચ્યા. ડબ્બામાં ફસાયેલા મુસાફરોને તેમણે બચાવ્યાં. કેટલાક મૃતકોને પણ સ્થાનિકોએ જ ડબ્બામાંથી બહાર કાઢ્યાં. હાલ સ્થાનિક પોલીસ અને પ્રશાસનના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. 

3/5

અકસ્માતમાં એન્જિન સહિત 9 ડબ્બા પાટા પરથી ઉતર્યાં

અકસ્માતમાં એન્જિન સહિત 9 ડબ્બા પાટા પરથી ઉતર્યાં

આ અકસ્માતમાં એન્જિન સહિત 9 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હોવાનું કહેવાય છે. અહેવાલો મુજબ સૌથી પહેલા એન્જિન જ પાટા પરથી ઉતરી ગયું અને ત્યારબાદ એક પછી એક ડબ્બા પાટા પરથી ઉતર્યાં. 

4/5

ડબ્બા એક ઉપર એક ચડી ગયા

ડબ્બા એક ઉપર એક ચડી ગયા

અકસ્માત એટલો ભયાનક હતો કે ડબ્બા એક ઉપર એક ચડી ગયા હતાં. કેટલાક ડબ્બાના તો પૈડા આમ તેમ વિખરાયા. કહેવાય છે કે ગાડીની ઝડપ બહુ વધારે નહતી. 

5/5

મૃત્યુઆંક 7

મૃત્યુઆંક 7

માલદા ટાઉનથી દિલ્હી આવી રહેલી ન્યુ  ફરક્કા એક્સપ્રેસ બુધવારે અકસ્માતગ્રસ્ત થઈ.  આ ઘટનામાં અત્યાર સુધી 7 લોકોના મોત થયા છે. અનેક લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક હજુ વધી શકવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.