સરદાર પર સપ્તરંગી અભિષેક, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આકાશમાંથી તિરંગો ફરક્યો હોય તેવો નજારો સર્જાયો
જયેશ દોશી/નર્મદા :કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં વરસાદી માહોલથી હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો છે. વરસાદી વાતાવરણને કારણે સાતપુડા અને વિંધ્યાચલની ગિરીકંદરા વચ્ચે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આહલાદક દ્રશ્ય સર્જાયા છે. ત્યારે વાદળો વચ્ચે સરદાર પટેલની પ્રતિમા સાથે અદભૂત આકાશી નજારો સર્જાયો હતો. શુક્રવારે સમી સાંજે વરસાદના વિરામ બાદ અચાનક સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મેઘધનુષ્ય જોવા મળ્યુ હતું. આ મેઘધનુષ સરદાર પટેલની પ્રતિમા પાસે જોવા મળતા પ્રવાસીઓમાં કુતુહલ સર્જાયુ હતું. સરદાર પર આકાશથી થયો સપ્તરંગી અભિષેક થયો હોય તેવું લાગ્યુ હતું. હરઘર તિરંગા અભિયાન જેવો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કુદરતી માહોલ સર્જાયો હતો. સ્વતંત્ર દિવસની ઉજવણીની તૈયારીઓમાં દેશવાસીઓ વ્યસ્ત છે, ત્યારે કુદરતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આકાશમાંથી તિરંગો ફરક્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. યુગપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા પર મેઘધનુષ્ય દેખાતા પ્રવાસીઓમાં રાષ્ટ્રપ્રેમની અનુભૂતિ થઈ હતી.
Trending Photos