Cleaning Hacks: બળેલા કે કાળા પડેલા વાસણને સાફ કરવા અજમાવો આ સરળ ટ્રીક્સ, 5 મિનિટમાં નવું હોય એવું ચમકી જાશે

Cleaning Hacks: ઘરમાં ભોજન બનાવવા માટે લોઢાની કડાઈ સહિતના વાસણનો ઉપયોગ થતો હોય છે. આ બધા વાસણ એવા હોય છે જેનો ઉપયોગ રોજ થવાથી તે ધીરે ધીરે કાળા થવા લાગે છે. આ રીતે કાળા થયેલા વાસણને જો સાફ કરવા હોય તો ખૂબ મહેનત કરવી પડે છે. જો આવું તમે પણ માનતા હોય તો આ જ પછી તમારા વિચાર બદલી જશે. તમે લોઢાની કઢાઈ, રોટલીની લોઢી સહિતના કાળા પડેલા વાસણને ખૂબ જ સરળતાથી ચમકાવી શકો છો. 

લીંબુ

1/6
image

જો કઢાઈ કે લોઢી સહિતના વાસણ કાળા થઈ ગયા હોય તો તેને સાફ કરવા માટે લીંબુના રસનો ઉપયોગ કરવો જોઈએ. લીંબુના રસમાં થોડું પાણી ઉમેરી આ પાણીથી વાસણ સાફ કરશો તો વાસણમાંથી ચિકાસ અને મેલ બંને દૂર થઈ જશે.

કાસ્ટીક સોડા

2/6
image

જો લોઢાના વાસણ વધારે ખરાબ થઈ ગયા હોય અને તેને સાફ કરવા મુશ્કેલ લાગતા હોય તો કાસ્ટીક સોડાનો ઉપયોગ કરવો જોઈએ. તેના માટે અડધી ચમચી સોડા લઈને હળવા હાથે કઢાઈ પર ઘસો. પાંચથી દસ મિનિટમાં જ તમે જોશો કે વાસણ ચમકી ગયું છે.

બેકિંગ સોડા

3/6
image

બેકિંગ સોડાથી પણ વાસણ સારી રીતે સાફ થાય છે. બેકિંગ સોડામાં થોડો લીંબુનો રસ મિક્સ કરીને વાસણ સાફ કરશો તો કાળા પડેલા વાસણ તુરંત સાફ થઈ જશે. 

વિનેગર

4/6
image

વિનેગરની મદદથી પણ કઢાઈ, લોઢી સહિતના વાસણને સારી રીતે સાફ કરી શકાય છે. તેના માટે વિનેગરમાં બેકિંગ સોડા ઉમેરીને વાસણ સાફ કરવા જોઈએ. 

સારા બ્રશ

5/6
image

લોઢાના કાળા પડેલા અને ખરાબ થયેલા વાસણને સાફ કરવા માટે સારા બ્રશનો ઉપયોગ કરવો જરૂરી છે. તેનાથી વાસણ ઝડપથી સાફ થાય છે અને નવા જેવા ચમકદાર બને છે.

6/6
image