Nature News

સરદાર પર સપ્તરંગી અભિષેક, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આકાશમાંથી તિરંગો ફરક્યો હોય તેવો નજા
જયેશ દોશી/નર્મદા :કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં વરસાદી માહોલથી હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો છે. વરસાદી વાતાવરણને કારણે સાતપુડા અને વિંધ્યાચલની ગિરીકંદરા વચ્ચે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આહલાદક દ્રશ્ય સર્જાયા છે. ત્યારે વાદળો વચ્ચે સરદાર પટેલની પ્રતિમા સાથે અદભૂત આકાશી નજારો સર્જાયો હતો. શુક્રવારે સમી સાંજે વરસાદના વિરામ બાદ અચાનક સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મેઘધનુષ્ય જોવા મળ્યુ હતું. આ મેઘધનુષ સરદાર પટેલની પ્રતિમા પાસે જોવા મળતા પ્રવાસીઓમાં કુતુહલ સર્જાયુ હતું. સરદાર પર આકાશથી થયો સપ્તરંગી અભિષેક થયો હોય તેવું લાગ્યુ હતું. હરઘર તિરંગા અભિયાન જેવો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કુદરતી માહોલ સર્જાયો હતો. સ્વતંત્ર દિવસની ઉજવણીની તૈયારીઓમાં દેશવાસીઓ વ્યસ્ત છે, ત્યારે કુદરતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આકાશમાંથી તિરંગો ફરક્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. યુગપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા પર મેઘધનુષ્ય દેખાતા પ્રવાસીઓમાં રાષ્ટ્રપ્રેમની અનુભૂતિ થઈ હતી.  
Aug 13,2022, 12:26 PM IST
SURAT માં મુખ્યમંત્રીનું આહ્વાન, હવે બેક ટુ બેઝીક થવું પડશે, પ્રકૃતીએ આપણને અમૃત આપ્
શહેરમાં પ્રાકૃતિક ખેતી સંમેલનનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ગુજરાતના રાજ્યલાલ અને મુખ્યમંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતાં, ત્યાં જ પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં સુરત જિલ્લાના કેટલાક ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતાં. જેમને પ્રાકૃતિક ખેતી કરી ખરા અર્થમાં પર્યાવરણને બચાવવાનું કામ કર્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતીના સ્થાને હવે પ્રાકૃતિક કૃષિનો વિકલ્પ ઉપલબ્ધ છે. જેથી ગુજરાતનો પ્રત્યેક કિસાન ઝેરમુક્ત ખેતી કરવાનો સંકલ્પ લે. પ્રાકૃતિક ખેતીથી કૃષિખર્ચ ઘટશે, આરોગ્યદાયક ખાદ્યાન્ન મળશે તથા પર્યાવરણની રક્ષા થશે. 
Jul 10,2022, 18:06 PM IST

Trending news