Viral Photos: લોકોએ ભૂલથી કરી નાખ્યા આ ફોટા પોસ્ટ, જોઈને તમે પણ શરમથી થઈ જશો પાણી પાણી

Embarrassing Photos: અનેકવાર સોશિયલ મીડિયા પર લોકોના જીવન સાથે જોડાયેલી એવી વસ્તુઓ સામે આવી જાય છે કે પછી તેમણે શરમિંદગી અનુભવવી પડે છે. આજે અમે તમને એવી જ કેટલીક તસવીરો દેખાડીશું જેને જોઈને તમને પણ પરસેવો છૂટી જશે. Kueez.com દ્વારા હાલમાં જ આ તસવીરો પબ્લિશ કરાઈ છે. જેને જોઈને લોકો શરમથી પાણી પાણી થઈ જાય છે.
 

સૂટ બૂટમાં વ્યક્તિ

1/5
image

સૂટ બૂટ પહેરેલી આ વ્યક્તિને એક નજરે જોઈને તમને કશું નવું નહીં લાગે પણ ધ્યાનથી જોશો તો પાછળ કાચમાં ફોટો ખેંચી રહેલા વ્યક્તિને જોઈને તમને હસવું આવી જશે. કારણ કે તે અન્ડરવિયરમાં ઊભો છે અને ફોટો ખેંચી રહ્યો છે. 

પ્રેગનન્ટ મહિલા

2/5
image

મહિલાએ વિચાર્યું કે ડિલિવરી પહેલા તે પોતાનો ફોટો પડાવી લે. પણ પાછળ રહેલા શ્વાને બધી મજા બગાડી નાખી. 

પેન્ટ પહેરવાનું ભૂલી ગયો વ્યક્તિ

3/5
image

વ્યક્તિએ સૂટ બૂટ તો પહેર્યા પરંતુ સફેદ સૂટમાં પોતાને જેન્ટલમેન સમજતો વ્યક્તિ કદાચ પેન્ટ પહેરવાનું જ ભૂલી ગયો. પેન્ટ પહેર્યા વગર પડાવેલો ફોટો શેર કરતા પહેલા વ્યક્તિના મગજમાં પણ એવું નહીં હોય કે તેની પાછળ અરીસો છે જેમાં તે ઉપર તો સૂટબૂટમાં દેખાય છે પણ પાછળ પેન્ટ વગરનો છે તે દેખાઈ જાય છે.   

બગડી મજા

4/5
image

સમગ્ર પરિવાર મજા  કરવા માટે દરિયા કિનારે ગયો હતો. આ દરમિયાન બધા ફોટો પડાવી રહ્યા હતા ત્યારે પાછળ બેકગ્રાઉન્ડે લોકોને હસવા માટે મજબૂર કરી દીધો. 

સેલ્ફી પોસ્ટ કરી રહી છે યુવતી

5/5
image

ફોટામાં આમ તો એક છોકરી પોતાના ફોનથી હોટ સેલ્ફી લેતી જોવા મળે છે. પરંતુ તેણે કદાચ કાચના દરવાજા પાછળ રહેલો કૂતરો ન જોયો. અને આવી જ તસવીર પોસ્ટ કરી નાખી.