Nuclear War થી ધરતી પર બધુ તબાહ થઇ જશે, છતાં બચી જશે 5 સૌથી સુરક્ષિત સ્થળો!

Nuclear War: રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા ભીષણ યુદ્ધમાં હવે પરમાણુ હુમલાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. જો આમ થશે તો મોટા ભાગના દેશોના નામ પૃથ્વી પરથી ભૂંસાઈ જશે. જો કે 5 જગ્યાઓ એવી હશે, જ્યાં આ પરમાણુ યુદ્ધની કોઈ અસર નહીં થાય અને લોકો ત્યાં ખુશીથી જીવી રહ્યા હશે.

વિશ્વના 8 દેશો પાસે પરમાણુ બોમ્બ

1/6
image

જો આપણે વિશ્વમાં પરમાણુ બોમ્બ ધરાવતા દેશોની સંખ્યા વિશે વાત કરીએ તો તેમની સંખ્યા 8 છે. આ દેશો પાસે લગભગ 13,000 પરમાણુ બોમ્બ છે. આ આંકડો એટલો મોટો છે કે દુનિયાનો એક વાર નહિ પણ ઘણી વાર અંત આવી શકે છે. રશિયા પાસે સૌથી વધુ 6800 પરમાણુ બોમ્બ છે. તે પછી અમેરિકાનો નંબર આવે છે. એવામાં વિશ્વની સામે પ્રશ્ન એ છે કે જો ક્યારેય દેશોમાં પરમાણુ હથિયારો વડે યુદ્ધ શરૂ થાય છે, તો પછી એવી કઈ જગ્યાઓ હશે જ્યાં લોકો જઈને પોતાનો જીવ બચાવી શકે. આજે અમે તમને એવી જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

બચી જશે એન્ટાર્કટિકા (Antarctica) ખંડ

2/6
image

'ધ સન'ના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જો દુનિયામાં ક્યારેય પરમાણુ યુદ્ધ થાય તો તમામ દેશો ખતમ થઈ જાય પરંતુ એન્ટાર્કટિકા મહાદ્વીપ જ રહેશે. આનું કારણ જૂન 1961માં હસ્તાક્ષર કરાયેલ સંધિ છે, જેણે આ બર્ફીલા ખંડ પર લશ્કરી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. શરૂઆતમાં આ સંધિમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, ચિલી, ફ્રાન્સ, જાપાન, ન્યુઝીલેન્ડ, નોર્વે, દક્ષિણ આફ્રિકા, સોવિયેત યુનિયન, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ સામેલ હતા. બાદમાં, બ્રાઝિલ, ચીન, જર્મની, ઉત્તર કોરિયા, પોલેન્ડ અને ભારત સહિત વિશ્વના તમામ દેશો પણ આ સંધિમાં જોડાઇ ગયા.

અમેરિકાના કોલોરાડો (Colorado) પર નહી થાય અસર

3/6
image

રિપોર્ટ અનુસાર, પરમાણુ યુદ્ધમાં અમેરિકા પણ વિશ્વના નકશા પરથી ભૂંસાઈ જશે, પરંતુ કોલોરાડોમાં પર્વતીય વિસ્તાર પર બનેલું સેન્ટર સુરક્ષિત સાબિત થશે. અમેરિકી સેનાએ આ પહાડની અંદર ગુફા બનાવીને પોતાનો ન્યુક્લિયર પ્રૂફ બેઝ બનાવ્યો છે. આ ગુફાના પ્રવેશદ્વાર પર 25 ટન વજનનો ભારે ભરેલો દરવાજો છે, જેને પરમાણુ બોમ્બ પણ પીગળી શકતો નથી. નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ (NORAD) અને યુનાઇટેડ સ્ટેટ્સ નોર્ધન કમાન્ડનું મુખ્ય મથક આ સંકુલની અંદર સ્થિત છે. આ મિલિટરી બેઝ યુએસ દ્વારા 1966માં સોવિયત યુનિયનના બોમ્બર્સ, બેલેસ્ટિક મિસાઈલ અને પરમાણુ હુમલાનો સામનો કરવા માટે બનાવવામાં આવ્યું હતું.

પરમાણુ હુમલાથી બચી જશે આઇસલેન્ડ! (Iceland)!

4/6
image

આઇસલેન્ડ ઉત્તર ધ્રુવ પર સ્થિત એક નાનો દેશ છે. આખું વર્ષ બરફથી ઢંકાયેલું આઇસલેન્ડ એક તટસ્થ દેશ છે, જે વિશ્વના વિવિધ દેશોમાં થઈ રહેલી રાજનીતિથી પોતાને દૂર રાખે છે. આ જ કારણ છે કે દુનિયાનો કોઈ દેશ આઈસલેન્ડને પોતાના દુશ્મન દેશ તરીકે જોતો નથી. તેથી ત્યાં પણ પરમાણુ હુમલાની શક્યતા ઓછી છે, જે તેને વિશ્વમાં સુરક્ષિત સ્થાન બનાવે છે.

ગુઆમ (Guam) પણ સુરક્ષિત સ્થળોની યાદીમાં સામેલ

5/6
image

ગુઆમ પેસિફિક મહાસાગરમાં સ્થિત એક નાનો ટાપુ દેશ છે. તેની વસ્તી માત્ર 1 લાખ 68 હજાર છે. સેનામાં માત્ર 1300 લોકો છે જેમાંથી માત્ર 280 લોકો જ ફુલ ટાઈમ કર્મચારી છે. બાકીના કામચલાઉ છે. આ દેશ સંપૂર્ણ રીતે પ્રવાસન પર નિર્ભર છે. દુનિયાના આ નાના દેશને કોઈ પોતાનો દુશ્મન દેશ નથી માનતું. આવી સ્થિતિમાં તેના પર પરમાણુ હુમલાની સંભાવના પણ ઘણી ઓછી થઈ જાય છે. જેના કારણે તેને વિશ્વના સુરક્ષિત વિસ્તારોની યાદીમાં પણ સામેલ ગણવામાં આવે છે.

વિવાદો છતાં ટકી રહેશે ઇઝરાઇલ (Israel)

6/6
image

ઇઝરાઇલ આમ તો ઘણા બધા મુસ્લિમ દેશોની આંખોમાં ખટકે છે અને તેઓ તેના અસ્તિત્વને ભૂંસી નાખવાની ધમકી પણ આપે છે. આટલું બધું હોવા છતાં તેના પર પરમાણુ હુમલાની શક્યતા બહુ ઓછી છે. તેનું કારણ એ છે કે અહીં ઇસ્લામ, ખ્રિસ્તી અને યહુદી ધર્મના પ્રાચીન સ્મારકો છે. જેને કોઈપણ મુસ્લિમ કે ખ્રિસ્તી રાષ્ટ્ર પરમાણુ હુમલાથી ખતમ કરવા ઈચ્છશે નહીં. આ કારણથી આ દેશ પણ પરમાણુ હથિયારોથી સુરક્ષિત દેશોની યાદીમાં સામેલ છે.