Sandeep Nahar Suicide: પત્નીના કારણે જીવ આપી દેનારા અભિનેતાની આવી હતી લાઈફ, જુઓ PHOTOS

બોલીવુડ અભિનેતા સંદીપ નાહર (Sandeep Nahar) ની આત્મહત્યાના સમાચારે ફરીથી એકવાર લોકોને શોક આપ્યો છે.

બોલીવુડ અભિનેતા સંદીપ નાહર (Sandeep Nahar) ની આત્મહત્યાના સમાચારે ફરીથી એકવાર લોકોને શોક આપ્યો છે. સંદીપે સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ 'એમ એસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી' અને અક્ષયકુમારની ફિલ્મ 'કેસરી'માં કામ કર્યું હતું. સંદીપ નાહરની સોશિયલ મીડિયા પ્રોફાઈલ જોતા એવું લાગે છે કે તે ખુબ જિંદાદીલ વ્યક્તિ હતો. સંદીપે આત્મહત્યા કરતા પહેલા તેણે ફેસબુક પર લાઈવ કરીને પોતાની કહાની લોકો સાથે શેર કરી હતી અને સ્યૂસાઈડ નોટ પણ લખી. સ્યૂસાઈડ નોટમાં તેણે લખ્યું કે તે પત્ની અને સાસુના કારણે જીવ આપી રહ્યો છે. 

યાદગાર રોલ ભજવ્યા

1/8
image

સંદીપ નાહરે (Sandeep Nahar) બોલીવુડની અનેક ફિલ્મોમાં કામ કરીને નામના મેળવી હતી. તેણે ભજવેલી ભૂમિકા ભલે નાની હોય પરંતુ તે યાદગાર ભૂમિકા માટે જાણીતો હતો. 

આવી છે તેની સફળતાની કહાની

2/8
image

ઈન્સ્ટાગ્રામ પર અનેક એવી તસવીરો છે જે તેની સફળતાની કહાની રજુ કરે છે. 

 

આત્મહત્યા પહેલા બનાવ્યો વીડિયો

3/8
image

મંગળવારે સંદીપે મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં કથિત આત્મહત્યા કરતા લોકો આઘાતમાં સરી પડ્યા છે. સંદીપે આત્મહત્યા કરતા પહેલા સોશિયલ મીડિયા પર લગભગ 10 મિનિટનો એક વીડિયો બનાવીને પોસ્ટ કર્યો. વીડિયો જોવા માટે લિંક પર કરો ક્લિક  Sandeep Nahar નો આત્મહત્યા પહેલાનો VIDEO આવ્યો સામે, તેણે જે કહ્યું...જાણીને રડી પડશો

પત્ની પર લગાવ્યા આરોપ

4/8
image

આ વીડિયો અને એક સ્યૂસાઈડ નોટમાં તેણે પત્ની અને સાસુ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. Sandeep Nahar નો આત્મહત્યા પહેલાનો VIDEO આવ્યો સામે, તેણે જે કહ્યું...જાણીને રડી પડશો

34 હજાર ફોલોઅર્સ

5/8
image

ઈન્સ્ટાગ્રામ પર સંદીપ નાહર ખુબ એક્ટિવ હતો અને તેના લગભગ 34 હજાર જેટલા ફોલોઅર્સ હતા. તેણે કુલ 403 પોસ્ટ કરી હતી. જ્યારે 364 લોકોને તે ફોલો કરતો હતો. 

અનેક ફિલ્મોમાં કર્યું કામ

6/8
image

વર્કફ્રન્ટની વાત કરીએ તો સંદીપ કેસરી અને એમ એસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી ઉપરાંત કેટલાક ટીવી શો તથા ફિલ્મોમાં પણ જોવા મળી ચૂક્યો છે. 

રિયા ચક્રવર્તીની નજીક હતો

7/8
image

સંદીપની પ્રોફાઈલ પર નજર ફેરવીએ તો ખબર પડે છે કે તે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પણ નજીક હતો. રિયાના જન્મદિવસે તેણે કેટલીક તસવીરો પણ શેર કરી હતી. 

સુશાંતને આ રીતે કર્યો હતો યાદ

8/8
image

સુશાંતના મોત પર સંદીપ ખુબ દુખી હતો. તેણે સુશાંતની સાથેના પોતાના એક ઈમોશનલ સીનને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. (તસવીરો-સાભાર Instagram@SandeepNahar)