ભૂલથી પણ મોબાઈલને ન કરો આ રીતે ચાર્જ, ગમે ત્યારે બોમ્બની જેમ ફૂટી જશે ફોન!

Smartphone Charging Common Mistakes: સ્માર્ટફોન આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. જો ફોન ચાર્જ ન થાય તો જીવન થંભી જાય છે. ફોન બ્લાસ્ટના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે. મોટા ભાગના કિસ્સાઓમાં બેટરી કારણ છે. ઘણી નાની-નાની ભૂલો છે જે મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. ચાલો જાણીએ તે 5 ભૂલો જે ફોન ચાર્જ કરતી વખતે ન કરવી જોઈએ...

ફોનનો ઉપયોગ કરતી વખતે ચાર્જિંગ

1/5
image

ફોનનો ઉપયોગ કરતી વખતે, બેટરી પર વધારાનું દબાણ આવે છે, જે બેટરીની ક્ષમતાને ઘટાડી શકે છે. ફોન વધુ ગરમ થઈ શકે છે, જેને ચાર્જ થવામાં વધુ સમય લાગી શકે છે અને બેટરીને નુકસાન થઈ શકે છે.

ફોનને રાતભર ચાર્જ પર છોડી મુકવો જોખમી

2/5
image

રાતોરાત ચાર્જ કરવાથી બેટરી ઓવરચાર્જ થઈ શકે છે, જે બેટરીની ક્ષમતાને ઘટાડી શકે છે. ફોન ગરમ થઈ શકે છે, જે આગનું જોખમ વધારે છે.

બિન-અધિકૃત ચાર્જરનો ઉપયોગ કરવો

3/5
image

બિન-અધિકૃત ચાર્જર એટલેકે ફોનની કંપનીના બદલે બીજી ચીલાચાલુ કંપનીના ચાર્જરથી ફોન ચાર્જ કરવો બની શકે છે જોખમી. જે ફોનને નુકસાન પહોંચાડી શકે છે. બેટરી ગરમ થઈ શકે છે, આગનું જોખમ વધી શકે છે.

ફોનનું ભારે કવર પડી શકે છે ભારે!

4/5
image

મોટાભાગના લોકો તેમના ફોનને સુરક્ષિત રાખવા માટે હેવી અને ખુબ જાડા કવર ઉપયોગ કરે છે. જેના કારણે અંદરની ગરમ હવા બહાર નીકળી શકતી નથી. આના કારણે પણ ફોન બ્લાસ્ટ થઈ શકે છે.

બેટરી સાવ ખાલી થવા દેવી જોખમી

5/5
image

બેટરીને સંપૂર્ણ રીતે ડ્રેઇન થવા દેવી (એટલેકે, બેટરીને સાવ ખાલી થવા દેવી) એ બેટરીના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. બેટરીને 20% - 80% ચાર્જ કરવી વધુ સારું છે.