90 વર્ષ બાદ ઓગસ્ટમાં ચમકી જશે આ 3 રાશિવાળાનું ભાગ્ય, પાવરફૂલ યોગ ધનના ઢગલે બેસાડશે

વર્ષ 2024નો પરવિત્ર શ્રાવણ મહિનો પોતાના યોગ અને સંયોગના  કારણે ખુબ શુભ મનાયો છે. 90 વર્ષ બાદ ઓગસ્ટમાં 3 રાશિઓનું ભાગ્ય સૂર્યની જેમ ચમકી શકે છે. શિવ ચંદ્ર યોગથી ધનનો જાણે વરસાદ વરસે તેવા યોગ છે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે...
 

1/5
image

આ વર્ષનો શ્રાવણ મહિનો જે રીતે યોગ અને સંયોગ બની રહ્યા છે તેને જોતા ખુબ જ વિલક્ષણ છે. સોમવારે 19 ઓગસ્ટના રોજ એક સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ, સૌભાગ્ય યોગ, શોભન યોગની સાથે જ આજથી શ્રાવણ મહિનાની શરૂઆત પણ થઈ રહી છે. ઉત્તર ભારત સહિત દેશના અનેક ભાગોમાં શ્રાવણ માસની શરૂઆત પણ શ્રવણ નક્ષત્રમાં થઈ હતી અને સમાપન પણ આ નક્ષત્રમાં થઈ રહ્યું છે. હિન્દુ પંચાંગ મુજબ એવો વિલક્ષણ સંયોગ આ અગાઉ 90 વર્ષ પહેલા બન્યો હતો. શ્રવણ નક્ષત્રના સ્વામી ચંદ્રમા છે અને મહિનો અને દિવસના સ્વામી મહાદેવ શિવ છે. અભિભાવક સ્વરૂપે શિવ ચંદ્ર યોગથી તમામ રાશિઓને લાભ તો થશે પરંતુ 3 રાશિઓને ખાસ કરીને લાભ થઈ શકે છે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ કોણ છે...

વૃષભ રાશિ

2/5
image

તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. દરેક કામમાં સફળતા મળે તેવા યોગ છે. બગડેલા કામ આપોઆપ બનતા જશે. આવકના નવા નવા સ્ત્રોતથી અપાર ધન પ્રાપ્તિ થઈ શકે છે. યોગ્ય કર્મનો સાથ ક્યારેય છોડશો નહીં. શિવકૃપાથી જબરદસ્ત આર્થિક લાભ થશે. નોકરીયાતો ઓફિસમાં તમામ પડકારો ઝીલવામાં સક્ષમ રહેશે. સાથી કર્મચારીઓ અને બોસથી પ્રશંસા મળશે. લગ્ન જીવનમાં મુશ્કેલીઓ દૂર થશે. જીવનમાં ખુશીઓ આવશે. સ્વાસ્થ્ય પર અનુકૂળ અસરના યોગ છે.   

કર્ક રાશિ

3/5
image

કર્ક રાશિવાળાને મન શાંત રહેશે. નવા અને શુભ વિચારોથી પ્રાપ્ત ઉર્જાની અસર જીવનના દરેક કામ પર પડશે. બિઝનેસમાં નવું રોકાણ કરવાનો યોગ્ય સમય છે. વેપારમાં લાભનો માર્જિન વધશે. બેંક બેલેન્સ વધવાના યોગ છે. પૈતૃક સંપત્તિથી ભારે આર્થિક લાભ થશે. નોકરીયાત જાતકો નવી ગાડી કે મકાન લઈ શકે છે. વિદ્યાર્થીઓ ભણવામાં ફોકસ રહેશે. પરીક્ષાના સારા પરિણામો આવી શકે છે. પતિ પત્ની વચ્ચે સંબંધ મધુર બનશે. 

સિંહ રાશિ

4/5
image

આર્થિક દ્રષ્ટિકોણથી વેપારીઓ માટે આ સમય ખુબ જ લાભકારી છે. અનેક પ્રકારે ધન પ્રાપ્તિના યોગ છે. વેપારી લેવડદેવડ અને લાભમાં વધારાના યોગ છે. ઓફિસમાં બોસ અને સહકર્મીઓથી પૂરેપૂરો સહયોગ મળશે. નોકરીમાં પ્રમોશન થઈ શકે છે. બોનસ મળવાની શક્યતા છે. ધનની આવક વધવાથી લાઈફસ્ટાઈલમાં ફેરફાર આવશે. કૌટુંબિક જીવનમાં ખુશીઓનો નવો દોર શરૂ થવાની શક્યતા છે. લવ બર્ડ્સના સંબંધ મજબૂત થશે. વાત લગ્ન સુધી પહોંચી શકે છે. 

Disclaimer:

5/5
image

Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.