શિવભક્તોની શ્રાવણ માસની પૂજા રહી અધૂરી! સ્વયંભૂ રખોડેશ્વર મહાદેવે લીધી જળ સમાધિ

Rakodeshwar Mahadev : ભારે વરસાદના કારણે રાજ્યના મોટા ભાગની નદીઓ ઉભરાઇ છે. ત્યારે આ શ્રાવણમા માસમાં નદીઓએ મહાદેવને જળાભિશષેક કર્યો હતો. ત્યારે સ્વયંભૂ રાખોડેશ્વર મહાદેવ જળમગ્ન બન્યું છે. અરવલ્લીના માલપુરની વાત્રક નદીમાં ભારે પાણી આવતા ડૂબેલા મહાદેવ મંદિરના આકાશી દૃશ્યો સામે આવ્યા.

વાત્રક ડેમ ઓવરફ્લો થતા રખોડેશ્વર મહાદેવ મંદિરમાં પાણી

1/6
image

ભારે વરસાદમાં અરવલ્લીના માલપુરનું સ્વયંભૂ રખોડેશ્વર મહાદેવે લીધી જળ સમાધિ હતી. વાત્રક નદીના કિનારે પૌરાણિક રખોડેશ્વર મહાદેવ આવેલું છે. વાત્રક ડેમ ઓવરફ્લો થતા રખોડેશ્વર મહાદેવ મંદિરમાં પાણી ભરાયા હતા. પાણી એટલી હદે ભરાયા કે મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થયુ હતુ.   

નદી દ્વારા મંદિરને કરવામાં આવતા જળાઅભિષેક

2/6
image

જળમગ્ન મહાદેવના આહલાદક આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં ડ્રોને નદી દ્વારા મંદિરને કરવામાં આવતા જળાઅભિષેકને કેમેરામાં કેદ કર્યો હતો. હાલ મહાદેવ મંદિર આસપાસ એક કિલોમીટર સુધી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યુ છે. ત્યારે ગ્રામજનોના જણાવ્યુ મુજબ જ્યારે વાત્રક ડેમ ભરાય ત્યારે 6 મહિના સુધી મહાદેવ જળમગ્ન રહે છે.

માલપુરનું સ્વયંભૂ રખોડેશ્વર મહાદેવે લીધી જળ સમાધિ

3/6
image

વાત્રક નદીના કિનારે પૌરાણિક રખોડેશ્વર મહાદેવ આવેલું છે. વાત્રક ડેમ ઓવરફ્લો થતા નદી ચારેકોર ભરાઈ ગઈ છે. તેથી વાત્રક નદી જાણે સામેથી મહાદેવને અભિષેક માટે આવી હોય તેવું લાગી રહ્યું છે. જળમગ્ન મહાદેવના આહલાદક આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.   

6 મહિના સુધી મહાદેવ જળમગ્ન રહે છે

4/6
image

મહાદેવ મંદિર આસપાસ એક કિલોમીટર સુધી પાણીનું સામ્રાજ્ય છવાયેલું છે. જોકે, આવતીકાલે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે, ત્યારે શિવભક્તોની શ્રાવણ માસની પૂજા અધૂરી રહી ગઈ. વાત્રક ડેમ ભરાય ત્યારે 6 મહિના સુધી મહાદેવ જળમગ્ન રહે છે.

5/6
image

6/6
image