આગામી વર્ષે આ 3 રાશિઓ પર થશે ધન-સંપત્તિનો વરસાદ, બની રહ્યો છે અત્યંત શુભ યોગ, જાણો કોને થશે લાભ
budh shukra yuti: હવે થોડા સમયમાં નવા વર્ષ એટલે કે 2025ની શરૂઆત થવાની છે. 2025માં પણ અનેક ગ્રહ ગોચર કરશે. આવનારા સમયમાં ગ્રહોની ચાલમાં પરિવર્તનની અસર દરેક જાતકો પર પડશે. 2025ની શરૂઆતમાં શુક્રનું મીન રાશિમાં ગોચર થશે. આવો તેનાથી કયા જાતકોને લાભ થશે.
લક્ષ્મી નારાયણ રાજયોગ
શુક્ર ગ્રહ 28 જાન્યુઆરીએ મીન રાશિમાં ગોચર કરશે. શુક્ર 31 મે સુધી આ રાશિમાં રહેશે. તો ગ્રહોના રાજકુમાર બુધ પણ મીન રાશિમાં હશે. 27 ફેબ્રુઆરીએ 11.46 કલાકથી બંને ગ્રહ એક સાથે રહેશે. બંને ગ્રહોની મીન રાશિમાં યુતિ થશે. તેનાથી અત્યંત શુભ યોગ બનશે, જેને લક્ષ્મી નારાયણ રાજયોગ કહેવામાં આવે છે.
અત્યંત શુભ છે બુધ-શુક્ર યુતિ
હકીકતમાં બુધ અને શુક્રની યુતિ દરેક જાતકો માટે શુભ માનવામાં આવે છે. જ્યાં બુધને બુદ્ધિનો કારક માનવામાં આવ્યો છે તો શુક્રને શારીરિક સુખ અને માન-સન્માન અપાવનાર ગ્રહ માનવામાં આવે છે.
69 દિવસ સુધી ચાલશે લક્ષ્મી નારાયણ યોગ
ત્યારબાદ બુધ ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે. 7 મેએ બુધ ગ્રહ મેષ રાશિમાં ગોચર કરશે. ત્યારબાદ આ યોગ ખતમ થઈ જશે. આ રીતે કુલ 69 દિવસ માટે લક્ષ્મી નારાયણ યોગ બનશે.
મેષ રાશિને થશે ફાયદો
લક્ષ્મી નારાયણ યોગને કારણે મેષ રાશિના જાતકોને પણ ફાયદો થશે. તેના માન-સન્માનમાં વધારો થશે. કરિયરમાં સફળતા મળશે. એટલું જ નહીં પૈકૃત સંપત્તિમાંથી ફાયદો મળી શકે છે. પરિવારનો માહોલ સારો રહેશે.
મિથુન રાશિને મળશે ભાગ્યનો સાથ
લક્ષ્મી નારાયણ યોગ મિથુન રાશિના જાતકો માટે ફાયદાકારક રહેવાનો છે. તેને ભાગ્યનો સાથ મળશે. કાર્યક્ષેત્રમાં વરિષ્ઠોનો સહયોગ મળશે. મિથુન રાશિના જાતકોના ભૌતિક સુખમાં વધારો થશે.
મીનને બિઝનેસમાં ફાયદો
મીન રાશિના જાતકો માટે લક્ષ્મી નારાયણ યોગ શુભ રહેવાનો છે. તેને નવા રોકાણથી ફાયદો મળી શકે છે. એટલું જ નહીં તમને વેપારમાં તમારા પાર્ટનરનો સહયોગ મળશે.
Disclaimer
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
Trending Photos