આ રક્ષાબંધન પર રાખડી બાંધવાની સાથે ભાઇને આપો આ બે ખાસ ભેટ

કેમ આ રક્ષાબંધન પર ભાઇ પાસેથી ભેટ લેવાના બદલે તેને ભેટ આપવામાં આવે. જી હાં રક્ષાબંધ પર ભેટ મળવાની આશા તો કોઇપણ ભાઇ રાખતો નથી

આ સંબંધ છે ખાસ

1/4
image

કેમ આ રક્ષાબંધન પર ભાઇ પાસેથી ભેટ લેવાના બદલે તેને ભેટ આપવામાં આવે. જી હાં રક્ષાબંધ પર ભેટ મળવાની આશા તો કોઇપણ ભાઇ રાખતો નથી, પરંતુ જો તેને પોતાની બહેન પાસેથી રાખડી, મિઠાઇ અને બીજું કંઇ મળે છે તો તેનું દિલ ખુશ થઇ જશે. આ સાથે જ ભેટ આપતાં તમારા બંનેના સંબંધ વધુ અતૂટ થઇ જશે. 

બાળપણની યાદોને કરો તાજી

2/4
image

ઘણા લોકો બાળપણથી પ્લેનમાં ઉડાણ ભરવા અથવા ઉડતા પ્લેનને નિહાળવાના ખૂબ શોખીન હોય છે. પરંતુ તમારો ભાઇ તેમાંનો એક છે તો તમે તેને સરપ્રાઇઝ ગિફ્ટ તરીકે માઇક્રોલાઇટ પ્લેનનો અનુભવ કરાવી શકો છો.

વાઉચર અથવા ઘરનો સામાન

3/4
image

આજકાલની યુવા પેઢીને અભ્યાસ અને નોકરીની શોધમાં ઘરથી દૂર બીજા શહેરમાં જઇને રહેવું પડે છે, એવામાં તેમને ખર્ચાની વ્યવસ્થા કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તો આ વખતે જવાબદાર બહેન બનતાં ભાઇને ગિફ્ટમાં સુપરમાર્કેટમાંથી ખરીદીના વાઉચર આપો, જો માનશો તો તે જીંદભર માટે તમારો આભાર નહી માનો તો લાંબા સમય સુધી તમારો આભારી જરૂર રહેશે.

ટેસ્ટી ફૂડ

4/4
image

ટેસ્ટી ફૂડ પણ એક સારો વિકલ્પ છે. તમે ભલે તમારા ભાઇને પસંદગીના વ્યંજન અથવા પેય પદાર્થનું વાઉચર તેને ગિફ્ટ કરી શકો છો. આજકાલ ટી વાઉચર અથવા પછી જ્યૂસ પેકેટ ગિફ્ટ કરવાનું ચલણ છે અને તમારા ભાઇ નિશ્વિતપણે તમારો ભાઇ ગિફ્ટ મેળવીને ખુશ થશે.