'બાબા કા ઢાબા'ને મળ્યો 'મેનેજર', જાણો કેટલા બદલાઇ ગયા કાંતા પ્રસાદના દિવસો
વીડિયો વાયરલ થયાના 20 દિવસ બાદ જ બાબા કા ઢાબા પરથી ભીડ ગાયબ થઇ ગઇ છે. હવે એકલ-દોકલ લોકો અહીં જમવા માટે આવે છે. કેટલાક અહીં સેલ્ફી લઇને જતા રહે છે.
નવી દિલ્હી: માલવીય નગરનો 'બાબા કા ઢાબા' તો તમને યાદ જ હશે. નારંગ ટીશર્ટમાં જમવઆ માટેનો એક સ્ટોલ ચલાવતા 80 વર્ષીય કાંતા પ્રસાદ વૃદ્ધની તસવીર 8 ઓક્ટોબરના રોજ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી. રડતા બાબાએ જણાવ્યું હતું કે લોકડાઉનમાં તેમનું ગુજરાન પણ મુશ્કેલ બની ગયું છે.
રાતોરાત ફેમસ થયો બાબા કા ઢાબા
વીડિયો વાયરલ થતાં જ દિલ્હીની દરિયાદિલી પણ ઉમડી પડી. બાબા કા ઢાબાનું મટર પનીર, ચાવલ અને રોટી આખા દિલ્હીના ઢાબા પર ભારે પડી ગઇ. કેટલાક ખાનારાઓ, કેટલાક ફોટા પડાવનારાઓ અને કેટલાક દયા અને દાન પર પોતાની છબિ ચમકાવનારા, કુલ મળીને ઘણા લોકોએ માલવીય નગર ફૂટપાથ પર બનેલા નાન સ્ટોલ ભીડ લગાવી દીધી.
થોડા દિવસો પછી ભીડ ગાયબ
પરંતુ હવે હાલત એવી નથી. ભીડ ગાયબ થઇ ચૂકી છે. હજુ સુધી ઓક્ટોબર મહિનો પુરો થયો નથી. પરંતુ 20 દિવસ પછી જ બાબા કા ઢાબા પરથી ભીડ ગાયબ થઇ ગઇ છે. હવે એકલ-દોકલ લોકો અહીં ભોજન માટે આવે છે. કેટલાક અહીં સેલ્ફી લઇને જતા રહે છે.
ઓછો થયો કાંતા પ્રસાદનો સ્ટાર્ડમ
સોશિયલ મીડિયા સ્ટાર બની ચૂકેલા 80 વર્ષના કાંતા પ્રસાદ અને તેમની પત્ની બદામી દેવીનું સ્ટારડમ અત્યારે થોડો ઓછો થયો છે પરંતુ તેમ છતાં કામ ચલાઉ કામ કરી રહ્યા છે. હવે ભોજન કરનારા ઓછા અને વીડિયો અને સેલ્ફીના શોખિન વધુ જોવા મળે છે.
મદદનું આશ્વાસન આપી ગાયબ થયા લોકો
બોલીવુડ, રમત-ગમત અને રાજકારણ સાથે જોડાયેલા ઘણા લોકોએ ટ્વિટર પર બાબાની મદદની વાત કરી હતી. જોકે લગભગ 20 દિવસ પછી અમે બાબા સાથે વાત કરી તો તેમનું કહેવું છે કે હવે હાલત પહેલાં જેવી જ થઇ ગઇ છે.
કંપનીઓએ પણ હાથ પાછા ખેંચ્યા
અહીં સુધી કે ઓનલાઇન ફૂડ સપ્લાઇ એપ અને કેતલી કંપનીઓએ તેમના ઢાબા પર પોતાના બોર્ડ લગાવ્યા, પરંતુ હવે તે પણ દૂર થઇ ગયા છે.
કોઇને પણ હમદર્દી નહી
બાબાનું કહેવું છે કે કોઇ કંપનીને તેમની સાથે હમદર્દી નથી. તમામને પોતાની બ્રાંડને ચમકાવવાની લાલચ હતી. જોકે પહેલીવાર વીડિયો તેને વાયરલ કરનાર બ્લોગરનો તેમણે આભાર વ્યક્ત કર્યો છે.
મદદ માટે આગળ આવ્યો વ્યક્તિ
આ દરમિયાન બોલીવુડની કેટલીક હસ્તીઓનું પબ્લિક રિલેશન્સ જોનાર એક યુવાને પોતાને તેમનો મેનેજર બનાવી લીધો છે. બાબાને ડિજિતલ દુનિયામાં બનાવી રાખવા માટે મદદની જરૂર હતી અને આ કામમાં એક યુવાન તેમની મદદ કરી રહ્યો છે.
બાબા કા ઢાબાને મળ્યો 'મેનેજર'
બાબાના મેનેજર તુશાત અદલખાનું કહેવું છે કે આ કામ તે મદદના હેતુંથી કરી રહ્યો છે. તેના બદલામાં તેને કંઇપણ જોઇતું નથી.
બાબાને ન મળી કોઇ મદદ
આમ તો બાબા એ પણ કહે છે કે સોશિયલ મીડિયા પર તેમને લાખોની મદદનો દાવો કરનાર તમામ લોકો ફક્ત વાતો કરીને ગાયબ થઇ ગયા છે. તેમને હકિકતમાં કોઇ વિશેષ મદદ મળી નથી.
Trending Photos