Smartphones ના વધુ પડતા ઉપયોગથી થઈ શકે છે મોત! વિશ્વાસ ન હોય તો વાંચી લો આ Report
Smartphones Increase Risk of Cancers: આજના સમયમાં મોટાભાગના લોકો પાસે સ્માર્ટફોન હોય છે. અને તેઓ સતત આખો દિવસ સ્માર્ટફોનમાં જ રચ્યા પચ્યા રહેતાં હોય છે. પણ આ વસ્તુ તમારા માટે ખતરા રૂપ સાબિત થઈ શકે છે.
નવી દિલ્લીઃ સ્માર્ટફોન (Smartphone)ના વપરાશથી હેલ્થ પર પડતી અસરને લઈને વધુ એત સ્ટડી (Studay) સામે આવી છે. સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે, 17 મિનિટ સ્માર્ટફોન વાપરવાથી કેન્સર (Cancer), ટ્યૂમર (Tumer) જેવી સમસ્યા થઈ શકે છે. સ્માર્ટફોનના સિગ્નલના રેડિએશનથી આરોગ્યને નુકસાન થઈ શકે છે. સ્ટડીમાં સ્માર્ટફોનથી થનારા નુકસાનથી બચવા માટેના પણ ઉપાય આપવામાં આવ્યા છે.
સ્માર્ટફોન યૂઝ કરવાથી કેન્સરનો ખતરો
ડેલી મેલના અહેવાલ મુજબ, UC Berkeleyની સ્ટડીમાં દાવો કરાયો છે કે રોજે રોજ 10 વર્ષ સુધી દિવસમાં 17 મિનિટ સ્માર્ટફોન યૂઝ કરવાથી કેન્સર થઈ શકે છે. આ સંભાવના 60 ટકા લોકો માટે વ્યક્ત કરવામાં આવી છે. 1 હજાર કલાકથી વધુ સ્માર્ટફોનના વપરાશથી શરીરમાં ટ્યૂમર વિકસિત થાય છે.
સ્ટડીમાં 46 રિસર્ચની થઈ છે એનાલિસીસ
તમને જણાવી દઈએ કે UC Berkeleyએ કહ્યું છે કે અમે દુનિયાભરમાં સ્માર્ટફોનના કારણે આરોગ્ય પર થયેલી 46 રિસર્ચની એનાલિસીસ કર્યું છે. અમેરિકા, સ્વીડન, UK, જાપાન, સાઉથ કોરિયા અને ન્યૂઝીલેન્ડમાં થયેલી રિસર્ચનું એનાલિસીસ કરવામાં આવ્યું હતું.
સ્માર્ટફોનના સિગ્નલથી રેડિએશનનો ખતરો
રિસર્ચર્સનું કહેવું છે કે, સ્માર્ટફોનના રેડિએશન આપણા શરીરના સેલ્સને નુકસાન પહોંચાડે છે. રેડિએશનથી સ્ટ્રેસ પ્રોટીન (Stress Protein) પેદા થાય છે, જે DNAને નુકસાન પહોંચાડે છે અને ટ્યૂમર બનાવે છે.
FDAએ સ્ટડીને નકારી
જોકે US ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને સ્ટડીના દાવાને નકાર્યો છે. FDAનું કહેવું છે કે, આ દાવા પાછળ કોઈ સાઈન્ટિફીક સબૂત નથી.
સ્માર્ટફોનથી શરીરને રાખો દુર
સ્ટડીમાં સલાહ આપવામાં આવી છે. સ્માર્ટફોનનો વપરાશ ઓછો કરવો અને પોતાના શરીરથી દુર રાખવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ જણાવવામાં આવ્યું છે કે, સ્માર્ટફોન પર વાત કરવાની જગ્યાએ લેન્ડલાઈનનો વધારે ઉપયોગ કરવો.
Trending Photos